બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / અમદાવાદ / cng and png gas price hike in Gujarat

ભાવમાં ભડકો / પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં ધરખમ વધારો, જુઓ ગુજરાતીઓને કેટલામાં પડશે

Khyati

Last Updated: 11:21 AM, 24 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યની જનતા પર મોંઘવારીનો ડબલ એટેક, પેટ્રોલ ડીઝલ બાદ CNG-PNGના ભાવમાં ભડકો

  • અદાણી દ્વારા CNGનો ભાવ 74.59 રૂપિયા થયો 
  • ગુજરાત ગેસમાં પ્રતિ કિલોનો ભાવ 70.53 રૂપિયા થયો
  • PNGના ભાવમાં રુ.4નો વધારો 

મોંઘવારીનો માર સામાન્ય જનતા પર ભૂંડી રીતે અસર વર્તાવી રહ્યો છે. દૂધ, ચા, કોફી અને મેગી બાદ રોજીંદી વસ્તુઓના ભાવ પણ વધવા લાગ્યા છે. ગ્રાહકોને હવે દૈનિક વપરાશમાં લેવાતી વસ્તુઓ માટે ખિસ્સા વધારે ઢીલા કરવા પડી શકે છે. ઘઉં, પામોલિન ઓયલ અને પેકેજીંગ ફુડ સહિતના સામાનના ભાવમાં ઉછાળાથી એફએમસીજી કંપનીઓએ પોતાના ઉત્પાદનની કિંમતોમાં વધારો કરી રહી છે.   આટલુ ઓછુ હોય તેમ પેટ્રોલના ભાવ તો ઘટવાનું નામ જ નથી લેતા. રોજબરોજ પેટ્રોલના ભાવ બિલ્લી પગે વધી રહ્યા છે ત્યારે હવે વધુ એક ફટકો વાહનચાલકોને પડશે. કારણ કે સીએનજી ગેસના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે.

અદાણી દ્વારા CNGના ભાવમાં વધારો

પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જે લોકો સીએનજીનો વપરાશ કરતા હતા તેઓને થોડી રાહત હતી. કારણ કે પેટ્રોલની સરખામણીએ સીએનજીના ભાવ ઓછા હતા. પરંતુ આ રાહત પણ બહુ ન રહી. આખરે સીએનજીભાવમાં પણ વધારો થઇ ગયો. અદાણી ગેસ દ્વારા સીએનજી ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા એક કિલોનો ભાવ 73.09 પ્રતિ કિલો હતો જે હવે વધીને 74.59 પ્રતિ કિલો થયો છે.

ગુજરાત ગેસે પણ ભાવ વધાર્યો

ગુજરાત ગેસ દ્વારા સીએનજી ગેસના ભાવમાં રૂપિયા 3નો વધારો કરવામાં આવ્યો છે. એટલે હવે પ્રતિ કિલો ગેસનો ભાવ જે 67.53 હતો તે વધીને 
70.53 રૂપિયા થઇ ગયો છે.  આવામાં  હવે સ્કૂલ વાન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કોરોનાને કારણે અઢી વર્ષથી શાળા બંધ હતી . ધંધો હતો નહી અને હવે શાળા શરુ થઇ તો સીએનજીના ભાવ વધી ગયા.  વાલીઓ પણ વધારે ભાડાને કારણે વાનમાં વિદ્યાર્થીઓને મોકલતા અચકાય છે. આવક  ઓછી અને ખર્ચા વધારે હોવાથી ઘરનું પણ કેવી રીતે પુરુ કરવું ?
 

ગૃહિણીઓને ફટકો

 ગુજરાત ગેસ દ્વારા પીએનજી ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ યુનિટ 4 રૂપિયાનો ધરખમ વધારો ઝીંકી દેવાયો છે. એક તરફ ગૃહિણીઓની ફરિયાદ છે કે રાંધણગેસમાં સબસીડી મળતી નથી તો બીજી તરફ પીએનજીના ભાવમાં દિવસ જાય તેમ વધારો થઇ રહ્યો છે. આવી મોંઘવારીમાં  ઘર કેવી રીતે ચલાવવુ તેના ફાંફા પડી રહ્યા છે. રસોડાની  દરેક વસ્તુઓ મોંઘી થઇ ગઇ છે તેમાં પણ વળી બાળકોની ફી, શાળાની વાનનું ભાડુ. આ તમામના ભાવ આસમાને પહોંચતા સામાન્ય નાગરિકે ઘર કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

એક તરફ પેટ્રોલ અને ડીઝલમાં પણ બિલ્લી પગે ભાવ વધારો નોંધાઇ રહ્યો  છે.  છેલ્લા બે દિવસથી પેટ્રેલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા ભાવ વધારાની વાત કરીએ તો પેટ્રોલમાં 80 પૈસા જ્યારે ડીઝલમાં 82 પૈસાનો વધારો ઝીંકાયો હતો. જે સાથે પેટ્રોલનો નવો ભાવ  96.67 અને ડીઝલનો ભાવ 90.73 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે. એટલે કે  પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ અંતર રહ્યું નથી. એક તરફ લોકોની આવક ઘટી રહી છે તો બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જરુરી તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ