બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Construction of Naroda Patiya flyover will be started

ટ્રાફિક ઝંઝટ દૂર / અમદાવાદની ચમક વધશે: સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું હોળી બાદ શરૂ કરાશે નિર્માણ, 1.75 લાખ લોકોને થશે ફાયદો

Malay

Last Updated: 04:41 PM, 24 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોળીના તહેવાર બાદ શહેરના સૌથી લાંબા નરોડા પાટિયા ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ શરૂ કરવામાં આવશે. તંત્ર દ્વારા બ્રિજનો અંદાજિત ખર્ચ રૂ.233.03 કરોડનો રખાયો છે

 

  • હોળી બાદ તંત્રના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની ઈંટ મુકાશે
  • વર્કઓર્ડર અપાયા બાદ બ્રિજનું નિર્માણ ત્રણ વર્ષમાં થઈ જશે
  • ઓવરબ્રિજથી રોજના સવા બે લાખ વાહનચાલકોને ફાયદો થશે

અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા જટિલ બનતી જાય છે. એએમટીએસ-બીઆરટીએસ અને હવે મેટ્રો રેલ નાગરિકો માટે જાહેર પરિવહન સેવા ક્ષેત્રના વિકલ્પ બન્યા હોવા છતાં વધુને વધુ લોકો પોતાનાં અંગત વાહન વસાવી રહ્યા છે. બજારમાં ફોર વ્હીલર માટે પણ ઝીરો ટકા વ્યાજે અને સરળતાથી લોન ઉપલબ્ધ થતી હોઈ લોકો ટુ વ્હીલરના બદલે ફોર વ્હીલર વધુ પસંદ કરી રહ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં અમદાવાદના રોડ પર મોંઘીદાટ ફોર વ્હીલરની સંખ્યા સતત વધતી રહી છે, જેના પરિણામે પહોળા રોડ પણ સાંકડા બનતા જાય છે, જોકે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટ્રાફિકના સુગમ વ્યવહાર માટે વધુ ને વધુ બ્રિજ પ્રોજેક્ટ હાથ પર લેવાઈ રહ્યા છે. આનાથી ટ્રાફિક જામના પ્રશ્નના ઉકેલ માટે બ્રિજ વાહનચાલકોને રાહતરૂપ બની રહ્યા છે. હવે મ્યુનિ. સત્તાધીશોએ શહેરના સૌથી લાંબા નરોડા પાટિયા ફ્લાય ઓવરબ્રિજના નિર્માણનાં ચક્રો ગતિમાન કર્યાં છે. જો બધું સમુંસૂતરું પાર પડશે તો હોળી બાદ તંત્રના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની ઈંટ મુકાઈ જશે. અત્યારે 1.2 કિ.મી.ની લંબાઈ ધરાવતો અંજલી ફ્લાય ઓવરબ્રિજ શહેરનો સૌથી લાંબો બ્રિજ છે.

Topic | VTV Gujarati

કુલ 82 બ્રિજનો લાભ ઉઠાવી રહ્યા છે શહેરીજનો
અમદાવાદમાં વર્ષ 2000 સુધી આંગળીના વેઢે ગણાય તેટલા 21 બ્રિજ હતા, પરંતુ મ્યુનિ. સત્તાવાળાઓએ સતત દીર્ઘદૃષ્ટિ વાપરીને નિતનવા બ્રિજ પ્રોજેક્ટ છેલ્લા બે દાયકામાં હાથમાં લીધા છે, જેના કારણે અત્યારે શહેરીજનો કુલ 82 બ્રિજનો લાભ ઉઠાવી રહ્યા છે, જેમાં સૌથી વધુ 23 રેલવે ઓવરબ્રિજ છે, જ્યારે 19 ફ્લાય ઓવરબ્રિજ છે. નાગરિકોને 19 રેલવે અંડરપાસની સુવિધા પણ મળી રહી છે. સાબરમતી ઉપરના 10 રિવરબ્રિજ, ચંદ્રભાગા ઉપરના બે બ્રિજ, ખારી નદી ઉપરના બે બ્રિજ અને કેનાલ ઉપરના સાત બ્રિજનો લાભ પણ શહેરીજનોને મળી રહ્યો છે. 

કોન્ટ્રાક્ટર સાથે અંતિમ તબક્કાની વાટાઘાટ ચાલુ
શહેરના વાડજ જેવા ટ્રાફિકની અવરજવર માટે અતિમહત્ત્વના જંક્શન પર તંત્રે ફોર લેન ફ્લાય ઓવરબ્રિજ અને ટુ લેન અંડરપાસનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. વાડજ જંક્શન પર રૂ. 106 કરોડના ખર્ચે ફોર લેન ફ્લાય ઓવરબ્રિજ આકાર લેશે. આ પ્રોજેક્ટમાં તંત્રની ટેન્ડરિંગની પ્રક્રિયા હેઠળ સૌથી ઓછા ભાવના કોન્ટ્રાક્ટર સાથે અંતિમ તબક્કાની વાટાઘાટ ચાલી રહી હોઈ ટ્રાફિકની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ આ ફ્લાય ઓવરબ્રિજથી રોજના સવા બે લાખ વાહનચાલકોને ફાયદો થશે. 

જાણો બ્રિજની ખાસિયત
હવે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ શહેરનાં અન્ય મહત્ત્વપૂર્ણ જંક્શન નરોડા પાટિયાને આવરી લેતા ફ્લાય ઓવરબ્રિજ પ્રોજેક્ટનાં ચક્રો ગતિમાન કર્યાં છે. આ શહેરનો સૌથી લાંબો ફ્લાય ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે. નરોડા પાટિયા જંક્શનથી દેવી સિનેમાથી ગેલેક્સી જંક્શન ક્રોસ કરી સૂતરના કારખાના સુધી 2.78 કિ.મી. લંબાઈનો થવાનો છે, જેમાં 2x7.5 મીટર અને 2x10.5 મીટર લંબાઈનો ગેલેક્સીથી નરોડા પાટિયા, 7.50 મીટરનો બ્રિજ નરોડા પાટિયાથી કૃષ્ણનગરથી કાલુપુર બાજુ અને 5.50 મીટરની અપ એન્ડ ડાઉનની લેન દેવી સિનેમા, ગેલેક્સી અને નરોડા પાટિયા જંક્શન સાથે બનાવવાનું આયોજન કરાયું છે. બ્રિજની ઓવરઓલ પહોળાઈ 8.50 મીટરથી 21.50 મીટર સુધીની રહેશે. આ ફ્લાયઓવરમાં ગેલેક્સીથી નરોડા બાજુ અને નરોડા પાટિયાથી ગેલેક્સી 1:30 લોન્ગીટ્યુડિનલ ગ્રેડિએન્ટ રખાયો છે તેમજ ચડતી-ઊતરતી વિંગનો 1:25 લોન્ગીટ્યુડિનલ ગ્રેડિએન્ટ નક્કી કરાયો છે. ફ્લાય ઓવરબ્રિજમાં 2.5 ટકાનો ટ્રાન્સવર્સ સ્લોપનું આયોજન પણ કરાયું છે. વાહનચાલકો સરળતાથી અવરજવર કરી શકે તે માટે ડેક કન્ટિન્યૂટી ટાઇપના એક્સ્પાન્શન જોઇન્ટ કે જેમાં દર બે સ્પાને એક ડેક કન્ટિન્યૂટી એક્સ્પાન્શન જોઇન્ટ મુકાશે, જેમાં સ્ટ્રીપસીલ ટાઇપ એક્સ્પાન્શન જોઇન્ટ રહેશે. 

અમદાવાદથી હવે ગાંધીનગર પહોંચી શકાશે સડસડાટ, અમિત શાહે ​વૈષ્ણો દેવી ફ્લાય  ઓવરબ્રિજનું કર્યુું ઉદ્ઘાટન | Ahmedabad gets new bridge: Union Home  Minister Amit Shah ...
પ્રતિકાત્મક તસવીર
 

ત્રણ વર્ષમાં બ્રિજ લોકોપયોગી થશે
તંત્ર દ્વારા બ્રિજનો અંદાજિત ખર્ચ રૂ.233.03 કરોડનો રખાયો છે અને આ અંદાજિત રકમનું ટેન્ડર રૂ.197.98  કરોડનું થાય છે. લોએસ્ટ ભાવના કોન્ટ્રાક્ટરને વર્કઓર્ડર અપાયા બાદ બ્રિજનું નિર્માણ ત્રણ વર્ષમાં થઈ જશે.

આ પ્રોજેક્ટથી 1.75 લાખથી વધુ લોકોને લાભ મળશે
રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બ્રિજ પ્રોજેક્ટ હાથ ધરાયો હોઈ તે ધમધમતો થયા બાદ આશરે 1.75 લાખથી વધુ જનતાને તેનો લાભ મળશે. જંક્શન પર ચેનલાઇઝેશન અને ટ્રાફિક આઇલેન્ડ પણ બનાવાશે તેમજ બ્રિજ અંડર સ્પેસ ડેવલપમેન્ટનું પણ આયોજન કરાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ