બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Consuming more protein than required is dangerous for health

આરોગ્ય ટિપ્સ / જરૂરિયાતથી વધારે માત્રામાં પ્રોટીનનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક, ચેતી જજો, નહીં તો ગંભીર બીમારીમાં સપડાઇ જશો

Pooja Khunti

Last Updated: 10:34 AM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Protein: તમારું શરીર બીમારીઓનું ઘર ના બને તે માટે તમારે આહારમાં દરેક પ્રકારનાં પ્રોટીન અને મિનરલ્સનું સેવન કરવું જોઈએ. તે સાથે જાણો કે એક દિવસમાં આટલાં જ પ્રોટીનનું સેવન કરવું જોઈએ.

  • વધુ પ્રમાણમાં પ્રોટીનનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક
  • એક દિવસમાં આટલાં જ પ્રોટીનનું સેવન કરવું જોઈએ 
  • હાઇ પ્રોટીનનું સેવન કરતા લોકોને ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે

પ્રોટીન શરીર માટે જરૂરી અને ફાયદાકારક પોષક તત્વ છે. તમારા આહારમાં દરેક પ્રકારનાં પ્રોટીન અને મિનરલ્સ હોવા જ જોઈએ. નહીંતર શરીર બીમારીઓનું ઘર બની શકે છે.  ઘણી વાર લોકો આ વાતનાં ડરથી વધુ પ્રમાણમાં પ્રોટીનનું સેવન કરવા લાગે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. શરીરનાં કોષોનાં નિર્માણ માટે પ્રોટીન ખૂબજ જરૂરી છે પણ પ્રોટીનનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. 

આટલું પ્રોટીન એક દિવસમાં લો 
સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ દરેક વ્યક્તિનાં શરીરમાં પ્રોટીનનું પ્રમાણ અલગ-અલગ હોય છે. પુરુષોને દિવસમાં 56 ગ્રામ પ્રોટીન અને સ્ત્રીઓને 46 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. 

વધુ પ્રમાણમાં પ્રોટીનના સેવનથી આ બીમારીઓ થઈ શકે 

હાઇડ્રેશનની સમસ્યા 
હાઇ પ્રોટીનનું સેવન કરતા લોકોને ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. આવું એવા માટે થાય છે કારણકે પ્રોટીનને પાચન થતાં સમય લાગે છે. આ સાથે તે તમારા પાચન તંત્ર પર દબાણ કરે છે. 

થાક લાગે 
જો તમે જમવામાં પ્રોટીનની માત્રા વધારશો તો ફેટ અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું થઈ જશે. પ્રોટીનને પાચન થવાંમાં સમય લાગશે, જેના કારણે શરીરને તાત્કાલિક ઉર્જાની જરૂરિયાત પૂરી થશે નહીં. જેના કારણે તમને થાક લાગશે. 

ઝાડા થઈ શકે 
વધુ પ્રમાણમાં પ્રોટીનનું સેવન કરવાથી તમારું પાચન તંત્ર ખરાબ થઈ શકે છે. જેથી તમને ઝાડાની સમસ્યા પણ થઈ શકે છે. આ કારણે શરીરમાં પાણીનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે. 

વજન વધી શકે 
જો તમે વજન ઘટાડવા માટે પ્રોટીનનું સેવન કરતા હોય અને મસલ્સની એક્સરસાઇઝ નથી કરતાં તો એવામાં એકસ્ટ્રા પ્રોટીન શરીરમાં ફેટનાં રૂમમાં એક જગ્યાએ સંગ્રહ થઈ શકે છે. જેના કારણે વજન ઓછું થવાની જગ્યાએ વધવા લાગે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ