બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

VTV / ગુજરાત / Children are forced to study in the open in the high altitude, heat and rain in Ghoghambani school, what kind of test is this to the government?

જર્જરીત સપના / ઘોઘંબાની શાળામાં ટાઢ, તાપ અને વરસાદમાં ખુલ્લામાં ભણવા મજબૂર બાળકો, સરકાર આ તો કેવી પરીક્ષા?

Vishal Dave

Last Updated: 03:56 PM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટ અને ડિજિટલ ક્લાસ રૂમની જાહેરાતો વચ્ચે આ શાળાના બાળકો આજે પણ ટાઢ, તાપ અને વરસાદમાં ખુલ્લામાં ભણવા મજબૂર છે.

આજ સુધી તમે શાળામાં બાળકોની પરીક્ષા લેતા શિક્ષકોને જોયા હશે...પરંતુ જ્યારે આખે આખી સરકાર બાળકોની પરીક્ષા લે તો બાળકો પર શું વીતે?...કદાચ એ વાતનો જવાબ પંચમહાલના ઘોઘંબાની ખાનપાટલા સરકારી પ્રાથમિક શાળાના બાળકોથી વિશેષ કોઈ નહીં આપી શકે...કેમકે, સ્માર્ટ અને ડિજિટલ ક્લાસ રૂમની જાહેરાતો વચ્ચે આ શાળાના બાળકો આજે પણ ટાઢ, તાપ અને વરસાદમાં ખુલ્લામાં ભણવા મજબૂર છે...આ બાળકો સ્માર્ટરૂમ નહીં બસ માત્ર સાદો અને સુરક્ષિત ક્લાસરૂમ માગી રહ્યા છે..

છેલ્લા કેટલાક વર્ષોથી આ શાળાના ઓરડા જર્જરિત છે

હાલ અંગ દઝાડતી કાળઝાળ ગરમી આપણી પરીક્ષા લઈ રહી છે...પરંતુ આ ભૂલકાઓને જુઓ...શિક્ષણતંત્ર તો જાણે આ ભૂલકાઓની સહનશક્તિની બારેમાસ પરીક્ષા લઈ રહ્યું છે...રાજ્યમાં શિક્ષણવિભાગના અનેક દાવાઓની પોલ ખોલતા દ્રશ્યો પંચમહાલના ઘોઘંબા તાલુકામાં આવેલી ખાનપાટલા સરકારી પ્રાથમિક શાળામાં જોવા મળે છે....છેલ્લા કેટલાક વર્ષોથી આ શાળાના રૂમ જર્જરિત છે  જેથી તંત્ર દ્વારા બાળકોને આ ઓરડામાં ન ભણાવવાનો હુકમ કરાયો છે. જેથી  બાળકો ટાઢ, તાપ, અને વરસાદ જેવી ઋતુમાં ખુલ્લામાં ભણવા મજબૂર છે...

બાળકોને નજીકના રહેણાંક મકાન, ગ્રામ પંચાયત કચેરી કે સમાજ વાડીમાં બેસાડીને અભ્યાસ કરાવાાય છે

એક તરફ સરકાર દ્વારા રાજ્યમાં સ્માર્ટ અને ડિજિટલ ક્લાસરૂમ ઊભા કરવાની જાહેરાતો કરવામાં આવે છે, તો આ તરફ વર્ષો બાદ પણ આ શાળાના જર્જરિત ઓરડાને હટાવી નવા ઓરડા ઊભા કરવાની તંત્ર પાસે ફુરસદ નથી...આ શાળાના જર્જરિત ઓરડા તોડીને નવા સાત ઓરડા બનાવવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે...એટલું જ નહીં ઓરડા બનાવવા પાયાની કામગીરી પણ થઈ ચૂકી છે....પરંતુ ત્યાર બાદ આગળની કામગીરીનું હજુ સુધી મુહૂર્ત ન નીકળ્યું હોય તેવી  સ્થિતિ ઉભી થઈ છે. બાળકોને નજીકના રહેણાંક મકાન, ગ્રામ પંચાયત કચેરી કે સમાજ વાડીમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે...

 

ઓરડા તો ખાલી કરાવાયા પણ વૈકલ્પિક વ્યવસ્થા ન અપાઇ 

એક તરફ સરકાર દ્વારા બાળકોને શાળા તરફ આકર્ષવા વિવિધ કાર્યક્રમો ચલાવાય છે...તો બીજી તરફ સરકારી તંત્ર જ અહીં પોતાની ફરજમાં ક્યાક ચૂક ખાઈ રહ્યું છે...તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કર્યા વિના જ વિદ્યાર્થીઓને આ જર્જરિત ઓરડામાં નહીં બેસવા દેવાનો હુકમ કરી દીધો...આથી બાળકો દરેક ઋતુમાં આ રીતે ભણવા મજબૂર બન્યા છે...એટલું જ નહીં ઓરડાના અભાવે શિક્ષકોએ પણ શાળા બે શિફ્ટમાં ચલાવવાની ફરજ પડી છે...

મધ્યાહન ભોજન પણ ખુલ્લામાં લેવા મજબુર બાળકો 

સરકાર દ્વારા આ વિસ્તારના બાળકોના આરોગ્ય, તંદુરસ્તી અને સ્વાસ્થ્યની ચિંતા કરી મધ્યાહન ભોજન તો આપવામાં આવી રહ્યું છે...પરંતુ ખાનપાટલા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજન પણ ખુલ્લામાં જમીન ઉપર બેસી આરોગતા જોવા મળી રહ્યા છે...

એક ગરિબ પરિવારે પોતાનો રૂમ બાળકોને ભણાવવા માટે આપ્યો છે 

અહીં રહેતા એક ગરીબ પરિવારે બાળકોને પોતાના મકાનમાં ભણવા માટે જગ્યા પુરી પાડી છે. પરંતુ તે પરિવાર ખુદ અગવડ ભોગવી રહ્યો છે.. રહેણાંક મકાનમાં અભ્યાસ કરી રહેલા બાળકો વચ્ચે જ માતા પોતાના નાના ભૂલકાને પારણે ઝુલાવતી જોવા મળી હતી. 

આ શાળાના ઓરડા કદાચ સો વર્ષ જૂના છે...ત્યાં બેસવું હવે મોતને આમંત્રણ આપવા જેવું છે...આ વાત સમજતા તંત્રને આટલા બધા વર્ષો વીતી ગયા..એ વાત તેમની દીર્ઘદ્રષ્ટી સામે સવાલ ઊભા કરનારી છે... તે ઓરડામાં નહીં બેસવાનો હુકમ તો કર્યો પરંતુ વૈકલ્પિક જગ્યા  ન પુરી પાડી.. જેથી  વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે...તે ખોટ ક્યારે પુરાશે તેનો જવાબ કોઈ પાસે નથી..

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

સંકળાયેલા મુદ્દાઓ

Children Dilapidated condition Government Rain drought heat school study study in the open Panchmahal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ