બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Conversion of 800 Muslim girls in Maharashtra, commotion after a letter in the name of RSS went viral

ધર્મ પરિવર્તન / મહારાષ્ટ્રમાં 800 મુસ્લિમ છોકરીઓનું ધર્માંતરણ, RSSને નામે ચિઠ્ઠી વાયરલ થતાં હડકંપ, જાણો શું છે સત્ય

Priyakant

Last Updated: 03:45 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Conversion Of Religion News: અમરાવતીમાં 800 મુસ્લિમ છોકરીઓના ધર્મ પરિવર્તનનું પેમ્ફલેટ વાયરલ થતાં હડકંપ, RSS દ્વારા પેમ્ફલેટ્સને નકલી ગણાવ્યા, સપા નેતાએ કહ્યું તપાસ કરાવો

  • અમરાવતીમાં 800 મુસ્લિમ છોકરીઓના ધર્મ પરિવર્તનનું પેમ્ફલેટ વાયરલ 
  • RSSના નામનું એક પેમ્ફલેટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ 
  • RSS દ્વારા  આવા કોઈપણ પેમ્ફલેટને નકલી ગણાવ્યા
  • સમાજવાદી પાર્ટી મહારાષ્ટ્રના નેતા અબુ આઝમીએ પેમ્ફલેટ્સને લઈ મોરચો ખોલ્યો
  • અમરાવતીમાં 800 મુસ્લિમ છોકરીઓના ધર્મ પરિવર્તન કેસની તપાસની  માંગ

મરાવતીમાં 800 મુસ્લિમ છોકરીઓના ધર્મ પરિવર્તનનું એક પેમ્ફલેટ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે, RSSના નામનું એક પેમ્ફલેટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જોકે RSSએ આવા કોઈપણ પેમ્ફલેટને નકલી ગણાવ્યા છે. આ તરફ હવે સમાજવાદી પાર્ટી મહારાષ્ટ્રના નેતા અબુ આઝમીએ આ પેમ્ફલેટ્સને લઈને મોરચો ખોલ્યો છે. તેમણે અમરાવતીમાં 800 મુસ્લિમ છોકરીઓના ધર્મ પરિવર્તન કેસની તપાસની પણ માંગ કરી છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે. આ અરાજકતાવાદી તત્વનો હાથ પણ હોઈ શકે છે જે RSS અથવા અન્ય હિન્દુ સંગઠનોને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે.

શું કહ્યું સપા નેતાએ ? 
સપા નેતા અબુ આઝમીએ જણાવ્યું કે, તેઓ આ પેમ્ફલેટને લઈને ગૃહમંત્રીને મળવા ગયા હતા, પરંતુ બેઠક થઈ શકી ન હતી. પરંતુ મામલો ગંભીર હોવાથી તેઓ ફરીથી ગૃહમંત્રી પાસે જશે. બીજી તરફ RSSના પ્રવક્તા સુનીલ આંબેકરે ટ્વિટર પર વાયરલ થયેલા પેમ્ફલેટને નકલી ગણાવ્યું છે. તેણે આ અંગે ટ્વિટ પણ કર્યું છે. સપા નેતા અબુ આઝમીએ કહ્યું કે, માત્ર મધ્ય પ્રદેશમાં જ નહીં મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારનું પેમ્ફલેટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

શું છે આ પેમ્ફલેટમાં ? 
આ પેમ્ફલેટ દ્વારા લેન્ડ જેહાદ અને લવ જેહાદના નામે વાતાવરણ ડહોળવા અને લોકોને ખોટા કામો કરવા ઉશ્કેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આવા પેમ્ફલેટ વહેંચવામાં આવી રહ્યા છે જેમાં મુસ્લિમ છોકરીઓને હિંદુ બનાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. સપા નેતા આશંકા છે કે, આની પાછળ હિંદુ સંગઠનોનો હાથ હોઈ શકે છે. આવું કૃત્ય હિંદુ સંગઠનોના નામે કોઈ અરાજક તત્વો દ્વારા કરવામાં આવે તે ખૂબ જ શક્ય છે. એટલા માટે તાત્કાલિક આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.

મારો ઉદ્દેશ્ય RSS કે અન્ય કોઈ પર આરોપ..... 
આ સાથે સપા નેતાએ કહ્યું કે, તેમનો ઉદ્દેશ્ય આરએસએસ અથવા અન્ય કોઈ પર આરોપ લગાવવાનો નથી, પરંતુ આ મુદ્દો પોતે જ એટલો ગંભીર છે કે, તેની તાત્કાલિક તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે, આ પેમ્ફલેટમાં લખવામાં આવ્યું છે કે, મુસ્લિમ છોકરીઓ સાથે કેવી રીતે સંપર્ક કરવો તેમની સાથે મિત્રતા કરવી અને તેમની સાથે શારીરિક સંબંધ કેવી રીતે બનાવવો? તેમણે કહ્યું કે, આ એ જ લોકો છે જે હિંદુ ગુસ્સાના નામે સતત રેલીઓ કરે છે અને ધર્માંતરણ સહિતના અન્ય આરોપો હેઠળ મુસ્લિમોને પરેશાન કરે છે.

અબુ આઝમીએ તપાસની કરી માંગ 
અબુ આઝમીએ કહ્યું કે, આ જ લોકોએ અકોલા અહમદનગરમાં પણ મુસ્લિમોને હેરાન કર્યા છે. તેમણે કહ્યું કે, તેમને લવ જેહાદ કાયદા સામે કોઈ વાંધો નથી, પરંતુ આ કાયદાની આડમાં બંધારણની મજાક ઉડાવવાનો વિરોધ થઈ રહ્યો છે. અબુ આઝમીએ કહ્યું કે. સોશિયલ મીડિયા પર આવા સંવેદનશીલ પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, એવા લોકો કોણ છે કેજેઓ આવા પેમ્ફલેટ વહેંચી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને મુસ્લિમ યુવતીઓને શિકાર બનાવવાની વાત કહેવામાં આવી છે.

મને પેમ્ફલેટ અંગે વાંધો, પણ ફરિયાદ કોને કરવી ? 
સપા નેતા અબુ આઝમીએ કહ્યું કે, તેમને આ પેમ્ફલેટ અંગે વાંધો છે, પરંતુ ફરિયાદ કોને કરવી. તેઓ ગૃહમંત્રીને મળવા ગયા હતા, પરંતુ મળ્યા ન હતા. અહીં કોઈ સાંભળવા તૈયાર નથી. આવી સ્થિતિમાં તેઓ ફરીથી ગૃહમંત્રી પાસે જશે. તેમણે કહ્યું કે, આ બધું ત્યારે થશે જ્યારે સરકાર પોતે કેરળ સ્ટોરી જેવી ફિલ્મોને પ્રમોટ કરશે. આ સાથે તેમણે કહ્યું કે, અમરાવતીમાં 800 છોકરીઓના ધર્મ પરિવર્તન કેસની તપાસ થવી જોઈએ. જો આમાં સત્ય હોય તો તેની પાછળ કોણ છે તે બહાર આવવું જોઈએ અને તેમની સામે પગલાં લેવા જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ