બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Congress party's statement came out with the support of 3 Congolese leaders on the Jaysukh Patel issue

મોરબી બ્રિજ દુર્ઘટના / જયસુખ પટેલ મુદ્દે કોંગ્રેસમાં ઘમાસાણ: કોંગી 3 નેતાએ સપોર્ટ કરતાં સામે આવ્યું કોંગ્રેસ પક્ષનું નિવેદન, જુઓ અમિત ચાવડાએ શું કહ્યું?

Priyakant

Last Updated: 04:08 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morbi Bridge Collapse Case News: કોંગ્રેસ નેતાના જયસુખ પટેલના સમર્થન અંગે અમિત ચાવડાએ કહ્યું, 3 નેતાઓના નિવેદન સાથે અમે સંમત નથી, કોંગ્રેસ પક્ષ જયસુખ પટેલના બચાવના પક્ષમાં નથી

  • કોંગ્રસેના 3 નેતાઓ દ્વારા જયસુખ પટેલના સમર્થનનો મામલો
  • કોંગ્રેસ નેતાના જયસુખ પટેલના સમર્થન અંગે અમિત ચાવડાની પ્રતિક્રિયા
  • કોંગ્રેસ પક્ષ જયસુખ પટેલના બચાવના પક્ષમાં નથીઃ અમિત ચાવડા
  • 3 નેતાઓના નિવેદન સાથે અમે સંમત નથીઃ અમિત ચાવડા
  • જયસુખ પટેલનુ સમર્થન તેમની વ્યક્તિગત લાગણી હોઈ શકેઃ અમિત ચાવડા
  • સહી કરીને મંજૂરી આપી હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએઃ અમિત ચાવડા

Morbi Bridge Collapse Case : મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં જેલમાં બંધ જયસુખ પટેલને સમર્થન આપનાર કોંગ્રેસના 3 નેતાઓ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કોંગ્રેસ નેતાના જયસુખ પટેલના સમર્થન અંગે કહ્યું કે, કોંગ્રેસ પક્ષ જયસુખ પટેલના બચાવના પક્ષમાં નથી. આ સાથે અમિત ચાવડાએ ઉમેર્યું કે, 3 નેતાઓના નિવેદન સાથે અમે સંમત નથી. અમિત ચાવડાએ કહ્યું કે, જયસુખ પટેલનુ સમર્થન તેમની વ્યક્તિગત લાગણી હોઈ શકે છે. 

તાજેતરમાં જ કોંગ્રેસના લલીત કગથરા સહિતના 3 નેતાઓએ મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં જેલમાં બંધ જયસુખ પટેલને સમર્થન આપતું નિવેદન આપ્યું હતું. જેને લઈ લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. આ તરફ હવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડાએ કોંગ્રેસ નેતાઓના જયસુખ પટેલને સમર્થન કરતાં નિવેદનને તે નેતાઓની વ્યક્તિગત લાગણી ગણાવી છે. આ સાથે કોંગ્રેસ પક્ષ જયસુખ પટેલના બચાવના પક્ષમાં નથી તેવું અમિત ચાવડાએ ઉમેર્યું હતું. 

કોંગ્રેસ નેતાના જયસુખ પટેલના સમર્થન અંગે અમિત ચાવડાએ કહ્યું કે, 3 નેતાઓના નિવેદન સાથે અમે સંમત નથી. જયસુખ પટેલનુ સમર્થન તેમની વ્યક્તિગત લાગણી હોઈ શકે છે. આ સાથે સહી કરીને મંજૂરી આપી હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેમ અમિત ચાવડાએ ઉમેર્યું હતું. અમિત ચાવડાએ કહ્યું કે, ભ્રષ્ટાચાર ગેરરીતીના કારણે ગુજરાતના લોકોએ ભોગવવુ પડ્યુ છે. કોઈપણ સંજોગોમાં જે પણ જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અમિત ચાવડાએ કહ્યું કે, સરકારની ગુનાહીત બેદરકારીના કારણે લોકોના જીવ ગયા, જવાબદાર એન્જીનીયર, મંજૂરી આપવા વાળા સામે તપાસ થાય. મહત્વનું છે કે, જયસુખ પટેલ મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં જેલમાં છે.

લલિત કગથરાનુ નિવેદન
કોંગ્રેસ નેતા લલિત કગથરાએ જણાવ્યું કે, આ જે કંઈ પરિસ્થિતિ છે, મોરબીમાં જે દૂર્ઘટના બની છે ત્યારથી મારી એક જ વાત હતી કે, સરકાર આ દુર્ઘટના મામલે જયસુખભાઈને હોળીનું નાળિયેર બનાવી રહી છે. તે દિવસે પણ મેં કિધુ હતું કે, જયસુખ પટેલ નિર્દોષ છે, દોશીઓને પકડો, કલેક્ટર જે તે સમયના તેમજ ચીફ ઓફિસરોને જેમણે પરમિશન આપી છે તેમને પકડો. જે લોકો સામે આજ તારીખ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. વધુમાં કહ્યું કે, એસ આઈ ટી એટલે કોણ ગુજરાત સરકારે રચેલી છે. તે ધારે એ તપાસ કરી શકે છે. તે તપાસમાં જયસુખભાઈને દોષી બતાવ્યા છે. 

'સરકાર જયસુખભાઈને ખોટી રીતે ફીટ કરી રહી છે'
જયસુખ પટેલની તરફેણ કરતા લલિત કગથરાએ કહ્યું કે, હું સ્પષ્ટ પણે એવું માનું છું કે, જયસુખ લાલને એવી કોઈ ટિકિટની અભરખા નોહતા. જયસુખભાઈએ અને તેમના પિતાએ કરોડો રૂપિયાના દાન કર્યા છે. જયસુખભાઈ કમાવવા માટે મોટિવ નહતા. મોરબીને વારસાઈમાં જે ઝુલતો પૂલ મળ્યો હતો. તેમણે મોરબીની અસ્મિતા બચાવવા માટે ઝૂલતા પૂલમાં પૈતાના પૈસા રોક્યા હતા. આ મોરબીને તેમણે ભેટ આપી હતી. કમનસીબે દૂર્ઘટના બની હતી. આ સરકાર જયસુખભાઈને ખોટી રીતે ફીટ કરી રહી છે હું સ્પષ્ટ માનું છું કે જયસુખભાઈ નિર્દોષ છે - નિર્દોષ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ