બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Chandrayaan 3 Landing: Elon Musk for Chandrayaan 3, tweeted that it is good for India

ચંદ્ર પર 'વિક્રમ' / ચંદ્રયાન મિશન: ફિલ્મોના બજેટ કરતાં પણ ઓછામાં રૂપિયામાં ISROએ કર્યો કમાલ, એલોન મસ્કે પણ કર્યા વખાણ

Vaidehi

Last Updated: 04:39 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 landing: દુનિયાનાં સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે ચંદ્રયાન 3નાં લેન્ડિંગને લઈને રસપ્રદ પ્રતિક્રિયા આપી છે.

  • ચંદ્રયાન 3 ને લઈને એલોન મસ્કે આપી પ્રતિક્રિયા
  • બજેટને જોઈને ચોંકી ઊઠ્યાં મસ્ક
  • કહ્યું, 'ગુડ ફોર ઈન્ડિયા'

ચંદ્રયાન 3 મિશન લાઈવ: ચંદ્રયાન 3 ની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. ઠેર-ઠેર આ મૂન મિશન સફળ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે ત્યારે પૃથ્વીનાં સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક પણ પાછળ રહ્યાં નથી. સ્પેસએક્સ અને ટેસ્લાનાં બોસ એવા એલોન મસ્કે એક ટ્વીટનાં જવાબમાં ભારતનાં ચંદ્રયાન 3 મિશનનાં વખાણ કર્યાં હતાં એટલું જ નહીં મિશન પાછળ થયેલા ખર્ચ વિશે જાણીને પણ ચોંકી ઊઠ્યાં હતાં. 

એલોન મસ્કની પ્રતિક્રિયા વાયરલ
પૂર્વ પત્રકાર સિંડી પોમે X પર શેર કર્યું કે,' જ્યારે તમને ખબર પડશે કે ભારતનાં ચંદ્રયાન-3નું બજેટ 75 મિલિયન ડોલર, ફિલ્મ ઈંટરસ્ટેલર (165 મિલિયન ડોલર)થી પણ ઓછું છે તો તમે ચોંકી જશો.' આ ટ્વીટનો જવાબ આપતાં એલોન મસ્કે લખ્યું કે,"ભારત માટે આ સારું છે" અને આ બાદ ભારતીય ઝંડાની ઈમોજી પણ એડ કરી હતી.

મૂવી ઈંટરસ્ટેલર અને ચંદ્રયાન 3નું બજેટ
ભારતનાં ઈસરોએ ચંદ્રયાન 3ને ચંદ્ર પર ઊતારવાની યોજના બનાવી છે. જો ભારત ચંદ્રયાનને ચંદ્ર પર લેન્ડ કરવામાં સફળ થાય છે તો આવું કરનારો દુનિયાનો તે ચોથો દેશ બની જશે. ચંદ્રયાનની ટોટલ કોસ્ટ આશરે 75 મિલિયન ડોલરની છે. તો સામે પક્ષે ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ઈંટરસ્ટેલરનું બજેટ 165 મિલિયન ડોલર છે. 

ચંદ્રયાન-3નું બજેટ 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચંદ્રયાન3નો ખર્ચ લગભગ 615 કરોડ છે. ઈસરોની તરફથી બનાવવામાં આવેલા આ મિશનનો અંદાજીત ખર્ચ 600 કરોડ રૂપિયા છે. પરંતુ તેને બનાવીને તૈયાર થવામાં 615 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ત્યાં જ ચંદ્રયાન-2ની વાત કરવામાં આવે તો તેને સફળ બનાવવા માટે લગભગ 978 કરોડ રૂપિયો ખર્ચ થયો હતો. ત્યાં જ અમેરિકા જેવા પાવરફૂલ દેશના મૂન મિશનની વાત કરવામાં આવે તો અમેરિકા મૂન મિશન પર અત્યાર સુધી લગભગ 825 લાખ કરોડ ખર્ચ કરવામાં આવી ચુક્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ