બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Congress MP Rahul Gandhi again targeted BJP, BJP will not be in power forever

નિવેદન / 2014માં અમે શહેરોમાં ચૂક કરી એટલે પાછળ રહી ગયા, પણ કોઈ એમ વિચારતું હોય કે...: લંડનમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 03:59 PM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીએ કહ્યું, અમે ગ્રામીણ ક્ષેત્ર પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા અને અમે શરૂઆતમાં શહેરી ક્ષેત્રને ચૂકી ગયા તે હકીકત, હંમેશા સત્તામાં નહીં રહે ભાજપ

  • કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી ભાજપ પર સાધ્યું નિશાન 
  • રાહુલ ગાંધીએ કહ્યું, હંમેશા સત્તામાં નહીં રહે ભાજપ 
  • કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે તેવું કહેવું  હાસ્યાસ્પદ વિચાર: રાહુલ ગાંધી
  • અમે ગ્રામીણ ક્ષેત્ર પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા: રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપ અને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સોમવારે (6 માર્ચ) લંડનમાં કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી (BJP)ને વિશ્વાસ છે કે, તે ભારતમાં હંમેશા સત્તામાં રહેશે, પરંતુ એવું નથી અને કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે તેવું કહેવું એક હાસ્યાસ્પદ વિચાર છે.

રાહુલ ગાંધીએ તેમના યુકે પ્રવાસના છેલ્લા દિવસે મોટું નિવેદન આપ્યું છે. સોમવારે સાંજે ચૅથમ હાઉસ થિંક ટેન્ક ખાતે એક ઇન્ટરેક્ટિવ સત્રને સંબોધતા રાહુલ ગાંધીએ કોંગ્રેસની આગેવાની હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારની નિષ્ફળતા પાછળના કારણો પણ સમજાવ્યા. રાહુલ ગાંધીએ કહ્યું, જો તમે આઝાદીથી લઈને અત્યાર સુધીનો સમય જુઓ તો કોંગ્રેસ પાર્ટી મોટાભાગનો સમય સત્તામાં રહી છે. ભાજપ 10 વર્ષ સત્તામાં હતી તે પહેલાં અમે 10 વર્ષ સત્તામાં હતા. ભાજપને એવું માનવું ગમે છે કે તે ભારતમાં સત્તામાં આવી છે અને કાયમ સત્તામાં રહેશે, એવું નથી.

રાહુલ ગાંધીએ કહ્યું 2014માં યુપીએ ક્યાં ચૂકી હતી? 
આ સાથે કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ ભારતમાં થઈ રહેલા ફેરફારો તરફ ધ્યાન દોર્યું જેણે કોંગ્રેસ અને યુપીએ સરકારોને આશ્ચર્યચકિત કરી દીધી હતી, જેમ કે ગ્રામીણમાંથી શહેરી તરફ સ્થળાંતર. તેમણે કહ્યું, અમે ગ્રામીણ ક્ષેત્ર પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા અને અમે શરૂઆતમાં શહેરી ક્ષેત્રને ચૂકી ગયા તે હકીકત છે. પરંતુ એવું કહેવું કે ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ ગઈ છે તે ખરેખર હાસ્યાસ્પદ વિચાર છે.

ભાજપે પણ રાહુલ પર કર્યા પ્રહારો 
ભારતીય જનતા પાર્ટીએ પણ રાહુલ ગાંધીના પ્રહારોનો જવાબ આપ્યો છે. ભાજપે રાહુલ ગાંધી પર ચીનના વખાણ કરતા વિદેશી ધરતી પર ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે કહ્યું, ભારત સાથે દગો ન કરો, રાહુલ ગાંધીજી. ભારતની વિદેશ નીતિ સામેના વાંધાઓ એ મુદ્દાની તમારી નબળી સમજણનો પુરાવો છે. તમે વિદેશની ધરતી પરથી ભારત વિશે જે જૂઠ ફેલાવ્યું છે તેના પર કોઈ વિશ્વાસ કરશે નહીં. અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ પોતાની નિષ્ફળતાઓ છુપાવવાના ષડયંત્રના ભાગરૂપે વિદેશી ધરતી પરથી ભારતને બદનામ કરવાનો આશરો લીધો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ