બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / CDS Bipin Rawat chopper crash: Mobile phone of eyewitness sent for forensic analysis

કૂન્નુર ક્રેશ / CDS રાવતના હેલિકોપ્ટર ક્રેશને લઈને મોટા સમાચાર, વીડિયો બનાવનાર વ્યક્તિનો મોબાઈલ તપાસ માટે મોકલાયો

Hiralal

Last Updated: 09:53 PM, 12 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશનો વીડિયો બનાવનાર વ્યક્તિનો ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે.

  • CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ મામલો
  • હેલિકોપ્ટર ક્રેશનો વીડિયો બનાવનાર વ્યક્તિનો ફોનની તપાસ 
  • ફોરેન્સિક તપાસ માટે માટે મોકલાયો ફોન

સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું તેની જાણકારી મેળવવા માટે ટ્રાઈ સર્વિસ કોર્ટે ઓફ ઈન્કવાયરી ચાલી રહી છે. કોઈમ્બુતર પોલીસે વીડિયો બનાવનાર શખ્સનો મોબાઈલ જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે. કૂન્નુરના પહાડી જંગલોમાં આ ક્રેશનો વીડિયો કોઈમ્બૂતરના ફોટોગ્રાફર વાઈ જે પોલ ઉર્ફ કુટ્ટીએ બનાવ્યો હતો, આ સમયે તેઓ જંગલમાં પરિવાર અને મિત્રોની સાથે રજા મનાવી રહ્યાં હતા. 

હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે 52 વર્ષીય કુટ્ટી જંગલમાં શુટિંગ કરી રહ્યાં હતા 
52 વર્ષીય કુટ્ટીએ જણાવ્યું હતું કે ક્રેશના સમયે તેઓ તેમના દોસ્ત નાસિર અને પરિવારની સાથે કટેરીના પહાડો પર બનેલા રેલવે ટ્રેક પર ફોટો શુટ કરી રહ્યા હતા. કુટ્ટીએ કુતૂહલાપૂર્વક હેલિકોપ્ટર ક્રેશનો મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો. ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.  વીડિયોમાં  હેલિકોપ્ટર આકાશમાં ઉડતું જોવા મળ્યું હતું અને ત્યાર બાદ અચાનક દેખાતું બંધ થઈ ગયું હતું.

પ્રતિબંધિત વિસ્તારમાં કેમ ગયા ફોટોગ્રાફર
પોલીસે એ વાતની પણ તપાસ કરી રહી છે કે પ્રતિબંધિત વિસ્તારમાં ફોટોગ્રાફર અને બીજા લોકો શા માટે ગયા હતા. તેઓ જે વિસ્તારમાં ગયા હતા ત્યાં ગાઢ જંગલ છે અને ત્યાં મોટી સંખ્યામાં જંગલી પ્રાણીઓ રહેતા હોવાથી તે વિસ્તાર બહારના મનુષ્યો માટે પ્રતિબંધિત છે. 

હવામાનની જાણકારી મેળવી રહી છે પોલીસ 
રિપોર્ટમાં એવું પણ જણાવાયું કે સ્થાનિક પોલીસે ચેન્નઈ સ્થિત ભારતીય હવામાન વિભાગ કેન્દ્ર પાસેથી દુર્ઘટનાવાળા વિસ્તારમાં 8 ડિસેમ્બરની હવામાનની વિગતો માગી છે. 

H | Final moments of Mi-17 chopper carrying CDS Bipin Rawat and 13 others before it crashed near Coonoor, Tamil Nadu yesterday

 8 ડિસેમ્બરે જનરલ રાવતના MI-17 હેલિકોપ્ટરને તમિલનાડુના કુન્નુરમાં અકસ્માત નડ્યો હતો

8 ડિસેમ્બરે જનરલ રાવતના MI-17 હેલિકોપ્ટરને તમિલનાડુના કુન્નુરમાં અકસ્માત નડ્યો હતો તેમા બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા સહિત 13 લોકોના મોત થયા હતા. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમની હાલમાં બેંગ્લુરુમાં સારવાર ચાલી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ