બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / અમદાવાદ / 'Conjunctivitis' rampant, administrators in Ahmedabad appeal to parents to take their children home

અમદાવાદ / 'કન્જકટીવાઈટિસ'નો કહેર હવે છેક સ્કૂલો સુધી! અમદાવાદમાં સંચાલકો વાલીઓને ફોન કરી સંતાનોને ઘરે લઇ જવા કરે છે અપીલ, જાણો બચવાના ઉપાય

Priyakant

Last Updated: 04:23 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Conjunctivitis Viral In Ahmedabad News: શાળા સંચાલકોએ વાલીઓ માટે સ્પષ્ટ સૂચના જાહેર કરી છે કે આંખ આવી હોય તેવાં બાળકોને શાળાએ ન મોકલવાં

  • અમદાવાદ શહેરમાં કન્જક્ટિવાઈટિસના કેસોમાં સતત વધારો 
  • હાલમાં હોસ્પિટલમાં 40 ટકા દર્દીઓ આ રોગથી પીડિત
  • ઘરમાં સુકાતાં અડધાં ભીનાં કપડાંમાં રહેતા બેક્ટેરિયાથી પણ રોગ ફેલાઈ શકે

અમદાવાદ શહેરમાં અખિયાં મિલાકેના ટીખળી નામથી જાણીતા કન્જક્ટિવાઈટિસના કેસોમાં સતત વધારો થયો છે. હવે આ રોગ શાળામાં ભણતાં ભૂલકાંઓ સુધી પણ પહોંચી જતાં વાલીઓ અને શાળા સંચાલકોમાં ચિંતાનો માહોલ છે. એક વર્ગમાં ભણતાં અનેક બાળકોમાં આ રોગનો ચેપ લાગવાનો ભય ઊભો થયો છે, જેના કારણે શાળા સંચાલકોએ વાલીઓ માટે સ્પષ્ટ સૂચના જાહેર કરી છે કે આંખ આવી હોય તેવાં બાળકોને શાળાએ ન મોકલવાં, જેથી અન્ય બાળકોને તેનો ચેપ ન લાગે. આંખો આવવાના કેસો વધતાં સ્કૂલના ટીચર્સ સાવચેતીના ભાગરૂપે સાદાં ચશ્માં કે ગોગલ્સ પહેરીને સ્કૂલમાં આવી રહ્યા છે.   

આજે શહેરની કેટલીક શાળાઓમાં કેજીનાં બાળકો તેમજ આંખમાં ખંજવાળની ફરિયાદ કરનાર અને લાલ આંખવાળા અન્ય વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સ્કૂલમાંથી વાલીઓને ફોન કરીને પોતાનાં સંતાનોને ઘરે લઇ જવા માટે જણાવાઈ રહ્યું છે, જેથી વાલીઓ તરત જ સ્કૂલે પહોંચીને બાળકને ઘરે લઇ આવ્યા હતા. અખિયાં મિલાકે નામે જાણીતા થયેલા આંખનો રોગ વરસાદ દરમિયાન ઘરમાં સૂકવેલાં અને અડધાં ભીનાં કપડાંથી પણ પ્રસરી શકે છે. શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થયાના થોડા દિવસ દરમિયાન જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા બાદ હવે કન્જક્ટિવાઇટિસના રોગમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં હોસ્પિટલમાં આવતા દર્દીમાંથી 40 ટકા જેટલા દર્દીમાં આંખ આવવાના રોગના જોવા મળી રહ્યા છે. સતત વધી રહેલા કન્જક્ટિવાઇટિસ રોગના કારણે ડોક્ટર્સ સાવચેત રહેવા માટે જણાવી રહ્યા છે.

વરસાદની સીઝનમાં આંખમાં દેખાય લાલાશ કે બળતરા થાય તો હળવાશમાં ન લેતા, હોઈ શકે  છે આ બીમારીનો સંકેત | Know about the conjunctivitis types and symptoms

ઘરમાં સુકાતાં અડધાં ભીનાં કપડાંમાં રહેતા બેક્ટેરિયાથી પણ રોગ ફેલાઈ શકે
બેક્ટેરિયાના કારણે એકથી બીજી વ્યક્તિમાં ઝડપથી પ્રસરતો આ રોગ ઘરમાં સૂકવવામાં આવતાં અડધાં ભીનાં રહેતાં કપડાંમાં રહી જતા બેક્ટેરિયાથી પણ ફેલાઇ શકે છે, જેથી ચોમાસાની સિઝનમાં કપડાં પૂરેપૂરાં સુકાઇ જાય તેની તકેદારી રાખવી જરૂરી છે એટલું જ નહિ, કન્જક્ટિવાઇટિસના દર્દીએ વાપરેલી વસ્તુ કે કપડાંના ઉપયોગથી પણ આ રોગ અન્યમાં ફેલાતો હોય છે. ઘરમાં કોઇ વ્યકિતને કન્જક્ટિવાઇટિસ થયો હોય તેનાં કપડાં સાથે સૂકવેલાં બીજાં કપડાંમાં બેક્ટેરિયા ઝડપથી પ્રસરે છે, જેથી દર્દીનાં કપડાં ભલે જુદાં રાખ્યાં હોય છતાં આ ચેપ ફેલાય છે.

વરસાદની સીઝનમાં આંખમાં દેખાય લાલાશ કે બળતરા થાય તો હળવાશમાં ન લેતા, હોઈ શકે  છે આ બીમારીનો સંકેત | Know about the conjunctivitis types and symptoms

‘પિંક આઈઝ’માં જો ચેપ તીવ્ર હોય તો આંખના પારદર્શક પટલ કે આંખને હાનિ થઈ શકે છે
‘પિંક આઈઝ’ તરીકે ઓળખાતા આ રોગમાં જો ચેપ તીવ્ર હોય તો આંખના પારદર્શક પટલ કે આંખને હાનિ થઈ શકે છે, છતાં જો તકેદારી રાખવામાં આવે તો શરદીની જેમ ખાસ ટ્રીટમેન્ટ વિના થોડા દિવસોમાં તેમાંથી રાહત મળી શકે છે. શહેરમાં જ નહીં, પરંતુ રાજ્યનાં ઘણાં શહેરોમાં આંખો આવવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આંખો આવવી એ સામાન્ય અને જૂની બીમારી છે. આંખો આવે એટલે આંખોમાં પાણી આવવું, આંખો લાલ થવી, આંખોમાં સોજા અને ખંજવાળ આવે છે. આંખો આવે એટલે કોઇ ઘરગથ્થુ ઇલાજ ન કરતા, નજીકની કોઇ પણ હોસ્પિટલમાં જવું જરૂરી છે.

લક્ષણો અને કાળજી 
આંખમાંથી પાણી પડવું, આંખ લાલ થવી, આંખમાં ચીપડા વળવા, આંખમાં દુખાવો અને પાંપણ પર સોજો આવે તેમજ યોગ્ય સારવારના અભાવે આંખની કીકી પર ચાંદી કે સોજો આવી જતાં દૃષ્ટિને નુકસાન થાય છે. વરસાદમાં કપડાંમાં બેક્ટેરિયા મરી જાય તેવા લિક્વિડનો ઉપયોગ કરવો, ઘરમાં સૂકવેલાં કપડાં સંપૂર્ણ સુકાય તેની કાળજી રાખવી, દર્દીનાં કપડાં અલગ ધોવાં અને અલગ જગ્યાએ મૂકવાં, નિયમિત દવા નાખવી, આંખને વધુ અડકવું નહિ, નિયમિત દવાથી ત્રણ દિવસમાં રોગ કંટ્રોલમાં આવે અને અઠવાડિયામાં મટી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ