બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / Citizens of the country are praying and reciting Hanuman Chalisa for the successful landing of Chandrayaan-3

હમ હોંગે કામયાબ / યજ્ઞ-હવન કરી ઠેર ઠેર પ્રાર્થનાઓ, અવનવી રંગોળીઓ, ગરબાની મોજ, ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે ઉત્સુક ગુજરાત

Dinesh

Last Updated: 04:20 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Landing : ભારતનું ચંદ્રયાન ચંદ્ર પર ઈતિહાસ રચવાની તૈયારીમાં છે ત્યારે ચંદ્રયાન-3ના સફળ લેન્ડીંગ માટે દેશના નાગરિકો પ્રાર્થના તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરી મિશન સફળ બનાવવા પ્રાર્થના કરી રહ્યાં છે.

  • ભારતનું ચંદ્રયાન- 3 ચંદ્ર પર ઈતિહાસ રચવાની તૈયારીમાં
  • દેશવાસીઓ ચંદ્રયાન-3ના સફળ લેન્ડીંગ માટે કરી રહ્યાં છે પ્રાર્થના
  • લેન્ડિંગની સાથે જ આજે ભારત દેશનું ગૌરવ વિશ્વમાં વધશે

ચંદ્રયાન 3ની માહિતી : ભારતનું ચંદ્રયાન-3 ચંદ્ર ધરતી પર સોફ્ટ લેન્ડીંગ કરીને ઈતિહાસ રચવાનું છે. ચંદ્ર મૂળ પૃથ્વીમાંથી છૂટો પડેલો ઉપગ્રહ છે. આજે વિશ્વ આખાની નજર ભારતના ચંદ્રયાન પર છે. દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3નું લેન્ડિંગ દેશની પ્રતિષ્ઠા વધારશે. વૈશ્વિક અવકાશ બજારમાં ભારતનો હિસ્સો વધશે. ગગનયાન (માનવ અવકાશ મિશન) માટે પ્રોત્સાહન વધશે. આદિત્ય (સૂર્ય મિશન) માટે પણ આત્મવિશ્વાસ વધશે.   જેને લઈ સમગ્ર દેશમાં અનોખો માહોલ સર્જાયો છે તેમજ ઠેર ઠેર ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે

ચંદ્રયાન-3ના સફળ લેન્ડીંગ માટે પ્રાર્થના
ઘાટલોડિયામાં શિવપુરાણ કથામાં ચંદ્રયાન-3ના સફળ લેન્ડીંગ માટે પ્રાર્થના તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરી મિશન સફળ બનાવવા પ્રાર્થના કરાઈ રહી છે.

સોસાયટીના લોકો દ્વારા હવનનું આયોજન 
ચંદ્રયાન-3ને લઈને વૈજ્ઞાનિકો સાથે લોકોમાં પણ અનેરો આંનદ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ચંદ્રનગર સોસાયટીના લોકો દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ માટે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. ચંન્દ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ માટે વિજ્ઞાન અને ભક્તિનો સમન્વય જોવા મળી રહ્યો છે. સોફ્ટ લેન્ડિંગ માટે દવા સાથે દુવાઓ પણ થઈ રહીં છે.

પ્રાર્થના સાથે મહાપૂજા 
ચંદ્રયાન- 3ની મંગલ સફળતા માટે સોમનાથ નજીક જુના સોમનાથ મંદિરમાં સોમપુરા બ્રાહ્મણો મહાપૂજા કરાઈ હતી. ભગવાન મહાદેવને દૂધના અભિષેક સાથેની મહાપુજા કરીને ભારતનું ચંદ્રયાન-3 સફળતાપૂર્વક તેના નિર્ધારિત સ્થળે અને સમયે ચંદ્રની જમીન પર સુરક્ષિત ઉતરાયણ કરે તે માટેની પ્રાર્થના સાથે મહાપૂજા પણ કરી છે.

વૈજ્ઞાનિકો માટે ખાસ કવિતા લખી
ચંદ્રયાન 3ના સફળ લોન્ચિંગ માટે દેશભરમાં ઠેર ઠેર પ્રાર્થનાઓ થઈ રહી છે. ત્યારે આણંદ જિલ્લાના બોરસદમાં આવેલી તોરણાવ માતા પ્રાથમિક શાળાના બાળ વિદ્યાર્થીઓએ પણ પ્રાથના કરી હતી. પ્રાથમિક શાળાની ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અમિષા સોલંકીએ એક ખાસ પ્રાર્થના સાથે વૈજ્ઞાનિકોનો હોસલો વધારવા હિન્દીમાં એક કવિતા પણ તૈયાર કરી હતી અને વર્ગ શિક્ષક દ્વારા ઈસરોના ઓફિશિયલ ઇ મેઈલ ઉપર મોકલી આપી હતી, આજે 41 દિવસે પણ આ શાળામાં નિયમિત થતી પ્રાર્થના દરમિયાન ચંદ્રયાન 3ના સફળ લોન્ચિંગ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

સ્કૂલમાં ચંદ્રયાન-3ની રંગોળી બનાવાઈ
દેશના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ચંદ્રયાન-3 પર સમગ્ર દુનિયાની નજર છે. ચંદ્રયાન-3ને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગરની સ્કૂલ, કોલેજોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાની લખમશી ગોવિંદજી હરિયા સ્કૂલમાં ચંદ્રયાન-3ની રંગોળી બનાવવામાં આવી છે. સ્કૂલના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3નો ડ્રાય આઈસની મદદથી લાઈવ ડેમો તૈયાર કરી સુંદર રજૂઆત કરી હતી.

વિદ્યાલયમાં ચંદ્રયાન ૩ ગ્રાન્ડ લેન્ડિંગ કાર્યક્રમ યોજાયો
સુરતના કામરેજની વશિષ્ઠ વિદ્યાલયમાં ચંદ્રયાન ૩ ગ્રાન્ડ લેન્ડિંગ કાર્યક્રમ યોજાયો, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચંદ્રયાન ૩નું ચંદ્ર ઉપર સફળ લેન્ડિંગ થાય તે માટે પ્રાથના કરવામાં આવી રહી છે. સાથે જ ચંદ્રયાન ૩ને લગતા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, ચંદ્રયાન ૩ ચંદ્ર ઉપર લેન્ડ થવાનું છે. જેને લઇને દેશ વાસીઓમાં અનોખો ઉત્સાહ છે, ચંદ્રયાન ૩ ના લેન્ડિંગને લઈ વશિષ્ઠ વિદ્યાલયના વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

સફળ લેન્ડિંગ માટે પૂજા કરાઈ
વડોદરાની MS યુનિવર્સિટીમાં ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે પૂજા કરવામાં આવી છે. કોમર્સ ફેકલ્ટીમાં ABVPએ મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી ભગવાન ભોળાનાથને જળાભિષેક કરી પ્રાર્થના કરવામાં આવી છે. 

લેન્ડિંગનું જીવંત પ્રસારણ નિહાળવા અનેક આયોજન
ચંદ્રયાન-3ના લેન્ડિંગને લઈ દેશભરના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ કરે તેને લઈ સુરતમાં કરાઈ પ્રાર્થના કરાઈ રહી છે તેમજ ચંદ્રયાન-3ના લેન્ડિંગનું જીવંત પ્રસારણ નિહાળવા અનેક આયોજન પણ કરાયા છે. કામરેજની વશિષ્ઠ શાળાના વિદ્યાર્થીઓએ અનેક વિશિષ્ટ કાર્યક્રમ યોજ્યા છે.

વિઘ્નહર્તા ગણેશજી અને સંકટ મોચન હનુમાનજીની પ્રાર્થના 
ચંદ્રયાન-3 સફળ લેન્ડિંગ કરે તેને લઈ સુરતમાં કરાઈ પ્રાર્થના કરાઈ રહી છે. સુરતની વિદ્યાકુંજ શાળાના વિદ્યાર્થીઓએ વિઘ્નહર્તા ગણેશજી અને સંકટ મોચન હનુમાનજીની પ્રાર્થના કરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ