બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Containment Zone 30% population Covid-19 infected India ICMR study

કોરોના વાયરસ / દેશના કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં 30 ટકા વસતી કોરોનાગ્રસ્ત થઇને આપોઆપ સ્વસ્થ થઇઃ ICMRનો અભ્યાસ

Hiren

Last Updated: 09:57 PM, 9 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વકરી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોનાની લડાઇ લડતી ICMR (Indian Council of Medical Research)એ એક સ્ટડી કરી છે. આ સ્ટડીના આંકડાઓ ચોંકાવનારા છે. જેમાં ખુલાસો થયો છે કે, દેશના કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં 30 ટકા વસતી કોરોનાગ્રસ્ત થઈને આપોઆપ સ્વસ્થ થઈ હોવાનું જાણવા મળ્યું છે. શું છે સમગ્ર વિગતો...

  • હાઇરિસ્કવાળા વિસ્તારોમાં કોરોનાના ફેલાવા અંગે રિસર્ચ કર્યું  
  • દેશમાં 15થી 30 ટકા વસતી કોરોનાની લપેટમાં આવી  
  • 30 ટકા જેટલા લોકો સંક્રમિત થઈને આપોઆપ સાજા થઈ ચુક્યા

દુનિયાભરમાં કોરોના વાયરસના 72 લાખ કેસ નોંધાઈ ચુક્યા છે અને હવે કોરોનાના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. ભારતમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ભારત કુલ કેસમાં છઠ્ઠા નંબર પર પહોંચી ચુક્યું છે. રોજ નવા કેસમાં પણ છેલ્લા ઘણા સમયથી ભારત ત્રીજા-ચોથા નંબર પર રહે છે. ભારતે કોરોનાના કેસમાં ચીન, ઇટલી, બ્રાઝિલ ફ્રાંસ, ઇરાન, તૂર્કી અને પેરુને પાછળ છોડી દીધા છે. આવા સમયે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRનો એક સર્વે સામે આવ્યો છે. કોરોના સામેની જંગમાં ભારતની સેનાપતિ બનેલી આ સંસ્થા એક રિસર્ચ કરી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હોટસ્પોટ અને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં રહેતા કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. કેટલાક કેસમાં તો આ લોકો સંક્રમિત થઈને ઠીક પણ થઈ ચુક્યા છે.

શું છે સર્વેનો ખુલાસો? 

ICMRએ વસતીના આધારે એક સર્વે કર્યો હતો. આ સ્ટડીના આંકડા હજુ જાહેર નથી કર્યા. જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સર્વેમાં આવી માહિતી સામે આવી છે કે, દેશમાં 15થી 30 ટકા વસતી કોરોનાની લપેટમાં આવી ચુકી છે. કોરોનાના સંક્રમણના સૌથી વધુ કેસ મુંબઇ, દિલ્હી, પૂણે, અમદાવાદ અને ઇન્દોરમાં છે. સર્વેમાં જાણવા મળ્યુ છે ભારતમાં અનેક લોકો એસિમ્પ્ટોમેટિક રીતે કોરોનાગ્રસ્ત થયા છે અથવા તો થઈને સાજા પણ થઈ ચુક્યા છે.

કેવી રીતે સર્વે થયો?  

ICMRની રિસર્ચ ટીમે આ સર્વે કરીને એ જાણવાનો પ્રયાસ ક્યો હતો કે, હાઇરિસ્કવાળા વિસ્તારોમાં કોરોના કેટલી હદે ફેલાયેલો હતો. આ માટે દેશના ટોપ 10 વધુ સંક્રમિત શહેરમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. મુંબઇ, ઠાણે, પુણે, અમદાવાદ, સુરત, દિલ્હી, કોલકાત્તા, ઇન્દોર, જયપુર અને ચેન્નઈના 10 કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી 500-500 રેન્ડમ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત 21 રાજ્યોના અન્ય 60 જિલ્લાઓમાંથી પણ 400-400 સેમ્પલ લેવામાં આવ્યા હતા. તમામ જિલ્લાઓને કોરોનાના પોઝિટિવ કેસના આધારે વહેંચવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ ગૃપ બનાવ્યા હતા. આ સર્વેમાં એન્ટીબોડી ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે કે લોકોના બલ્ડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.. આ લોકોના શરીમાં એન્ટીબોડીઝ બની છે કે નહીં તે તપાસવામાં આવ્યુ હતું. કારણ કે કોઈ વ્યક્તિના શરીરમાં વાયરસ પ્રવેશે છે તો આપોઆપ એન્ટીબોડીઝ બનવા લાગે છે. જેથી કોઈને લક્ષણવગરનો કોરોના થઈને જતો રહ્યો હોય તો પણ ખ્યાલ આવી શકે છે. આ રિસર્ચ તેના અંતિમ ચરણ પર છે. પરંતુ તેની અંદર ચોંકાવનારો ખુલાસો થયો છે. ભારતમાં કોરોનાના સંક્રમણના વાસ્તવિક આંકડા ચોંકાવનારા છે. કારણ કે, હોટસ્પોટ ઝોનમાં 15થી 30 ટકા લોકો સંક્રમણમાં આવી ચુક્યા છે. 

30 ટકા જેટલા લોકો સંક્રમિત થઈને આપોઆપ સાજા થઈ ચુક્યા છે તે વાત આડકતરી રીતે હર્ડ ઇમ્યુનિટીના સંકેત આપે છે. આંકડાની દ્રષ્ટિએ દેશ માટે ભયજનક સ્થિતિ કહી શકાય પરંતુ હર્ડ ઇમ્યુનિટીની બાબતમાં આ એક સારા સમાચાર કહી શકાય કે આટલી મોટી સંખ્યામાં લોકો આપોઆપ સાજા થઈ રહ્યા છે. હવે ભારતીયોના શરીરમાં કોરોનાની ઇમ્યુનિટી વિકસી રહી છે. ઓછા ટેસ્ટ થવાને કારણે ભલે સરકારી આંકડાઓ ઓછા છે પરંતુ કોરોનાનો ફેલાવો વધુ છે. એવામાં દેશ હવે ધીમે ધીમે હર્ડ ઇમ્યુનિટી તરફ આગળ વધી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ