બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / વિશ્વ / અન્ય જિલ્લા / CM Bhupendra Patel reached Singapore after completing his tour of Japan

વાઇબ્રન્ટ ગુજરાત / જાપાનનો પ્રવાસ પૂર્ણ કરી સિંગાપોર પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગમંત્રી સાથે કરી બેઠક: આગામી બે દિવસમાં અનેક અગ્રણીઓને વાઇબ્રન્ટ સમિટ માટે અપાશે આમંત્રણ

Priyakant

Last Updated: 02:45 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vibrant Gujarat Global Summit 2024 Latest News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલીગેશન સાથે જાપાનનો પ્રવાસ પૂર્ણ કરી શુક્રવારે સિંગાપોર પહોંચ્યું,  સિંગાપોરમાં વિવિધ અગ્રણીઓ સાથે CM યોજશે બેઠક

  • CM ભૂપેન્દ્ર પટેલ પ્રતિનિધિ મંડળ સાથે વિદેશ પ્રવાસે 
  • CM ભૂપેન્દ્ર પટેલ જાપાનનો પ્રવાસ પૂર્ણ કરી સિંગાપોર પહોંચ્યા 
  • સિંગાપોરમાં ઉદ્યોગમંત્રી સાથે CMની બેઠક 
  • 2 દિવસમાં સિંગાપોરમાં વિવિધ અગ્રણીઓ સાથે CM યોજશે બેઠક 
  • વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સંદર્ભે વિવિધ ઉદ્યોગકારોને CM આપશે આમંત્રણ

Vibrant Gujarat Global Summit 2024 :રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલીગેશન સાથે હાલ જાપાનનો પ્રવાસ પૂર્ણ કરી શુક્રવારે સિંગાપોર પહોંચ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન અને સમિટમાં સિંગાપોરની સહભાગીતા પ્રેરિત કરવા આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોર પ્રવાસનો પ્રારંભ સિંગાપોરના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર યુત ગેન કિમ યોંગ સાથેની મુલાકાત બેઠકથી કર્યો હતો. 

ભુપેન્દ્ર પટેલે ત્યારબાદ સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના ચીફ ટેકનોલોજી ઓફિસર સોપનેન્દુ મોહંતી તેમજ સિંગાપોર બિઝનેસ ફેડરેશનના CEO યુત પ્રસુન મુખર્જી અને ડેલીગેશન સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે સિંગાપોરના વેપાર અને ઉદ્યોગ મંત્રી ગેન કિમ યોંગ સાથે મુલાકાત દરમિયાન સિંગાપોર અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય વેપાર- વણજ અને રોકાણો અંગે ચર્ચા કરી હતી.  

શું કહ્યું મુખ્યમંત્રીએ ? 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના આપેલા વિઝનને સાકાર કરવામાં ગુજરાત અગ્રણી રાજ્ય છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાત વિકાસનું રોલ-મોડેલ બન્યું છે એમ પણ તેમણે કહ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં રીન્યુઅલ એનર્જી, ઇલેક્ટ્રીક વ્હીકલ્સ, સેમિકન્ડક્ટર, ફૂડ પ્રોસેસિંગ, ડેરી પ્રોડક્ટ જેવા ઈમર્જિંગ સેક્ટરમાં મૂડી રોકાણ લાવવા માટે સરકાર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મુખ્યમંત્રીએ ગુજરાતના લોજિસ્ટિક સેક્ટરની ઉપયોગિતા સંદર્ભે જણાવ્યું કે, ગ્લોબલી કનેક્ટેડ મલ્ટિપલ લોકેશન્સ અને લાંબી કોસ્ટ લાઈનને કારણે ગુજરાત ભારતનું લોજિસ્ટિક હબ તરીકે ઉભરી રહ્યું છે. મુખ્યમંત્રીએ સિંગાપોરના ઉદ્યોગ અને વેપાર મંત્રીને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

સિંગાપોરના વેપાર અને ઉદ્યોગ મંત્રીએ શું કહ્યું ? 
બેઠક દરમિયાન મંત્રી ગેન કીમે જણાવ્યું કે, ભારતમાં વિકાસની અપાર સંભાવનાઓ રહેલી છે અને સિંગાપોરની કંપનીઓ ભારત સરકારના સહયોગથી કામ કરવા તત્પર છે. તેમણે કહ્યું કે, સિંગાપોરને સાઉથ ઇસ્ટ એશિયા રિજનમાં ફ્રુટ, વેજીટેબલ્સ અને ડેરી પ્રોડક્ટ માટેનું હબ બનાવવા માટે ગુજરાત જેવા સક્ષમ રાજ્ય સાથેનો સહયોગ તેમના માટે લાભદાયી બનશે. તેમણે ગુજરાત ડેલીગેશનને સિંગાપોર પોર્ટની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું સાથે જ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવાની તત્પરતા દર્શાવી હતી.

સિંગાપોર મોનેટરી ઓથોરીટી સાથે બેઠક  
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના ચીફ ટેક્નોલોજી ઓફિસર સોપનેન્દુ મોહંતી સાથે પણ બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના વિકાસ અને ગુજરાતમાં રોકાણની સંભાવનાઓ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીમાં કાર્યરત સિંગાપોરની કંપનીઓની સફળ કામગીરી ગુજરાત-સિંગાપોરના વધતા સંબંધોનું મુખ્ય પરિબળ હોવાનો મત આ બેઠક દરમ્યાન વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ સોપનેન્દુ મોહંતીને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું હતું.

સિંગાપોર બિઝનેસ ફેડરેશન(SBF)ના પ્રતિનિધિઓ સાથે મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોર બિઝનેસ ફેડરેશન(SBF)ના પ્રતિનિધિઓ સાથે મુલાકાત બેઠક યોજી હતી. SBFના સી.ઈ.ઓ. કોક પિંગ સુન, વાઈસ ચેરમેન(સાઉથ એશિયા બિઝનેસ ગ્રુપ) પ્રસુન મુખર્જી, બ્લેકસ્ટોન સિંગાપોરના ગૌતમ બેનરજી વગેરે આ બેઠકમાં સહભાગી થયા હતાં. ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં SBFની સક્રિય સહભાગીતાને આવકારી હતી. બેઠક દરમિયાન થયેલી ચર્ચામાં SBFના પ્રતિનિધિઓએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ-શોમાં ભાગ લેવાની તેમની ઉત્સુકતા વ્યક્ત કરી હતી અને તે વિશે ચર્ચા-પરામર્શ કર્યા હતા. મુખ્યમંત્રીએ SBF પ્રતિનિધિઓને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવ રાજકુમાર સહિત ગુજરાત ડેલિગેશનના સભ્યો જોડાયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ