બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / CBI in action: Raids at 16 locations across the country from Assam to Delhi

કાર્યવાહી / CBI એક્શનમાં: દેશમાં છેક આસામથી લઇને દિલ્હી સુધી 16 ઠેકાણાંઓ પર દરોડા, રેલવે અધિકારીઓમાં ફફડાટ

Priyakant

Last Updated: 09:22 AM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CBI Raid Latest News: કેસ નોંધ્યા પછી CBIએ આસામ, ત્રિપુરા, મણિપુર અને દિલ્હીમાં આરોપી અધિકારીઓ અને કંપની સાથે જોડાયેલા 16 જગ્યાઓ પર દરોડા પાડ્યા

  • 7 રેલવે કર્મચારીઓ અને ખાનગી કંપની BIPL વિરુદ્ધ રૂ. 60 કરોડની લાંચના કેસમાં કાર્યવાહી
  • CBIએ આસામ, ત્રિપુરા, મણિપુર અને દિલ્હી સહિત 16 જગ્યાએ પાડ્યા દરોડા 
  • આરોપી અધિકારીઓ અને કંપની સાથે જોડાયેલા 16 જગ્યાઓ પર દરોડા પાડ્યા 

CBI Raid : CBIએ સાત રેલવે કર્મચારીઓ અને ખાનગી કંપની ભરતિયા ઈન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ (BIPL) વિરુદ્ધ રૂ. 60 કરોડની લાંચના કેસમાં કેસ નોંધ્યો છે. આ મામલો 2016 થી 2023 વચ્ચે નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના પ્રોજેક્ટ માટે 60 કરોડ રૂપિયાની લાંચ આપવાનો છે. આ તરફ  કેસ નોંધ્યા પછી CBIએ આસામ, ત્રિપુરા, મણિપુર અને દિલ્હીમાં આરોપી અધિકારીઓ અને કંપની સાથે જોડાયેલા 16 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.

CBIના દરોડા દરમિયાન કેસ સંબંધિત ગુનાહિત દસ્તાવેજો અને આરોપીઓ દ્વારા હસ્તગત કરેલી મિલકતના દસ્તાવેજો મળી આવ્યા હતા. CBI અધિકારીએ જણાવ્યું કે, તત્કાલિન ડેપ્યુટી ચીફ એન્જિનિયર નિર્માણ રામપાલ, તત્કાલીન ડેપ્યુટી ચીફ એન્જિનિયર જીતેન્દ્ર ઝા અને બીયુ લસ્કર, તત્કાલીન સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર ઋતુરાજ ગોગોઈ, ધીરજ ભાગવત, મનોજ સૈકિયા, મિથુન દાસ અને BIPLના નામ FIRમાં છે.

વધુ વાંચો: અયોધ્યામાં રામલહેર: આજે પણ કતારમાં ભક્તોની લાંબી લાઇન, વાહનોની એન્ટ્રી પર રોક

આ મામલો ગયા વર્ષે ફેબ્રુઆરીમાં નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના વરિષ્ઠ સેક્શન એન્જિનિયર સંતોષ કુમારની 2 કરોડ રૂપિયાની લાંચ લેતા ધરપકડ બાદ CBI સમક્ષ આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન BIPL અને અન્ય જગ્યાઓ પર દરોડા દરમિયાન મળી આવેલા દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે, BIPLએ રેલવે અધિકારીઓને રૂ. 60 કરોડથી વધુની લાંચ આપી હતી. કંપનીએ 2016 અને 2022 ની વચ્ચે નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના છ મોટા પ્રોજેક્ટ્સ મેળવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ