બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / CBI submitted Chargesheet against Manish Sisodia in rouse court

દિલ્હી / મનીષ સિસોદિયાએ ખુદ સ્વીકારી 'સબૂત' વાળા 2 મોબાઈલ નષ્ટ કરવાની વાત: CBIનો મોટો ધડાકો

Vaidehi

Last Updated: 07:19 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Excise Policy Case: CBIએ રાઉઝ કોર્ટની સમક્ષ ચાર્જશીટ દાખલ કરતાં જણાવ્યું કે મનીષ સિસોદિયાએ પોતે સ્વીકાર્યું છે કે તેમણે દારુ નીતિ કૌભાંડ સાથે સંકળાયેલા પુરાવાઓવાળા 2 ફોન નષ્ટ કર્યાં હતાં.

  • દારુ કૌભાંડ મામલામાં મનીષ સિસોદિયાએ કબૂલ્યો ગુનો
  • પુરાવાઓવાળા 2 ફોન નષ્ટ કરવાનો આરોપ કબૂલ્યો
  • CBIએ ચાર્જશીટ રાઉઝ કોર્ટને સોંપી

દિલ્હીનાં દારુ કૌભાંડ મામલાની તપાસ કરીને CBIએ ચાર્જશીટ રાઉઝ એવેન્યુ કોર્ટને સોંપી દીઝી છે. CBIએ ચાર્જશીટમાં કહ્યું કે પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સ્વીકાર્યું છે કે તેમણે 2 મોબાઈલ ફોન નષ્ટ કરી દીધાં હતાં જેમાં ગુનાનાં પુરાવાઓ હતાં.

બંને હેંડસેટને નષ્ટ કરવાની વાત કબૂલી 
CBI ચાર્જશીટ અનુસાર તપાસ બાદ જાણવા મળ્યું છે કે 1 જાન્યુઆરી 2020થી 19 ઓગસ્ટ 2022 સુધી સિસોદિયાએ 3 મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો જેમાંથી 2 ફોન 22 જૂલાઈ 2022થી પહેલા ઉપયોગમાં લેવાયા હતાં. મનિષ સિસોદિયાએ આ બંને હેંડસેટને નષ્ટ કરવાની વાત કબૂલી છે.

કાર્યવાહી કરવા જેવો વધુ એક  કેસ
CBIએ પોતાની ચાર્જશીટમાં કહ્યું કે આ હેંડસેટ તેમણે જાણી જોઈને નષ્ટ કર્યા હતાં કારણ કે તેમાં નીતિ સંબંધિત કેટલાક પુરાવાઓ હતાં. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે આ સિસોદિયાની સામે કાર્યવાહી કરવા જેવો વધુ એક કેસ છે.

ચાર્જશીટમાં ક્યાં આરોપ લગાવાયા છે?

  • CBIએ ચાર્જશીટમાં કહ્યું છે કે મનીષ સિસોદિયાએ સ્વીકાર કર્યો છે કે તેમણે 2 મોબાઈલ ફોન નષ્ટ કર્યાં છે. આ હેંડસેટને જાણી જોઈને નષ્ટ કરાયા છે કારણકે તેમાં દારુ કૌભાંડને લઈને ગંભીર પુરાવાઓ હતાં.
  • ચાર્જશીટમાં કહેવાયું કે સિસોદિયા GOM મંત્રીઓનાં સમૂહની રિપોર્ટનાં બનાવનારા હતાં.
  • CBIએ કહ્યું કે સિસોદિયાએ ખાનગી જથ્થાબંધ વેપારીઓને ઊંચા માર્જિન દ્વારા અનુચિત લાભ અપાવ્યો હતો.
  • ચાર્જશિટમાં કહેવાયું કે સિસોદિયાએ જનતા પાસેથી પ્રતિક્રિયા લેવાની પ્રક્રિયામાં પણ ફેરફારો કર્યાં. તેમણે અલ્પસંખ્યક આયોગનાં અધ્યક્ષનાં ઈમેઈલ સાથે પણ ચેડા કરી હતી.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ