બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / Chandigarh Mayor case CJI DY Chandrachud says entertainment is also necessary

ટિપ્પણી / સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં એવું બન્યું, જે પહેલાં ક્યારેય ન હોતું થયું, CJIએ કહ્યું 'એન્ટરટેઇનમેન્ટ પણ જરૂરી'

Megha

Last Updated: 11:09 AM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદીગઢ મેયર ચૂંટણી કેસની સુનાવણી દરમિયાન, CJI DY ચંદ્રચુડની ત્રણ જજોની બેંચે જૂના ચૂંટણી પરિણામોને રદ કરી દીધા, ત્યારબાદ કોર્ટમાં ફરીથી મતોની ગણતરી કરવામાં આવી હતી

 

Chandigarh Mayor Election: સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં મંગળવારે કંઈક એવું બન્યું જે આજ સુધી ક્યારેય બન્યું ન હતું. ચંડીગઢના મેયરની ચૂંટણીમાં કથિત ગેરરીતિના મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ ગઈ છે અને આ સુનાવણી દરમિયાન કોર્ટે AAP ઉમેદવાર કુલદીપ કુમારને મેયર જાહેર કર્યા હતા.

Topic | VTV Gujarati

જૂના ચૂંટણી પરિણામોને રદ કરી દીધા હતા
ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને માત્ર મતોની ગણતરી જ નહીં પરંતુ ન્યાય આપવા માટે મેયરની ચૂંટણીનું પરિણામ પણ કોર્ટ દ્વારા જ જાહેર કરવામાં આવ્યું હતું. થયું એવું કે ચંદીગઢ મેયર ચૂંટણી કેસની સુનાવણી દરમિયાન, CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ જજોની બેંચે જૂના ચૂંટણી પરિણામોને રદ કરી દીધા હતા. ત્યારબાદ કોર્ટમાં ફરીથી મતોની ગણતરી કરવામાં આવી હતી અને નવા પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. 

આમ આદમી પાર્ટીના કુલદીપ કુમાર નવા મેયર બન્યા 
સુપ્રીમ કોર્ટે મંગળવારે ચંદીગઢની મેયર ચૂંટણીનામાં 12 અને 8 મત ઉમેરીને 20 મત ગણીને વિશેષાધિકારનો ઉપયોગ પરિણામોને પલટી નાખ્યા હતા અને આમ આદમી પાર્ટી (AAP)ના કુલદીપ કુમારને શહેરના નવા મેયર તરીકે જાહેર કર્યા હતા. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ AAP નેતા સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મેયરની ચૂંટણીમાં કેન્દ્ર સરકાર અને ભાજપ ખુલ્લેઆમ ચોરી અને લૂંટ ચલાવતા કેમેરામાં જોવા મળ્યા હતા. દેશ માટે ચિંતાનો વિષય છે કે જ્યાં કેમેરા નથી લગાવ્યા ત્યાં કેન્દ્ર સરકાર શું કરી રહી હશે?

આટલી શક્તિશાળી સરકાર અને એક સફાઇકર્મી સામે અહીં આવ્યા: CJI બન્યાના કલાકોમાં  જ જસ્ટિસ ચંદ્રચુડે જાણો કોને ઝાટક્યા | sc chief justice dy chandrachud  dismisses ...

CJI એ 20 મિનિટ સુધી કોર્ટ રૂમમાં જ બધાને વીડિયો બતાવ્યો
સુપ્રીમ કોર્ટે 30 જાન્યુઆરીની ચૂંટણીના આચરણમાં ગંભીર ભૂલો શોધી કાઢ્યા બાદ રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ સામે 'ગંભીર ગેરવર્તણૂક' માટે કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો હતો. બંધારણના અનુચ્છેદ 142 હેઠળ સુપ્રીમ કોર્ટે કહ્યું કે રિટર્નિંગ ઓફિસર દ્વારા જાહેર કરાયેલ પરિણામ સ્પષ્ટપણે કાયદાની વિરુદ્ધ છે. રિટર્નિંગ ઓફિસર નામાંકિત કાઉન્સિલર છે. આ કેસની સુનાવણી દરમિયાન, કેસની વાસ્તવિકતા બધાની સામે લાવવા માટે, CJI એ 20 મિનિટ સુધી કોર્ટ રૂમમાં જ બધાને વીડિયો પણ બતાવ્યો.

વધુ વાંચો: ચંદીગઢ મેયર ચૂંટણીમાં ફેર મતગણતરીનો સુપ્રીમનો આદેશ, AAPના હાથમાં આવશે ખુરશી

દરેક માટે થોડું મનોરંજન જરૂરી છે - CJI
ચંદીગઢ મેયરની ચૂંટણીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં એક વીડિયો ચલાવવામાં આવ્યો હતો જેમાં ચૂંટણી અધિકારીઓ બેલેટ પેપરની તપાસ કરી રહ્યા છે. જ્યારે આ વીડિયો ચાલવા લાગ્યો ત્યારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે દરેક વ્યક્તિએ આ વીડિયો જોવો જોઈએ. દરેક માટે થોડું મનોરંજન જરૂરી છે. CJI એ એમ પણ કહ્યું કે આખો વીડિયો ફરીથી ચલાવવાની જરૂર નથી. અરજદારે પહેલાથી જ વીડિયોના તે ભાગની સ્પષ્ટતા કરી છે જે કેસ સાથે સંબંધિત છે. ચીફ જસ્ટિસ ચંદ્રચુડે હસતા હસતા કહ્યું કે જો આખો વીડિયો પ્લે કરવામાં આવે તો અમારે સાંજે 5.45 સુધી અહીં જ રહેવું પડશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ