બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / cars petrol pump fraud here is what you should know fuel diesel petrol density

તમારા કામનું / પેટ્રોલ પંપ પર માત્ર 0 જોઈ લેવાથી કામ નહીં ચાલે! આ રીતે પણ થાય છે છેતરપિંડી, જાણી લો નહીંતર પસ્તાશો

Manisha Jogi

Last Updated: 09:21 AM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સહેજ પણ લાપરવાહીને કારણે ગાડી ખરાબ થઈ શકે છે. અહીંયા ફ્યુઅલ ડેંસિટી વિશે વાત કરવામાં આવી રહી છે, જે પેટ્રોલ ડીઝલની પ્યોરિટી સાથે જોડાયેલ છે. જે માટે સરકારે સ્ટાન્ડર્ડ ફિક્સ કર્યું છે.

  • જાણો ફ્યુઅલ ડેંસિટી
  • લાપરવાહીને કારણે ગાડી ખરાબ થઈ શકે છે
  • ફ્યુઅલ ડેંસિટી માટે સરકારે સ્ટાન્ડર્ડ ફિક્સ કર્યું છે

જ્યારે પણ તમે પેટ્રોલ ભરાવવા જાય છો, તો ઝીરો જરૂર જોવો છો. ઝીરો ના જોઈએ તો પેટ્રોલ પંપ પર દગો થઈ શકે છે અને ઓછુ પેટ્રોલ ભરી શકે છે. ઝીરોની સાથે મશીન પર હજુ એક એવી વસ્તુ છે, જેનું ધ્યાન રાખવું જોઈએ. સહેજ પણ લાપરવાહીને કારણે ગાડી ખરાબ થઈ શકે છે. અહીંયા ફ્યુએલ ડેંસિટી વિશે વાત કરવામાં આવી રહી છે, જે પેટ્રોલ ડીઝલની પ્યોરિટી સાથે જોડાયેલ છે. જે માટે સરકારે સ્ટાન્ડર્ડ ફિક્સ કર્યું છે. અહીંયા અમે તમને એક એવા મશીન વિશે જાણકારી આપી રહ્યા છે, જેનાથી કાર ખરાબ થઈ શકતી નથી. 

તમે ઘણી વાર પેટ્રોલ પંપ પર ચોરી વિશે સાંભળ્યું હશે. પેટ્રોલ પંપ પર ઠગાઈ કેવી રીતે થાય છે, તે વિશે સમજવું જરૂરી છે. પેટ્રોલ પંપના કર્મચારીઓ ખૂબ જ ચાલાક બનીને તમને ઠગી શકે છે. તમને શક પણ ના થાય તે રીતે ઠગાઈ કરવામાં આવે છે. ઝીરો જોઈને તમને એવું લાગે છે કે, પેટ્રોલ પૂરું ભરવામા આવે છે, તેમ છતાં તમારી સાથે ઠગાઈ થઈ શકે છે. 

કેવી રીતે ઠગાઈ કરવામાં આવે છે
પેટ્રોલ અને ડીઝલની ડેંસિટી એટલે તેના ઘનત્વ બાબતે થઈ શકે છે. મશીન ડિસ્પ્લેમાં આ ડેંસિટી એમાઉન્ટ અને વોલ્યૂમ પછી ત્રીજા નંબરે જોવા મળે છે. પેટ્રોલની ડેંસિટી રેન્જ 730-770 kg/m3 હોય છે. જ્યારે ડીઝલની ડેંસિટી રેન્જ 820-860 kg/m3 હોય છે. પેટ્રોલ પૂરાવતા સમયે તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ડેંસિટી રેન્જ આ લેવલ કરતા ઓછી હોય તો, તેનો મતલબ છે કે, પેટ્રોલ પંપ પર મિલાવટ કરવામાં આવી છે. આ પ્રકારે થાય તો ઠગીની સાથે સાથે એન્જિન પર ખરાબ થવાની સંભાવના છે. 

ડેંસિટી રેન્જ આ લેવલ કરતા વધુ હોય તો પણ તેનો મતલબ છે કે, પેટ્રોલ પંપ પર મિલાવટ કરવામાં આવી છે. જેનાથી તમારા એન્જિન પર એડિશનલ પ્રેશર પડે ચે અને માઈલેજ ઓછું થશે. જેનાથી એન્જિનની લાઈફ પર અસર થઈ શકે છે. આ  કારણોસર ડ્યારે પણ પેટ્રોલ અથવા ડીઝલ ખરીદો તો તેની ડેંસિટી રેન્જ ચેક કરવી ખૂબ જ જરૂરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ