બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Consuming turmeric is a panacea for any problem in the body

સ્વાસ્થ્ય / હળદરવાળું પાણી બદલી નાંખશે કાયા: વજન ઉતારવાથી લઈને સ્કીન-આંતરડા અને હૉર્મોન્સ માટે ખાસ

Pooja Khunti

Last Updated: 04:07 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Turmeric Water Benefits: હળદરનું સેવન શરીરની કોઈ પણ સમસ્યા માટે રામબાણ ઉપાય છે. દરરોજ હળદરવાળું પાણી પીવાથી હોર્મોન્સ થી લઈને સોજા અને ત્વચાની સમસ્યા દૂર થઈ જાય છે.

  • સાંધાનાં દુ:ખાવાથી આરામ મળે 
  • બ્લોટિંગની સમસ્યા દૂર થશે 
  • ત્વચા માટે ફાયદાકારક 

તમે હળદરનાં ગુણો વિશે ઘણું સાંભડયું હશે. તે એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદરૂપ થાય છે. ત્વચા પર હળદરનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે. શિયાળામાં હળદરવાળું દૂધ પીવાથી ઘણા ફાયદાઓ થાય છે. હળદરનાં વધુ ફાયદાઓ મેળવવા માટે તેને કેવી રીતે સેવન કરવું તે જાણ હોવી જોઈએ. જાણો હળદર પીવાની યોગ્ય રીત અને તેનાથી થતાં ફાયદાઓ વિશે. 

હળદરને  યોગ્ય રીતે સેવન કરવાની રીત 
દરેક ઘરની અંદર હળદરનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. તેનાથી શરીરને હળદરનું યોગ્ય પ્રમાણ મળી શકતું નથી. એટલા માટે હળદરવાળા પાણીનું સેવન કરવું જોઈએ. હળદરમાં એન્ટીઓક્સિડેન્ટ, એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટી ઈન્ફ્લામેટરી ગુણો હોય છે. જે ક્રોનિક બીમારીઓથી તમારું રક્ષણ કરે છે. 

આ રીતે બનાવો હળદરનું પાણી 
અડધી ચમચી હળદરને એક ગ્લાસ પાણીમાં ઉમેરો. આ પાણીને ઉકાળી લો. જ્યારે આ પાણી અડધું થઈ જાય ત્યારે તેમાં વરિયાળી ઉમેરો. હવે આ પાણીને ઠંડુ થવા દો. તેમાં મધ ઉમેરી તેનું સેવન કરી શકો. 

વજન ઘટશે 
દરરોજ હળદરવાળું પાણી પીવાથી વજન ઘટે છે. હળદરનું સેવન શરીરનાં સ્વાસ્થ્ય માટે સારું છે. 

હોર્મોન્સની સમસ્યા સમાપ્ત  
જે મહિલાઓને શરીરમાં હોર્મોન્સની સમસ્યા હોય તેમણે દરરોજ હળદરવાળું પાણી પીવું જોઈએ. તેનાથી પિરિયડ્સમાં થતાં દુ:ખાવા અને થાઈરોઈડ જેવી સમસ્યાઓથી રાહત મળે છે. 

સાંધાનાં દુ:ખાવાથી આરામ મળે 
હળદરમાં એન્ટીઓક્સિડેન્ટ, એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટી ઈન્ફ્લામેટરી ગુણો હોય છે. હળદરવાળા પાણીનું સેવન કરવામાં આવે તો સોજાથી રાહત મળે છે. તમને સાંધાનાં દુ:ખવાની સમસ્યા હોય તો તમારે હળદરવાળા પાણીનું સેવન કરવું જોઈએ. 

વાંચવા જેવું: TV જોતા-જોતા સૂઇ જવાની આદત હોય તો એલર્ટ! નહીં તો સપડાઇ જશો આ ગંભીર બીમારીમાં

બ્લોટિંગની સમસ્યા દૂર થશે 
સોજાનાં કારણે બ્લોટિંગની સમસ્યા થાય છે. હળદરવાળા પાણીનાં સેવનથી પાચન પ્રક્રિયા સારી બને છે. જેનાથી આંતરડામાં રહેલ સોજો દૂર થાય છે. 

ત્વચા માટે ફાયદાકારક 
હળદર શરીરને અંદરથી સ્વસ્થ બનાવે છે. જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને કોષ નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે. જેના કારણે ચહેરાની ત્વચા ગ્લો કરવા લાગે છે. આ સાથે તે એન્ટિ એજિંગ ક્રીમનું પણ કામ કરે છે. જેનાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ