બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ટેક અને ઓટો / Car Loan On Used Vehicles or second hand cars know scrappage policy rate of interest

તમારા કામનું / સેકન્ડ હેન્ડ કાર હપ્તા પર લેવી હોય તો! જાણી લો શું છે કાર લોનની શરતો અને કેટલું ભરવું પડશે વ્યાજ

Arohi

Last Updated: 01:01 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Car Loan On Used Vehicles: સ્ક્રેપેજ પોલિસી આવ્યા બાદ સેકેન્ડ હેન્ડ કારો પર લાગતા ફાઈનાન્સમાં અમુક ફેરફાર થઈ ગયા છે. હવે આવી કારોને ઓછા સમય માટે અને વધારે વ્યાજ પર ફરી ફાઈનાન્સ કરવામાં આવી રહી છે.

  • સેકેન્ડ હેન્ડ કાર પર પણ મળી શકે છે લોન 
  • સ્ક્રેપેજ પોલિસીમાં થયા ફેરફાર 
  • સેકેન્ડ હેન્ડ કાર પર લોન માટેના શું છે નિયમો? 

ઘણા લોકોનું સપનું હોય છે કે પોતાની કાર હોય. એવામાં જ્યારે નવી કાર બજેટ બહાર હોય ત્યારે ઘણા લોકો સેકેન્ડ હેન્ડ કાર પણ ખરીદવાનું પસંદ કરતા હોય છે. માર્કેટમાં હાલ સેકેન્ડ હેન્ડ કારોનું બજાર પણ ખૂબ જ ગરમ છે અને તમને સર્ટિફાઈડ યુઝ્ડ કારો પણ મળે છે. જે કંડીશનમાં બિલકુલ પરફેર્ટ હોય છે અને તેની સાથે ગેરેન્ટી પણ આવે છે. 

સેકેન્ડ હેન્ડ કાર પર પણ મળે છે લોન 
હવે સવાલ એ ઉઠે છે કે જો તમારૂ બજેટ સેકેન્ડ હેન્ડ કાર ખરીદવાનું પણ નથી તો એવામાં તમારી પાસે કાર લોનનો ઓપ્શન આવે છે. જોકે અમુક લોકોનું માનવું હોય છે કે સેકેન્ડ હેન્ડ કારને લોન પર ન લેવી જોઈએ પરંતુ આ વાત અમુક હદ સુધી ખોટી પણ છે. સેકેન્ડ હેન્ડ કાર પણ સરળતાથી ફાઈનાન્સ થઈ જાય છે. 

જોકે સેકેન્ડ હેન્ડ કારો પર ફાઈનાન્સ ઓછા ટેન્યોર એટલે કે ઓછા વર્ષ માટે હોય છે. ત્યાં જ તેના વ્યાજ દર પણ નવી કારોના મુકાબલે થોડુ વધારે હોય છે. આવો તમને જણાવીએ કે સેકેન્ડ હેન્ડ કારો પર શું હોય છે ફાઈનાન્સની શરતો. 

બદલાઈ ગઈ છે શરતો 
સ્ક્રેપેજ પોલિસી આવ્યા બાદ સેકેન્ડ હેન્ડ કારો પર ફાઈનાન્સને લઈને અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. હવે તેજ ડીઝલ કારો પર બેંક કે અનબીએસી ફાઈનાન્સ કરે છે જેમની લાઈફ ઓછામાં ઓછી 5 વર્ષ બાકી હોય. ઉદાહરણ તરીકે જો તમને કોઈ કાર પસંદ આવે છે અને તે 2018ની રજીસ્ટર્ડ છે તો બેંક તેના પર ફાઈનાન્સ કરી દેશે. 

પરંતુ આ ફાઈનાન્સ ફક્ત 3 વર્ષ માટે જ હશે અને તેના વ્યાજદર પણ 12થી 14 ટકા સુધી હશે. ત્યાં જ પેટ્રોલ કારો પર પણ આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. જોકે આ નિયમ ક્યાંય પણ જણાવવામાં નથી આવ્યો પરંતુ બેંકોની તરફથી હવે આવી જ ગાડીઓ પર ફાઈનાન્સ કરવામાં આવી રહ્યું છે. 

શું થશે ફાયદો? 
તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને એક શાનદાર અને વધારે ફિચર્સથી સજ્જ કાર સસ્તામાં મળી જશે અને ફાઈનાન્સની રકમ ચુકવવા પર પણ તે નવી કારથી ઓછી કિંમત પર મળી જશે. સેકેન્ડ હેન્ડ કાર લેવાનો સૌથી મોટો ફાયદો હોય છે કે તમે નવી કારના બેસ મોડલથી પણ ઓછી કિંમત પર ટોપ વેરિએન્ટ સુધી લઈ શકો છો. જે સરળતાથી ફાઈનાન્સ પણ થઈ શકે છે અને તમે કારના માલિક બની શકો છો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ