બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / chaitra navratri day 1 shailputri puja vidhi mantra and bhog

મળશે માન-સન્માન / ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા દરમિયાન આ મંત્રનો કરો જાપ, મોટી સમસ્યાથી મળશે છૂટકારો

Premal

Last Updated: 08:19 AM, 2 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૈત્ર નવરાત્રિના પાવનપર્વની શરૂઆત 2 એપ્રિલથી થઇ રહી છે. નવરાત્રિના 9 દિવસ અનુક્રમે શૈલપુત્રી, બહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માન્ડા, સ્કંદમાતા, કાત્યાયિની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધીદાત્રીની પૂજા કરવામાં આવે છે.

  • ચૈત્ર નવરાત્રિના પાવનપર્વની 2 એપ્રિલથી શરૂઆત
  • માં શૈલપુત્રીની પૂજા કરવાથી મળશે માન-સન્માન
  • કુંવારી કન્યાઓના લગ્નમાં આવતી મુશ્કેલીઓ પૂર્ણ થશે

માં શૈલપુત્રીની પૂજાનુ મહત્વ

આ ચૈત્ર નવરાત્રિએ માં શૈલપુત્રીની પૂજા 2 એપ્રિલે કરવામાં આવશે. આવો જાણીએ માતા શૈલપુત્રીની પૂજા-વિધિ, મંત્ર અને પવિત્ર ભોગ અંગે. માર્કન્ડેય પુરાણ મુજબ માં શૈલપુત્રીની વિધિવત પૂજા-અર્ચના કરવાથી સારું આરોગ્ય અને માન-સન્માનનું આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ સિવાય કુંવારી કન્યાઓના લગ્નમાં આવી રહેલી મુશ્કેલીઓ પૂર્ણ થશે. માતા શૈલપુત્રીને સફેદ ફૂલ અતિપ્રિય છે. તેથી તેમની પૂજામાં સફેદ ફૂલનો ફરજીયાત ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય તેમની પૂજામાં સફેદ રંગની મિઠાઈનો ભોગ લગાવવો જોઈએ. સફેદ બરફી અને દૂધમાંથી બનાવેલી શુદ્ધ મિઠાઈઓનો પણ ભોગ લગાવી શકો છો. આ સિવાય માતાને સફેદ વસ્ત્ર અર્પણ કરવુ વધુ લાભકારક રહેશે.

કેવીરીતે કરશો માં શૈલપુત્રીની આરાધના?

નવરાત્રિના પ્રથમ દિવસે શૈલપુત્રીની પ્રતિમા અથવા ચિત્રને લાલ અથવા સફેદ રંગના શુદ્ધ આસન પર રાખો. માં શૈલપુત્રીને સફેદ રંગની વસ્તુ ખૂબ પ્રિય છે. એવામાં તેમને સફેદ વસ્ત્ર અથવા સફેદ ફૂલ અર્પિત કરો. આ સાથે વ્હાઈટ વસ્તુઓનો ભોગ અર્પણ કરો. જીવનમાં નકારાત્મક શક્તિઓનો નાશ કરવા માટે એક પાનના પત્તા પર સોપારી, લવિંગ અને ખાંડ રાખી માં શૈલપુત્રીને અર્પિત કરો. 

શૈલપુત્રી પૂજા મંત્ર

યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:

શિવરૂપા વૃષ વાહિની હિમકન્યા શુભંગિની
પદ્મ ત્રિશુલ હસ્ત ધારિણી
રત્નયુક્ત કલ્યાણકારિણી
ઓમ ઐં હીં ક્લીં શૈલપુત્ર્યૈ નમ:

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ