બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / chhath puja 2022 why women apple sindor from nose to head

આસ્થા / છઠ પૂજામાં મહિલાઓ કેમ લગાવે છે નાકથી લઈને માંગ સુધી સિંદૂર? જાણો શું છે તેના પાછળની માન્યતા

Arohi

Last Updated: 04:35 PM, 29 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

28 ઓક્ટોબરથી છઠ પૂજા શરૂ થઈ ગઈ છે. કારતક માસના શુક્લ પક્ષની છઠ્ઠના દિવસે છઠનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓમાં નાક સુધી સિંદૂર લગાવવાની પરંપરા હોય છે.

  • 28 ઓક્ટોબરથી શરૂ થયો છઠનો તહેવાર 
  • આ દિવસે મહિલાઓ નાક સુધી લગાવે છે સિંદૂર 
  • જાણો તેના પાછળની માન્યતાઓ વિશે 

છઠ વ્રતને સૌથી અઘરા ઉપવાસ માનવામાં આવે છે. આ દિવસે ઉગતા અને આતમતા સૂર્યને અર્ઘ્ય આપવાનો નિયમ છે. 4 દિવસના આ તહેવારનો આજે બીજો દિવસ છે. ત્રીજા દિવસે સાંજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય ચઢાવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પોતાના સંતાન અને સુહાગની લાંબી ઉંમર માટે 36 કલાકનું નિર્જળા વ્રત કરે છે.

આ તહેવાર મુખ્યત્વે પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઉજવવામાં આવે છે. છઠ પર્વના અંતે ઉગતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરીને ઉપવાસ તોડવામાં આવે છે. આ દિવસે મહિલાઓ નાકથી માંગમાં સિંદૂર ભરે છે અને કેસરી રંગનું સિંદૂર લગાવવામાં આવે છે. આવો જાણીએ તેની પાછળનું કારણ.

આ કારણે લગાવે છે નાક સુધી સિંદૂર 
હિંદુ ધર્મમાં મહિલાઓના 16 શણગારમાંથી એક સિંદૂર પણ છે. સિંદૂરને સુહાગની નિશાની માનવામાં આવે છે. છઠના દિવસે મહિલાઓ નાકથી લઈને માંગ સુધી સિંદૂર લગાવે છે. એવું માનવામાં આવે છે કે આ સિંદૂર જેટલું લાંબુ હોય છે તેટલું જ પતિનું આયુષ્ય લાંબું રહે છે. લાંબુ સિંદૂર પતિની ઉંમર સાથે પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. 

આ દિવસે લાંબુ સિંદૂર લગાવવાથી પરિવારમાં ખુશીઓ આવે છે. છઠના તહેવાર પર મહિલાઓ સૂર્ય ભગવાનની પૂજા કરીને અને છઠ્ઠી મૈયાની પૂજા કરીને વ્રત પૂર્ણ કરે છે, તેમજ પતિના લાંબા આયુષ્ય, સંતાન સુખ અને પરિવારમાં સમૃદ્ધિની પ્રાર્થના કરે છે.

આ માટે લગાવવામાં આવે છે નારંગી સિંદૂર 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર છઠના તહેવાર પર મહિલાઓ માંગમાં કેસરી રંગનું સિંદૂર ભરે છે. કહેવાય છે કે આ દિવસે નારંગી સિંદૂર ભરવાથી પતિના લાંબા આયુષ્યની સાથે વેપારમાં પણ વધારો થાય છે. તેમને દરેક માર્ગમાં સફળતા મળે છે.આટલું જ નહીં દામ્પત્ય જીવન સુખી રહે છે. સાથે જ કેસરી રંગ હનુમાનજીનો પણ શુભ રંગ છે.

છઠ પૂજાની કથા 
મહાભારત કાળમાં પાંડવોના રાજપાઠ ગુમાવ્યા બાદ દ્રૌપદીએ છઠનું વ્રત કર્યું હતું અને દ્રૌપદીના ઉપવાસથી પ્રસન્ન થઈને ષષ્ટિ દેવીએ પાંડવોને તેમનો રાજમહેલ પાછો અપાવી દીધો હતો. ત્યારથી જ ઘરોમાં સુખ અને સમૃદ્ધિ માટે છઠ વ્રત રાખવાની પ્રથા છે. 

પૌરાણિક કથા અનુસાર મહાભારત કાળમાં સૂર્ય પુત્ર કર્ણએ જ સૌથી પહેલા સૂર્ય દેવની પૂજા કરી હતી અને કલાકો સુધી પાણીમાં ઉભા રહીને સૂર્ય દેવને આર્દ્ય આપે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ