બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Congress high command in action after forming government in Karnataka

BIG NEWS / ગુજરાત કોંગ્રેસમાં ગમે તે સમયે મોટા ફેરબદલના એંધાણ: દિગ્ગજોના કપાશે પત્તાં, આ નેતાને મળી શકે છે જવાબદારી

Malay

Last Updated: 12:43 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Big news about Gujarat Congress: કર્ણાટકમાં સરકાર બન્યા બાદ કોંગ્રેસ હાઇકમાન્ડ એક્શનમાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાઇકમાન્ડ ગમે તે ઘડીએ બદલી શકે છે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને પ્રભારી.

 

  • ગુજરાત કોંગ્રેસમાં નવા-જૂનીના એંધાણ
  • ગુજરાત કોંગ્રેસના કોણ હશે નવા અધ્યક્ષ?
  • પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારીના નામ પર ચર્ચા

ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારી બદલવા જઈ રહ્યું છે. હાઈકમાન્ડ ગમે તે ઘડીએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને બદલાવશે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યું છે. કર્ણાટક કોંગ્રેસની સરકાર બન્યા બાદ હવે કોંગ્રેસ હાઇકમાન્ડ એક્શનમાં આવ્યું છે. 

પરેશ ધાનાણીનું નામ સૌથી આગળ
OBC નેતા વિપક્ષ બનતા કોંગ્રેસ હાઇકમાન્ડ પાટીદાર ચહેરાને પ્રદેશ અધ્યક્ષ બનાવે તેવી સંભાવના દેખાઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની રેસમાં પરેશ ધાનાણીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.  સિનિયરને પ્રમુખ પદની જવાબદારી અપાઈ તો અર્જુન મોઢવાડીયા અથવા શક્તિસિંહ ગોહિલ પણ પ્રમુખ બની શકે છે. 

વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકારને લીધી આડેહાથ | Paresh Dhanani  strikes the government
પરેશ ધાનાણી (કોંગ્રેસ નેતા)

દિપક બાબારીયા સહિત આ નામો પણ ચર્ચામાં
આ ઉપરાંત એવી પણ ચર્ચા ચાલી રહી છે કે હાઇકમાન્ડ કોઈ નવા ચહેરાને પ્રદેશ અધ્યક્ષ પદની જવાબદારી સોંપી શકે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે નવા ચેહરામાં 3 નામોની ચર્ચા ચાલી રહી છે. દિપક બાબરીયા, લાલજી દેસાઈ અને ડો. જીતુ પટેલના નામને લઈને ચર્ચા ચાલી રહી છે. દિપક બાબરીયા સંગઠનના અનુભવી અને હાઇકમાન્ડના નજીકના વ્યક્તિ ગણાય છે.
બાબરીયાને કર્ણાટકમાં બહુમતી મળ્યા બાદ મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. કર્ણાટકમાં મુખ્‍યમંત્રીનું કોકડુ ઉકેલવા કોંગ્રેસે દિપક બાબરીયાને જવાબદારી સોંપી હતી.

પરેશ ધાનાણીને અધ્યક્ષ બનાવવા માટેના કારણો 
1. પાટીદાર યુવા ચેહરો 
2. સૌરાષ્ટ્ર અને સુરત પર પ્રભુત્વ 
3. સૌરાષ્ટ્ર અને સુરત પર પ્રભુત્વને કારણે AAP પાર્ટી સામે મજબૂત ચેહરો 
4. ખોડલધામ સાથે સારા સબંધો 
5. આમ આદમી પાર્ટીમાં પાટીદાર યુથ ગત ચૂંટણીમાં મોટી સંખ્યામાં જોડાયું 
6. પાટીદાર વોટ બેન્ક અને AAPમાં ગયેલ વોટબેંક પરત લાવવાનો પણ ધાનાણી સારો વિકલ્પ

શંકાના દાયરામાં, ખુદ સરકાર'ગુજરાતમાં હજારો દર્દીઓની સંખ્યા છુપાવવા,  કોરોનાના ટેસ્ટ ઘટાડાયાઃ ધાનાણી | coronavirus gujarat government congress  leader paresh dhanani
પરેશ ધાનાણી

મોઢવાડિયાના પ્રમુખ બનવાના કારણો 
1. કોંગ્રેસના સિનિયર લીડર 
2. ભૂતકાળમાં પ્રદેશ અધ્યક્ષ અને નેતા વિપક્ષ રહી ચુક્યા છે 
3. સંગઠનનો બહોળો અનુભવ 
4. વિધાનસભાની ચૂંટણીમાં પોતાની સીટ બચાવવા સફળ રહ્યા 
5. કોંગ્રેસના સૌરાષ્ટ્રના ઓબીસી ચેહરાની છબી 

મોઢવાડિયા દિલ્હીના કોંગ્રેસના નેતાઓ પર એવાં બગડ્યાં, રાહુલ-સોનિયા ગાંધીની  ઊંઘ ઉડી જશે | Congress leader arjun modhwadia tweet controversy National  Congress leaders
અર્જુન મોઢવાડિયા

શક્તિસિંહ ગોહિલના પ્રમુખ બનવાના કારણો 
1. કોંગ્રેસના રાજ્યસભાના સંસદ 
2. કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે નિકટના સબંધ 
3. સંગઠન ઉપર સારી પકડ 
4. કોંગ્રેસના ધારદાર વક્તા 
5. કોંગ્રેસની સરકારમાં માજી મંત્રી અને નેતા વિપક્ષ પણ રહી ચુક્યા છે 
6. 2 રાજ્યોના પ્રભારી અને સફળ રાજકીય રણનીતિકાર છે શક્તિસિંહ ગોહિલ, 34 વર્ષથી રાજકારણમાં છે

Shaktisinh Gohil visited at Bhavnagar
શક્તિસિંહ ગોહિલ

દિપક બાબરીયાના પ્રમુખ બનાવના કારણો 
1. સંગઠનનો મોટો અનુભવ 
2. મધ્યપદેશમાં પ્રભારી તરીકેની નિભાવી ચુક્યા છે જવાબદારી 
3. દીપક બાબરીયા ગાંધી પરિવારના ખાસ નજીકના નેતા ગણાય છે
4. બાબરીયા કોંગ્રેસ હાઈકમાન્ડના નજીકના વ્યક્તિ 
5. કર્ણાટકમાં મુખ્‍યમંત્રીનું કોકડુ ઉકેલવા કોંગ્રેસે ગુજરાતના દિપક બાબરીયાને જવાબદારી સોંપી હતી 
6. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની કમલનાથ CM બન્યા ત્યારે બાબરીયા હતા પ્રભારી

દિપક બાબરીયા

લાલજી દેસાઈના પ્રમુખ બનવાના કારણો 
1. ગુજરાત કોંગ્રેસના ઓબીસી સમાજના નેતા 
2. રાષ્ટ્રીય રાજનીતિમાં કોંગ્રેસના કાર્યકર 
3. કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ 
4. ભારત જોડો યાત્રા વખતે લાલજી દેસાઈની મહત્વની ભૂમિકા


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ