બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Center directs sugar retailers wholesalers to compulsory submit weekly stock data to government portal

દેશ / મોદી સરકારનો મીઠો નિર્ણય.! મોંઘવારીના ભરડા આવેલી ખાંડની કિમંત કંટ્રોલમાં આવશે, ખાસ પ્લાન તૈયાર

Vaidehi

Last Updated: 07:42 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે મંથલી કોટાનાં નિયમો અને કાયદાઓનું પાલન કરવા માટે ખાંડની મિલોને આદેશ આપ્યાં છે જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નિયમ ન માનવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે. જાણો શું છે નવી એડવાઈઝરી?

  • ખાંડનાં વેપારીઓ માટે સરકાર લઈ આવી નિયમ
  • ખાંડનાં સ્ટોકની સાપ્તાહિક જાણકારી જમા કરવાનો નિયમ
  • સરકાર પાસે ખાંડનો રિયલ ટાઈમ ડેટા રહેશે ઉપલબ્ધ

ઘઉં અને મસૂર બાદ સરકારે ખાંડનાં સ્ટોકની સાપ્તાહિક જાણકારી જમા કરવાનો નિયમ ફરજિયાત કર્યો છે. હવે ખાંડનાં વેપારીઓએ દર અઠવાડિયે પોતાના સ્ટોકની માહિતી સરકારને આપવાની રહેશે. સરકારે રિટેલ માર્કેટમાં ખાંડની કિંમતોને વધવાથી અટકાવવા અને જમાખોરીને અટકાવવા માટે આ આદેશો આપ્યાં છે. કિંમતોને કંટ્રોલ કરવા માટે સરકારે જથ્થાબંધ વેપારીઓ, રિટેલર્સ, બિગ ચેઈન રિટેલર્સ, પ્રોસેસર્સને સ્ટોકની જાણકારી આપવાનાં આદેશ આપ્યાં છે. આ લોકોએ સ્ટોકની લેટેસ્ટ માહિતી 'ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન'નાં પોર્ટલ https://esugar. nic.in પર ફરજિયાત આપવાની રહેશે.

ખાંડનાં રિયલ ટાઈમ ડેટાની માહિતી મળશે
આ વ્યવસ્થા સંપૂર્ણપણે ડિજિટલ છે. તેનાથી ખાંડની તમામ પ્રકારની જમાખોરી અને સટ્ટાબાજી પર રોક આવશે. તેનાથી ખાંડનાં માર્કેટને આગળ વધવામાં પણ મદદ મળશે. પોર્ટલ પર રિયલ ટાઈમ ડેટા હોવાને લીધે સ્ટોકની સાચી માહિતી સરકાર પાસે રહેશે જેનાથી કિંમતોની વધઘટ સંબંધિત અફવાઓને ફેલાતા પણ અટકાવી શકાશે. આ સાથે જ જો સ્ટોક ઓછો કે વધારે હોય તો આયાત-નિકાસ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવાનો સરકારને મોકો મળશે. સરકારે મંથલી કોટાનાં નિયમો અને જરૂરી કાયદાઓનું પાલન કરાવવા માટે ખાંડની મિલોને આદેશ આપ્યાં છે જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે આ નિયમનું પાલન નહીં કરે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

તહેવારોમાં મોંઘવારી રોકવાની તૈયારી
સરકાર શુગરની સ્ટોક લિમિટની જાણકારી એટલા માટે માંગી રહી છે જેનાથી જમાખોરીની આશંકાઓ દૂર થાય. ફેસ્ટિવ સીઝનમાં ખાંડની ડિમાન્ડમાં તેજી આવે છે. તેવામાં સરકાર ખાંડની કિંમતો વધારવાનું જોખમ લેવા નથી ઈચ્છતી.

દેશમાં ખાંડનો પૂરતો સ્ટોક હાજર
સરકારે દાવો કર્યો છે કે ઈંટરનેશનલ માર્કેટમાં ખાંડની કિંમતોમાં વધારો હોવા છતાં તેના રિટેલ ભાવ સ્થિર છે. આ સાથે જ સરકારે વિશ્વાસ અપાવ્યો છે કે ઘરેલૂ સ્ટોકમાં હાજર અને આવનારા ફેસ્ટિવ સીઝન માટે ખાંડની જરૂરિયાતને પૂરી કરવા માટે પૂરતો સ્ટોક છે. ઓગસ્ટ 2023 સુધી ભારત પાસે 83 લાખ મેટ્રિક ટન સ્ટોક હતો જે દેશની 100 દિવસથી વધારેની ખાંડની જરૂરને પૂરી કરવા માટે પૂરતો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ