બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Complaint against 32 people in the incident of stone pelting on a procession in Kheralu

મહેસાણા / ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાના બનાવમાં 32 શખ્સો સામે ફરિયાદ, થયો પૂર્વઆયોજિત કાવતરાનો ખુલાસો

Vishal Khamar

Last Updated: 02:06 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાને ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાને લઈ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. ગત રોજ સાંજે બનેલી ઘટનામાં નામ જોગ 32 શખ્શો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

  • મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાને લઈ ફરિયાદ
  • ગઈકાલે સાંજે બનેલી ઘટનામાં નામજોગ 32 શખ્સો સામે ફરિયાદ
  • ફરિયાદી PSI અને અન્ય એક વ્યક્તિને પણ પહોંચી છે ઈજા

મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાને લઈ ખેરાલુ પોલીસ દ્વારા પથ્થરમારાને લઈ ફરિયાદ નોંધવામાં આવી છે. ગઈકાલે સાંજે બનેલી ઘટનામાં નામજોગ 32 શખ્શો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.  આ સમગ્ર ઘટનામાં ખેરાલુ PSI  જે.કે.ગઢવી ફરિયાદી બન્યા છે. આરોપીઓએ કાવતરૂ રચીને પથ્થરમારો કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ ઘાતક હથિયારોથી હુમલો થયાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. ફરિયાદી પીએસઆઈ અને અન્ય એક વ્યક્તિને પણ ઈજા પહોંચી છે. 

ગતરોજ ખેરાલુમાં શોભાયાત્રા નીકળી હતી
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ખુણે ખુણે તેની ઊજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણાના ખેરાલુમાં પણ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન ખેરાલુ કડીયા બજારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બની હતી. શોભાયાત્રા બજારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પર રહેલી અમુક મહિલાઓ દ્વારા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના કેટલાક ચોંકાવનારા વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં કેટલાક લોકો પથ્થરમારો કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક મહિલાઓ પણ પથ્થરમારો કરી રહ્યા છે. 

શોભાયાત્રા પર ગત રોજ પથ્થરમારો કર્યો હતો
મહેસાણાના ખેરાલુમાં પણ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન ખેરાલુ કડીયા બજારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બન્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. શોભાયાત્રા બજારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પર રહેલી અમુક મહિલાઓ દ્વારા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના કેટલાક ચોંકાવનારા વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં કેટલાક લોકો પથ્થરમારો કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક મહિલાઓ પણ પથ્થરમારો કરી રહ્યા છે. 

વધુ વાંચોઃ અયોધ્યામાં રામજીના આગમનથી હનુમાનજીને આવ્યા હરખના આંસુ! અમરેલીમાં ચમત્કારનો દાવો, ભક્તો ભાવવિભોર

ધાબા પરથી મહિલાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો  હતો
મળતી માહિતી પ્રમાણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની યાત્રા ખેરાલુની કડીયા બજાર વિસ્તારમાંથી પ્રસાર થઈ રહી હતી. ત્યારે ધાબા પરથી મહિલાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અનેક યુવાનોએ પણ યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ