બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Consuming peaches rich in nutrients is very beneficial for the body

આરોગ્ય / આ ફળને કંઇ જેવુંતેવું ન સમજતા, અનેક બીમારીઓ માટે છે રામબાણ, જાણો ફાયદા

Pooja Khunti

Last Updated: 08:49 AM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્વચાની ખાસ કાળજી લેવા માટે પીચનું સેવન શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. પીચ ખાવાથી સ્કિન ટોન સુધરે છે. પીચના ફૂલોનો રસ લગાવવાથી ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોની અસર થતી નથી.

  • પીચને સ્વાસ્થ્યનો ખજાનો કહેવામાં આવે છે
  • પીચ ખાવાથી સ્કિન ટોન સુધરે છે
  • પીચનું સેવન એલર્જીના લક્ષણો ઘટાડવામાં મદદરૂપ છે

પીચને સ્વાસ્થ્યનો ખજાનો કહેવામાં આવે છે. પોષક તત્વોથી ભરપૂર પીચનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફળ પ્લમ, જરદાળુ, ચેરી અને બદામની પ્રજાતિ છે. પીચને આહારમાં સામેલ કરીને ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. જાણો, પીચ ખાવાથી થતાં કેટલાક શ્રેષ્ઠ ફાયદાઓ વિશે. જેની મદદથી તમે તમારી જાતને ફિટ અને સ્વસ્થ રાખી શકો છો.

પોષક તત્ત્વોથી ભરપૂર
પીચ એન્ટીઓક્સિડેન્ટ અને ઉચ્ચ ફાઇબરનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. પીચમાં પ્રોટીન, કેલરી, વિટામિન C, વિટામિન A, વિટામિન E, વિટામિન K, કોપર અને મેંગેનીઝ ભરપૂર પ્રમાણમાં હોય છે. પીચનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર રહે છે.

પાચનમાં મદદરૂપ
ફાઈબરથી ભરપૂર પીચનું સેવન પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેના કારણે ખોરાક સરળતાથી પચી જાય છે. પીચ ખાવાથી આંતરડા પણ સ્વસ્થ રહે છે અને આંતરડા સંબંધિત રોગોનું જોખમ ઓછું થાય છે. 

હૃદયની તંદુરસ્તી સુધરશે
પીચ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે. પીચ લોહીના કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું રાખવામાં પણ મદદ કરે છે. જેના કારણે હ્રદય રોગનો ખતરો રહેતો નથી અને હૃદય સારી રીતે કાર્ય કરે છે. 

વાંચવા જેવું: બાજરીના રોટલાના પાંચ ફાયદા: શિયાળામાં હાર્ટ રહેશે હેલ્ધી, કંટ્રોલમાં આવશે ડાયાબિટીસ

ત્વચા રહેશે સુરક્ષિત
ત્વચાની ખાસ કાળજી લેવા માટે પીચનું સેવન શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. પીચ ખાવાથી સ્કિન ટોન સુધરે છે. પીચના ફૂલોનો રસ લગાવવાથી ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોની અસર થતી નથી. પીચ ત્વચાની ગાંઠોનું જોખમ પણ ઘટાડે છે. 

કેન્સર રહેશે દૂર 
પીચમાં હાજર એન્ટીઓક્સિડેન્ટ તત્વો પણ કેન્સરની શક્યતા ઘટાડે છે. પીચમાં કેન્સર વિરોધી તત્વો હોય છે. તે માત્ર ન શરીરને કેન્સરથી બચાવે છે પરંતુ તે કેન્સરના કોષો સામે લડવામાં પણ મદદરૂપ છે. જેના કારણે કેન્સરને સરળતાથી દૂર રાખી શકાય છે.

એલર્જી દૂર રહેશે
પીચનું સેવન એલર્જીના લક્ષણો ઘટાડવામાં મદદરૂપ છે. બળતરા વિરોધી તત્વોથી ભરપૂર પીચ, ઉધરસ, શરદી, છીંક અને ખંજવાળથી રાહત આપે છે. પીચ ખાવાથી શરીરમાં ચેપનું જોખમ પણ ઓછું થાય છે. 

બ્લડ શુગર લેવલ જળવાઈ રહેશે
ડાયાબિટીસના દર્દીઓ માટે રોજિંદા આહારમાં પીચનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. પીચ ખાવાથી બ્લડ શુગર લેવલ જળવાઈ રહે છે. પીચનું સેવન ડાયાબિટીસનો સામનો કરવા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ