બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / Controversy over resignation of Sidsar Umiya Dham president escalates, two groups clash, decision to be taken on January 6

બેઠક / સિદસર ઉમિયા ધામના પ્રમુખના રાજીનામાનો વિવાદ વકર્યો, બે જૂથ સામસામા આવ્યાં, 6 જાન્યુઆરીએ થશે ફેંસલો

Vishal Khamar

Last Updated: 11:51 PM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં પકડાયેલ નકલી ટોકનાકામાં પાટીદાર અગ્રણીનાં દીકરાની સંડોવણી બહાર આવ્યા બાદ મામલો વધુ પેચીદો બની રહ્યો છે. આ મામલે રાજકોટ ખાતે કડવા પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી. જેમાં સમાજની બદનામી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.

  • રાજકોટમાં કડવા પાટીદાર સમાજની મળી મહત્વની બેઠક
  • સિદસર ઉમિયાધામના પ્રમુખના રાજીનામાને લઈ વિવાદ
  • રાજીનામા મુદ્દે પાટીદાર સમાજના 2 જૂથ આવ્યા સામ સામે
  • મનોજ પનારાના જૂથે જેરામ પટેલના રાજીનામાની કરી માગ

 રાજકોટમાં સમાજની વ્યાપક બદનામીના મુખ્ય મુદ્દા સાથે પાટીદાર અગ્રણીઓએ સંમેલન યોજ્યું હતું. સંમેલનમાં મનોજ પનારા સાથે ભરત લાડાણી જેમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. તેઓએ પણ ભાગ લીધો હતો.શહેરની આરવી સ્કૂલ ખાતે મહત્વની બેઠક મળી હતી. જેમાં મોરબીમાં ઝડપાયેલા નકલી ટોલનાકામાં સિદસરના ઉમિયાધામ પ્રમુખ જેરામ પટેલના પુત્ર અમરશીની સંડોવણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 

આજની બેઠકમાં આંદોલનના કાર્યક્રમ પર હાલ પુરતી રોક મુકવામાં આવી
રાજકોટમાં કડવા પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી હતી. બેઠકમાં સમાજની બદનામી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. ખાસ કરીને સિદસર સ્થિત ઉમિયાધામની બેઠક કે જે 6 જાન્યુઆરીના રોજ મળવાની છે. જેમાં પ્રમુખ પદેથી જેરામ પટેલ રાજીનામુ આપે તેવી ચર્ચા ચાલી રહી છે. જેને ધ્યાને લઈને આજની બેઠકમાં આંદોલનના કાર્યક્રમ પર હાલ પુરતી રોક મુકવામાં આવી છે. જો કે, રાજીનામુ નહીં આપે તો સૌરાષ્ટ્રભરના 22 તાલુકામાં બેઠક યોજાશે. સાથે જ જેરામ પટેલના રાજીનામાને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરવામાં આવશે. રાજીનામુ નહીં આપે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી. જેરામ પટેલના કાર્યકાળના 13 વર્ષના હિસાબની પણ માંગ કરાશે.

લાલજી પટેલે જયરામ પટેલનું સમર્થન કરતા બે જૂથ સામ સામે આવી ગયા
સૌરાષ્ટ્રના સિદસર ઉમિયાધામના પ્રમુખના રાજીનામાનો વિવાદ વધુ વકર્યો છે. ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલના રાજીનામા મુદ્દે પાટીદાર સમાજના 2 જૂથ સામસામા આવી ગયા છે. મનોજ પનારા જૂથે જેરામ પટેલના રાજીનામાની માંગ કરી છે. SPGના પ્રમુખ લાલજી પટેલે જેરામ પટેલનુ સમર્થન કરી રાજીનામાની વાતને વખોડીને દીકરાની ભૂલ પિતા શા માટે ભોગવે તેવો સવાલ ઉઠાવી ગણતરીના લોકોનો વિરોધ ચાલી ન શકે તેવુ નિવેદન કરતા વિવાદ વધુ વકરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જેરામ પટેલના દીકરાએ ભૂલ કરી છે પિતાએ નહીં તેમ જણાવી ગણતરીના લોકોનો વિરોધ ન ચાલી શકે તેવુ લાલજી પટેલે નિવેદન કરતાં બંને જૂથ સામસામા આવી ગયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ