બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Congress to file review application challenging the decision to release the convicted

કાયદાકીય / રાજીવ ગાંધી હત્યાકાંડ મામલે એક્શનમાં કોંગ્રેસ, 6 દોષિતોના છૂટકારા મામલે SCના ચુકાદાને પડકારશે

Vaidehi

Last Updated: 05:36 PM, 21 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજીવ ગાંધી હત્યાકાંડનાં 6 દોષિયોની જામીન કરવાનાં સુપ્રીમ કોર્ટનાં નિર્ણયને પડકારવાની તૈયારીમાં કોંગ્રેસ પાર્ટી છે. પાર્ટીએ સુપ્રીમ કોર્ટનાં નિર્ણય પર પુન:વિચાર કરવા માટે અરજી દાખલ કરવાનો નિર્ણય લીધો છે.

  • રાજીવ ગાંધી હત્યાકાંડ મુદે કોંગ્રેસ લેશે એક્શન
  • 6 ગુનેગારોની મુક્તિનાં વિરોધમાં પાર્ટી
  • SCનાં આ નિર્ણયને કોંગ્રેસ પડકારશે

રાજીવ ગાંધીનાં હત્યારોની મુક્તિની સામે કોંગ્રેસ પાર્ટીએ અવાજ ઊઠાવ્યો છે. હવે પાર્ટી સુપ્રીમ કોર્ટનાં નિર્ણયને પડકારવાની તૈયારીમાં છે. પાર્ટી ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટેને પોતાના નિર્ણય પર પુન:વિચાર કરવા માટે અરજી દાખલ કરીશે. આ પહેલાં પણ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને પોતાના નિર્ણય પર પુન: વિચાર કરવા માટે વિનંતી કરતી અરજી લખી હતી. સુપ્રીમ કોર્ટે જ રાજીવ ગાંધી હત્યાકાંડમાં દોષી સાબિત થયેલા 6 લોકોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. 

કેન્દ્ર સરકારે પણ કોર્ટને કરી હતી અરજી
કેન્દ્રએ પોતાની અરજીમાં લખ્યું કે કેન્દ્ર સરકારને પોતાની વાત કહેવાનો યોગ્ય અવસર આપ્યાં વિના દોષિતોની મુક્તિનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રએ કહ્યું કે સુનાવણી દરમિયાન પ્રક્રિયાત્મક ચૂક રહી છે જેના કારણે આ કેસમાં કેન્દ્ર સરકારની ભાગેદારી ના બરાબર છે. કેન્દ્રએ તેને 'ન્યાય આપવામાં વિફળતા' કહ્યું છે. 

સુપ્રીમ કોર્ટએ આપ્યો હતો આદેશ
સુપ્રીમ કોર્ટે ગયાં અઠવાડિયે આ 6 ગુનેગારોને મુક્તિ આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ ગુનેગારો પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીનાં હત્યાકાંડનાં કેસમાં ઉંમરકેદની સજા ભોગવી રહ્યાં હતાં. રાજીવને 1991માં તમીલનાડુનાં શ્રીપેરૂમબુદુમાં એક ચૂંટણીની રેલીમાં બોમ્બથી ઊડાડી દેવામાં આવ્યાં હતાં જેમાં તેમનું મૃત્યુ થયું હતું.

જેલમાં 30 વર્ષથી વધુ સમય કાઢ્યો
કોર્ટે માન્યું હતું તે ગુનેગારોએ 30 વર્ષથી પણ વધારે સમય જેલમાં વિતાવ્યો છે અને સજા દરમિયાન તેમનું વર્તન પણ યોગ્ય રહ્યું છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે અન્ય દોષી એ.જી.પેરારિવલનને તો પહેલાં જ મુક્તિ આપી હતી. તે પણ પહેલા ઉંમર કેદની સજા ભોગવી રહ્યાં હતાં. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ ગુનેગારો પ્રતિ નરમ અભિગમ રાખ્યો હતો જેના કારણે તેમની મુક્તિને વધુ બળ મળ્યું હતું. જો કે કેન્દ્ર સરકારની સાથે કોંગ્રેસ પાર્ટીએ પણ ગુનેગારોની મુક્તિનાં વિરોધમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ