બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Corona report of a 7-month-old girl in Gir Somnath's Veraval is positive

ચિંતા / ચેતી જજો! કોરોના ફરી કહેર વર્તાવે તેવા એંધાણ, વેરાવળમાં 7 મહિનાની બાળકીનો COVID-19 રિપોર્ટ પોઝિટિવ, તંત્ર આવ્યું હરકતમાં

Malay

Last Updated: 10:32 AM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Corona News: ગીર સોમનાથના વેરાવળમાં 7 મહિનાની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી ગઈ છે. બાળકીને સિવિલના કોરોના વોર્ડમાં દાખલ કરાઈ છે.

 

  • રાજ્યમાં વધ્યો કોરોનાનો કહેર
  • વેરાવળમાં બાળકીને થયો કોરોના
  • 7 મહિનાની બાળકી કોરોના પોઝિટિવ

ગુજરાતમાં કોરોનાનો સામાન્ય વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ રોજિંદા કેસ આંકડો 400ની નજીક પહોંચવા થયો છે. ગુજરાતમાં કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓમાં સામાન્ય વધઘટ જોવા મળી રહ્યો છે. તેમજ કોરોનાને લઈ વહીવટી તંત્ર પણ સજાગ અને સજ્જ બન્યું છે. હોસ્પિટલમાં મોક ડ્રિલનું પણ આયોજન કરાઈ રહ્યું છે. આ વચ્ચે સૌરાષ્ટ્રમાંથી એક માઠા સમાચાર સામે આવ્યા છે.

હાશ સારુ થયું, ગુજરાતમાં કોરોના 'બેસી ગયો' ! આજે ગઈ કાલ કરતાં કેસમાં મોટો  ઘટાડો, 260 નવા કેસ | 260 new cases of corona virus were reported in Gujarat  today

7 મહિનાની બાળકી સિવિલના કોરોના વોર્ડમાં દાખલ 
ગીર સોમનાથના વેરાવળમાં 7 મહિનાની બાળકી કોરોનાથી સંક્રમિત થઈ છે. વેરાવળના બોળાસ ગામના શ્રમિક પરિવારની બાળકીને કોરોના થયો છે.  બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવાર પર ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દ્વારા પણ દોડતું થયું છે. બાળકીને સિવિલના કોરોના વોર્ડમાં દાખલ કરાઈ છે. હાલ બાળકીની તબિયત સ્થિર છે. 

Tag | VTV Gujarati

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોના કેસમાં સામાન્ય વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે, રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 397 નવા કેસ નોંધાયા છે, જ્યારે એક્ટિવ કેસનો આંક 1992 પર પહોંચ્યો છે. તેમજ અમદાવાદ અને મહેસાણાના 1-1 દર્દીનું મોત થયું છે. તમને જણાવી દઈએ કે, સૌથી વધુ અમદાવાદમાં 139 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં 46, સુરતમાં 41, વડોદરામાં 38 કેસ સામે આવ્યા છે. વલસાડમાં 20, મોરબી અને સાબરકાંઠામાં 16-16 કેસ નોંધાયા છે. રાજકોટમાં 13, આણંદ અને ભરૂચમાં 9-9 કેસ નોંધાયા છે. અમરેલીમાં 8, ગાંધીનગરમાં 7, બનાસકાંઠામાં 6 કેસ નોંધાયા છે. પાટણમાં 5, નવસારી અને ભાવનગરમાં 4-4 કેસ નોંધાયા છે. દાહોદ અને પંચમહાલમાં 3-3, જામનગરમાં 2 કેસ નોંધાયા છે. પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 2-2, ખેડામાં 1 તેમજ ગીરસોમનાથ, કચ્છ અને મહિસાગમાં 1-1 કેસ નોંધાયા છે. 

Today 397 new cases of Corona were reported in the state

350 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 397 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.99 ટકા નોંધાયો છે. તેમજ 24 કલાકમાં 350 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 1992 કોરોનાના એક્ટિવ કેસ છે.

માર્ચ-અપ્રિલમાં કોરોના 19 લોકોના મોત થયા 
રાજ્યમાં કોરોનાથી માર્ચ અને અપ્રિલ મહિનામાં 19 લોકોના મોત થયા છે. 04 એપ્રિલના અમદાવાદના બોપલમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. 06 એપ્રિલના ગોમતીપુરના 59 વર્ષીય યુવકનું મોત થયું હતું. ત્યારે 08 એપ્રિલના એક જ દિવસમાં ત્રણ દર્દીના મોત થયા છે. ભાવનગરમાં પણ 1 દર્દીનું મોત થયું છે. આજે બે દર્દીના કોરોનાથી મોત થયા છે    


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ