બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / અમદાવાદ / Child Name in Birth Card government rules

નિયમ / જન્મ નોંધણીમાં ઉતાવળ ન કરતાં નહીંતર હેરાન થઈ જશો, આ નિયમ મોટાભાગના નથી જાણતા

vtvAdmin

Last Updated: 02:54 PM, 7 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે નાગરિકો દ્વારા પોતાના સંતાનનું લાડકવાયું નામ પાડતી વખતી ખૂબ ઉત્સાહિત હોય છે. બાળકનું નામ રાશિ પ્રમાણે કે પછી પોતાની મનગમતી વિશેષ સેલિબ્રિટીના નામના આધારે કે પછી જ્યોતિષશાસ્ત્રની સલાહ મુજબ નક્કી કરાય છે.

તેમ છતાં અનેક વખત બાળકનું નામ નક્કી કરાઇને તેની મ્યુનિ. કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગમાં વિધિવત નોંધણી કરાયા બાદ કેટલાક કારણોસર નવું નામ પસંદ કરાય છે. પરંતુ જ્યારે બાળકના વાલી નવા નામની નોંધણી માટે તંત્ર સમક્ષ ફરી ઉત્સાહભેર દોડી જાય છે તે વખતે કાયદાકીય બાબતોથી નવું નામ જન્મના રેકર્ડમાં બદલાતું નથી.

તંત્ર સમક્ષ સમગ્ર કાયદાકીય પ્રક્રિયાથી અજાણ એવા ૧પ૦૦ નાગરિકોની દર માસે અરજી નવાં નામ માટે આવે છે. એટલે જન્મના રેકર્ડમાં પોતાનાં સંતાનનું નામની નોંધણી કરાવતી વખતે માતા-પિતાએ નવું નામ દાખલ ન થઇ શકતું હોઈ શરૂઆતથી જ આ અંગે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

જે તે બાળકના જન્મની ર૧ દિવસમાં તંત્રમાં વિધિવત નોંધણી કરાવવાની હોય છે. જો આમાં ભૂલ થાય તો નાગરિક પાંચ રૂપિયા લેટ-ફી ભરી એક વર્ષમાં પોતાના બાળકનું નામ નોંધાવી શકે છે. પરંતુ એક વખત તંત્રના જન્મના રેકર્ડમાં નામ નોંધાઇ જાય ત્યાર બાદ તેમાં નવું નામ દાખલ કરી શકાતું નથી. જોકે આ બાબતે અજાણ નાગરિકોની નવા નામ દાખલની લગભગ ૧પ૦૦ જેટલી અરજી દર મહિને તંત્ર સામે આવે છે અને સત્તાવાળાઓ એક પણ અરજીનો સ્વીકાર કરતા નથી.

મ્યુનિ. જન્મ-મરણ વિભાગ દ્વારા શહેરમાં જન્મતાં બાળક કે મૃત્યુ પામતા નાગરિકની નોંધણીનું કામ કરવામાં આવે છે. અગાઉ જન્મ-મરણ નોંધમાં સુધારો કરવા મામલે કેટલાક દુરુપયોગ થવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી તો અમુક જટિલ કેસમાં જન્મ-મરણ વિભાગના રજિસ્ટ્રાર સાથે સંઘર્ષ થવાના બનાવ બન્યા હતા તો વળી કેટલાક અરજદારો દ્વારા કોર્ટનો સહારો લેવાના કિસ્સા બન્યા હતા.

ત્યાર બાદ ગુજરાત સરકારના જન્મ-મરણ વિભાગના મુખ્ય રજિસ્ટ્રાર અને આરોગ્ય વિભાગના કમિશનર દ્વારા ગત તા.૧૮ ફેબ્રુ.ર૦૧૬ના રોજ ખાસ પરિપત્ર બહાર પડાયો હતો જેના આધારે કોઇ પણ વ્યક્તિ પોતાનું નામ બદલીને નવું નામ રેકર્ડ પર દાખલ કરાવવાનું જણાવે તો નવું નામ દાખલ કરી શકાય નહીં.

તે મુજબની સૂચના રજિસ્ટ્રારને અપાઇ છે. એટલે કે, સંજયકુમાર નામ બદલીને દિલીપકુમાર નામ દાખલ કરી શકાશે નહીં પરંતુ જો નામનો ભાવાર્થ બદલાતો ન હોય તો તેવા કિસ્સામાં સંજયકુમારના બદલે સંજયભાઇ, રામલાલને બદલે રામભાઇ જેવો સુધારો થઇ શકે છે.

આ ઉપરાંત જેે તે બાળકનાં સગાં-સંબંધી કે હોસ્પિટલના કારકૂન કે તંત્રના ડેટા ઓપરેટર દ્વારા નામ નોંધણીમાં જોડણી કે સ્પેલિંગની ભૂલ હોય તો તેમાં સુધારો કરી શકાય છે. તાજેતરમાં થલતેજની જનરલ સોલા સિવિલ હોસ્પિટલમાં જન્મેલાં બાળકનું નામ તંત્રના ડેટા ઓપરેટરની ભૂલથી તુષારના બદલે ટૂશન લખાયું હતું.

જે સંદર્ભે તેના પિતા મનુભાઇ પટેલે નામ સુધારની અરજી દાખલ કરતા તંત્રએ આ ભૂલને કમ્પ્યૂટર કરેકશન (સીસી) તરીકે લખાવી ૧પ દિવસમાં અરજદારની અરજી ગ્રાહ્ય રાખી હતી. જાણકાર સૂત્રો કહે છે મ્યુનિ. કોર્પો. સમક્ષ દર મહિને ૧પ૦૦ જેટલી નવું નામ દાખલ કરવાને લગતી અરજી આવે છે. પરંતુ ફેબ્રુ.ર૦૧૬ના પરિપત્રના આધારે તંત્ર નવા નામ દાખલ કરતું નથી.

જન્મના દાખલામાં બાળકના નામમાં ફક્ત સામાન્ય સુધારો થાય છે જેમ કે ભાઇ, કુમાર, સિંહ, સિંગ, બેન, કુમારી વગેરે તેમજ જો બાળકનાં નામના ભાવાર્થમાં ફેરફાર થતો ન હોઇ તો જ બાળકનાં નામ સુધારની અરજીનું ફોર્મ અરજદારને અપાય છે.

અરજદારે બાળકનાં જન્મ દાખલાની નકલ, બાળક સ્કૂલ જતું હોય તો તેને લગતો કોઇ એક પુરાવો કે જેમાં બાળકનું નામ કે જન્મ તારીખનો ઉલ્લેખ થતો હોઈ બાળક જો પુખ્તવયનો હોય તો તેમનું ફોટો આઇડી પ્રૂફ, માતા-પિતાનો એક એક પુરાવો સામેલ કરવાનો થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ ર૦૧૮માં શહેરમાં પપરપ૬ બાળક અને ૪૮૦૭પ બાળકી મળીને કુલ ૧,૩૩,૩૩૧ નવજાત શિશુએ જન્મ લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ