ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
દેશમાં બેરોજગારી દર ઓગસ્ટમાં એક વર્ષના ટોચ પર 8.3 ટકા પર પહોંચી ગયો છે. આ દરમિયાન રોજગાર ગત મહિનાની સરખામણીમાં 20 લાખથી ઘટીને 39.46 કરોડ રહી ગયો. સેન્ટર ફોર મોનિટરિંગ ઈંડિયન ઈકોનોમીના આંકડા અનુસાર, જૂલાઈમાં બેરોજગારી દર 6.8 ટકા પર હતો તથા રોજગાર 39.7 કરોડ હતો. સીએમઆઈઈના મેનેજમેન્ટ ડિરેક્ટર મહેશ વ્યાજે જણાવ્યું હતું કે, શહેરી બેરોજગારી દર મોટા ભાગે ગ્રામિણ બેરોજગાર દરથી ઉંચ્ચો એટલે કે, આઠ ટકા રહે છે. જ્યારે ગ્રામિણ બેરોજગારી દર લગભગ સાત ટકા હોય છે. તેમણે કહ્યું કે, ઓગસ્ટમાં શહેરી બેરોજગારી દર વધીને 9.6 ટકા અને ગ્રામિણ બેરોજગારી દર વધઈને 7.7 ટકા થઈ ગયો છે.
સીએમઆઈઈના રિપોર્ટ અનુસાર, હરિયાણામાં 37.3 ટકા બેરોજગારી દરની સાથે સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ છે. ત્યાર બાદ જમ્મુ કાશ્મીર 32 ટકા અને રાજસ્થાન 31 ટકાના નંબર પર આવે છે. ઝારખંડમાં 17.3 ટકા અને ત્રિપુરામાં 16.3 ટકા લોકો બેરોજગાર છે. તો વળી ગોવા અને બિહારમાં પણ રોજગારના મામલે પછાત છે.
ADVERTISEMENT
| રાજ્ય | બેરોજગારી દર |
| છત્તીસગઢ | 0.4 |
| દિલ્હી | 8.2 |
| ગોવા | 13.7 |
| ગુજરાત | 2.6 |
| હરિયાણા | 37.3 |
| હિમાચલ પ્રદેશ | 7.3 |
| જમ્મુ કાશ્મીર | 32.8 |
| ઝારખંડ | 17.3 |
| કર્ણાટક | 3.5 |
| કેરલ | 6.1 |
| મધ્ય પ્રદેશ | 2.6 |
| મહારાષ્ટ્ર | 2.2 |
| મેઘાલય | 2.0 |
| ઓડિશા | 2.6 |
સીએમઆઈઈના મેનેજમેન્ટ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, અનિયમિત વરસાદના કારણે અમુક પ્રવૃતિઓ પ્રભાવિત થઈ અને તે ગ્રામિણ ભારતમાં બેરોજગારી દર વધવાનું એક કારણ છે. દેશના ગ્રામિણ ક્ષેત્રોમાં બેરોજગારી દર જૂલાઈમાં 6.1 ટકાથી વધીને ઓગસ્ટામાં 7.7 ટકા થઈ ગયો, તેમાંથી પણ મહત્વની વાત એ છે કે રોજગાર દર 37.6 ટકાથી ઘટીને 37.3 ટકા પર આવી ગયો. મહેશ વ્યાસે જણાવ્યું છે કે, આગળ જતાં ગ્રામિણ બેરોજગારી દરમાં ઘટાડો આવી શકે છે કારણ કે, ચોમાસામાં મોડુ થવાના કારણે છેલ્લે ખેતીની પ્રવૃતિઓ વધી. જો કે, એ સ્પષ્ટ નથી કે, આવનારા મહિનામાં શહેરી બેરોજગારી દર કેવો હશે. હાલમાં તે ખૂબ વધારે છે.
ADVERTISEMENT
આંકડા અનુસાર, ઓગસ્ટ દરમિયાન હરિયાણામાં સૌથી વધારે 37.3 ટકા બેરોજગારી દર હતો, ત્યાર બાદ જમ્મુ કાશ્મીરમાં બેરોજગારી દર 32.8 ટકા, રાજસ્થાનમાં 31.4 ટકા, ઝારખંડમાં 17.3 ટકા અને ત્રિપુરામાં 16.3 ટકા હતો. આંકડાથી જાણવા મળે છે કે, છત્તીસગઢમાં બેરોજગારી દર સૌથી ઓછો 0.4 ટકા, મેઘાલયમાં બે ટકા, મહારાષ્ટ્રમાં 2.2 ટકા અને ગુજરાત તથા ઓડિશામાં 2.6 ટકા રહ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો