બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Complaint of fraud through fake web site in the name of OLX

ઓનલાઈન ફ્રોડ / OLXના નામ પર ખરીદી કરતા લોકો ચેતી જજો, ગાંધીનગર સાયબર ક્રાઈમની તપાસમાં થયો મોટો ખુલાસો

Shyam

Last Updated: 07:28 PM, 11 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે OLXના માધ્યમથી છેતરપિંડી આચરવાની ઘટનાઓ સાયબર ક્રાઈમના ધ્યાને આવી, OLXના નામે છેતરપિંડી આચરવાના રાજ્યમાં 26 ગુના દાખલ કરાયા છે

  • OLXના નામે નકલી વેબ સાઈટ પર છેતરાતા લોકો
  • સાયબર ક્રાઈમે ફરિયાદ આધારે કરી તાબડતોબ કાર્યવાહી
  • 8 હજાર 462 જેટલી સાઈટ્સ OLXના નામે ખોટી મળી આવી

સાયબરના ગુનાઓનું પ્રમાણ ગુજરાતમાં દિવસેને દિવસે વ્યાપક બની રહ્યું છે. લોકોને છેતરવા માટે અલગ-અલગ પેતરા અપનાવવામાં આવી રહ્યાં છે ત્યારે હવે OLXના માધ્યમથી છેતરપિંડી આચરવાની ઘટનાઓ સાયબર ક્રાઈમના ધ્યાને આવી છે. OLXના નામે છેતરપિંડી આચરવાના રાજ્યમાં 26 ગુના દાખલ કરાયા છે. ગુનેગારોને શોધવા સાયબર ક્રાઈમ સક્રિય બન્યું છે. કેટલીક વેબસાઇટો પર ખોટી અને લોભામણી જાહેરાતો આપીને લોકોને છેતરવા માટે કારસો રચી રહ્યાં છે. OLX કંપનીના ભળતાં નામે બનાવાતી હોવાનું સાયબર ક્રાઈમને ધ્યાને આવ્યું છે. 

રાજ્યના અલગ-અલગ વિસ્તારમાંથી અલગ-અલગ પ્રકારની કુલ 952 જેટલી છેતરપિંડી OLXના નામે થઈ હોવાની ફરિયાદો આવી છે. તેવા સંજોગોમાં 8 હજાર 462 જેટલી સાઈટ્સ OLXના નામે ખોટી મળી આવી છે, જેને સાયબર સેલ દ્વારા બંધ કરાવી છે. આર્થિક નુક્સાનીનો સામનો ન કરવો પડે તેવા સંજોગોમાં સતર્કતા જરૂરી છે. ટેક્નોલોજીના આ યુગમાં ઓનલાઈન ખરીદી કરતી વખતે સાવધાની રાખવી જોઈએ.

આવી ખોટી તથા લોભામણી સાઈટ્સ OLX કંપનીના ભળતાં નામે બનાવાતી હોવાનું સાયબર ક્રાઈમને ધ્યાને આવ્યું છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારમાંથી અલગ-અલગ પ્રકારની કુલ 952 જેટલી છેતરપીંડી OLXના નામે થઈ હોવાની ફરિયાદો આવી છે. જો કે આ અંગે જ્યારે સાયબર સેલ દ્વારા તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો તેવા સંજોગોમાં 8,462 જેટલી સાઈટ્સ ખોટી મળી આવી હતી. જેને સાયબર સેલ દ્વારા બંધ કરાવાઈ છે. બીજી તરફ અળગ-અલગ એવી 26 ઘટનાઓમાં સાયબર ક્રાઈમ દ્વારા ગુના નોંધી અને ઈ-ચાંચિયાઓ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે.

આ પ્રકારની ઘટનાઓમાં ભોગ બની અને આર્થિક નુક્સાનીનો સામનો ન કરવો પડે તેવા સંજોગોમાં અનેકગણી સતર્કતા રાખવી જરૂરી બની જાય છે. સાયબર નિષ્ણાતો પણ અનેકવાર સુચનો કરતાં હોય છે કે ઓનલાઈન ખરીદી કરતી વખતે કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ ? સાથે જ ચૂકવણી કરતી વખતે પણ કેવી બાબતોને ધ્યાને લેવી જોઈએ ?

ઓનલાઈન ખરીદી વખતે સસ્તાં ભાવે સારું મેળવાની લ્હાયમાં લોકો એવી ભૂલ કરી બેસતાં હોય છે કે, જેના કારણે આજીવન પસ્તાવો કરવાનો વારી આવી ચડે છે અને આર્થિક નુક્સાનીનો ભોગ બનવું પડે છે. ત્યારે સતર્કતા એ જ સાચી સમજદારીના સુત્ર અનુસરી અને ટેક્નોલોજીના આ યુગમાં ઓનલાઈન ખરીદી કરતી વખતે સાવધાની રાખવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ