બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / Conway, Ravindra Hit First Centuries Of Cricket World Cup

વર્લ્ડ કપ / અમદાવાદમાં અંગ્રેજોને ધોયા ન્યૂઝીલેન્ડના આ ઘાતક બેટરે, ફટકારી વર્લ્ડ કપની પહેલી સદી, ખેલ્યા ખતરનાક શોટ્સ

Hiralal

Last Updated: 08:39 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ઈંગ્લેન્ડ સામેની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવેએ ધમાકેદાર ઈનિંગ કરીને વર્લ્ડ કપની પહેલી સદી ફટકારી હતી.

  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ
  • ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવેએ ઈંગ્લેન્ડના બોલરોને ધોયા
  • ફટકારી વર્લ્ડ કપની પહેલી સદી 

ક્રિકેટના મહાકૂંભ ગણાતા ક્રિકેટના વર્લ્ડ કપનો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ રમાઈ હતી. પહેલા બેટિંગ માટે ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 9 વિકેટમાં 282 રન કર્યાં હતા. જો રૂટે 86 બોલમાં સૌથી વધુ 77 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન જોસ બટલરે 43 રન અને જોની બેયરસ્ટોએ 33 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ફાસ્ટ બોલર મેટ હેનરીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે મિશેલ સેન્ટનર અને ગ્લેન ફિલિપ્સને 2-2 સફળતા મળી હતી. કેન વિલિયમસન આ મેચમાં નથી રમી રહ્યો. વિલિયમસનની ગેરહાજરીમાં વિકેટકીપર બેટ્સમેન ટોમ લાથમ ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ કરી રહ્યો છે. 

ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવેએ ઈંગ્લેન્ડના બોલરોને ધોયા
ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવેએ ઈંગ્લેન્ડના બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. ડાબોડી બેટ્સમેન કોનવેએ 83 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સદી પુરી કરી હતી, જે તેની વન ડે ઈન્ટરનેશનલ કારકિર્દીની પાંચમી સદી હતી. આ સાથે જ આ તેમનો પહેલો વર્લ્ડ કપ છે અને તેણે પહેલી જ મેચમાં સદી ફટકારી છે. કોનવે લાંબા સમયથી કિવી ટીમ માટે સતત રન બનાવી રહ્યો છે. તે દરેક ફોર્મેટમાં ટીમ સાથે સતત રમી રહ્યો છે અને દરેક ફોર્મેટમાં રન બનાવી રહ્યો છે. ખાસ વાત એ છે કે કેન વિલિયમસન આ મેચમાં નથી રમી રહ્યો, તેથી જવાબદારી તેના પર હતી કે તે ટીમને આગળ વધારે. તેમને 3 નંબર પર ઉતરેલા રચિન રવિન્દ્રએ સાથ આપ્યો હતો. તેઓ સદી ફટકારવાની પણ નજીક પહોંચી ગયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ