બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / climate clock launch earths temperature will change after just six years

ક્લાઈટમેટ ક્લોક / આવી રહી છે મહાવિનાશની ઘડી, આવી રીતે એકદમ જ હાઇ થઈ જશે ધરતીનું તાપમાન, બસ હવે છ વર્ષ..!

Manisha Jogi

Last Updated: 08:33 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક એવી ઘડિયાળ પણ છે, જે મહાવિનાશની જાણકારી આપે છે- ક્લાઈમેટ ક્લોક. જળવાયુ પરિવર્તનને કારણે કુદરતી આપત્તિઓમાં વધારો થઈ રહ્યો છે.

  • મહાવિનાશની જાણકારી આપતી ઘડિયાળ.
  • જળવાયુ પરિવર્તનને કારણે પર્યાવરણને નુકસાન.
  • જળવાયુ પરિવર્તનથી ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે.

સમગ્ર વિશ્વ માટે જળવાયુ પરિવર્તન એક પડકાર બની ગયો છે. જળવાયુ પરિવર્તનને કારણે કુદરતી આપત્તિઓમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે ભવિષ્યમાં ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે. એક એવી ઘડિયાળ પણ છે, જે મહાવિનાશની જાણકારી આપે છે- ક્લાઈમેટ ક્લોક (Climate Clock). છ વર્ષ 90 દિવસ અને 22 કલાકમાં ધરતીનું તાપમાન 1.5 ડિગ્રી વધી જશે. 

દિલ્હીમાં ગ્લોબલ ક્લાઈમેટ ક્લોક લોન્ચ
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈનડોર સ્ટેડિયમમાં સોલાર મેન ઓફ ઈન્ડિયા ડૉ.ચેતન સોલંકી અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ક્લાઈમેટ ક્લોક લોન્ચ કરી છે. સોલાર મેનના એનર્જી સ્વરાજ ફાઉન્ડેશન તરફથી ગ્લોબલ ક્લાઈમેટ ક્લોક એસેમ્બલી ડિસપ્લેમાં ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હીની તમામ શાળાના વિદ્યાર્થીઓ અને કોર્પોરેટ વર્લ્ડના લોકો શામેલ થયા હતા. એશિયા બુક ઓફ રેકોર્ડમાં આ ઈવેન્ટને સ્થાન આપવામાં આવ્યું છે. આ દરમિયાન 559 ઘડિયાળને એસેમ્બલ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. 

ક્લાઈમેટ ક્લોકની વિશેષતા શું છે?
આ દરમિયાન સોલાર મેન સોલંકીએ જણાવ્યું કે, વિશ્વના અનેક લોકોને જળવાયુ પરિવર્તનના જોખમ વિશે જાણકારી નથી. આ જોખમ ક્યારે ત્રાટકશે તે વિશે જાણ હોવી જરૂરી છે. આ કારણોસર ક્લાઈમેટ ક્લોક લોન્ચ કરવામાં આવી રહી છે. 

વર્ષ 2030માં શું થશે??
સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોએ સંશોધન પરથી જણાવી રહ્યા છે કે, ધરતીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે. રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, વર્ષ 2030 સુધીમાં ધરતીનું તાપમાન 1.5 ડિગ્રી સુધી વધી જશે. આ પ્રકારે થાય તો તેની આપણાં પર ઊંધી અસર થશે. 

ક્લાઈમેટ ક્લોક શું કામ કરશે?
વૈશ્વિક સ્તરે ઉત્સર્જન અને તાપમાન ડેટાનો એક બેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ક્લાઈમેટ ક્લોક તમને ગ્લોબલ વોર્મિંગ સુધી પહોંચવામાં કેટલો સમય બાકી છે, તે જાણવામાં મદદ કરશે. તે અનુસાર 6 વર્ષ 90 દિવસ 22 કલાકમાં ધરતીનું તાપમાન 1.5 ડિગ્રી સુધી વધી જશે, જેની જનમાનસ પર અસર થશે. વર્ષ 2030 સુધીમાં આ તમામ પરિસ્થિતિનો સામનો કરવો પડશે અને જે સમય નક્કી થયો છે, તે સમયે આ ઘડિયાળ બંધ થઈ જશે. 

લોકોને જાગૃત કરી શકાય!
લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા માટે ડૉ.સોલંકી ત્રણ વર્ષથી બસમાં જ રહે છે. દેશના અલગ અલગ સ્થળોએ હજારો કિલોમીટરની યાત્રા કરી છે. ડૉ. સોલંકી જણાવે છે કે, ‘પર્યાવરણને આપણી નહીં, પરંતુ આપણને પર્યાવરણની જરૂર છે. આ કારણોસર માત્ર સમિટ કરવાથી નહીં, પરંતુ આપણે આ બાબત પર કામ પણ કરવું જોઈએ.’

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ