બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / cabinet minister nitin gadkari announced about the ethanol vehicles to be launched in India in august

વિકાસ / ગાડી ખરીદવી હોય તો ઓગસ્ટ સુધી રોકાજો, સસ્તી મળશે, ઈંધણ ખર્ચ પણ 15 રુપિયા, ગડકરીનું એલાન

Vaidehi

Last Updated: 04:04 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એલાન કર્યું કે ઑગસ્ટથી દેશમાં 100% ઈથેનોલથી ચાલતાં વાહનો લૉન્ચ થશે જેનો ખર્ચ 15 રૂપિયા પ્રતિ લીટર આવશે.

  • ઑગસ્ટમાં 100% ઈથેનોલથી ચાલતાં વાહનનું થશે લૉન્ચિંગ
  • ગડકરીએ કહ્યું કે તેનો ખર્ચ થશે માત્ર 15 રૂપિયા પ્રતિ લીટર
  • મર્સિડીઝ બેંઝનાં ચેરમેન સાથેની વાતચીત અંગેની પણ આપી માહિતી

થોડા દિવસો પહેલાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મુંબઈ ખાતે થયેલ એક કાર્યક્રમમાં ઈથેનોલનાં વાહનોનાં લૉન્ચિંગ અંગેની જાહેરાત કરી હતી. હવે તેમણે નાગપુર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આ વાહનોની કંપની અને ખર્ચ અંગેની મોટી ઘોષણા કરી છે. જો આ ઈથેનોલથી ચાલતી ગાડીઓ ભારતમાં લૉન્ચ થાય છે તો તેનો સૌથી વધુ ફાયદો મધ્યમ વર્ગને થઈ શકે છે. આ સાથે જ પર્યાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટાડવવામાં ઈથેનોલ વાહનો મદદરૂપ સાબિત થઈ શકે છે.

40% વીજળી પણ જનરેટ થશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે તેઓ ઑગસ્ટ મહિનામાં ટોયોટા કંપનીની કેમરી કાર લૉન્ચ કરશે જે 100% ઈથેનોલથી ચાલશે. એટલું જ નહીં આ કાર 40% વીજળી પણ પેદા કરશે. 

ખર્ચ માત્ર 15 રૂપિયા પ્રતિ લીટર
નીતિન ગડકરીએ કહ્યું કે જો તમે તેની તુલના પેટ્રોલ સાથે કરશો તો આ કારનો ખર્ચ માત્ર 15 રૂપિયા પ્રતિ લીટર રહેશે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે તેમણે હાલમાં જ મર્સિડીઝ બેંઝ કંપનીનાં અધ્યક્ષની મુલાકાત કરી હતી જેમણે ઈલેક્ટ્રિક વાહન લૉન્ચ કર્યું છે. મર્સિડીઝનાં ચેરમેને તેમને કહ્યું કે તેઓ ભવિષ્યમાં માત્ર ઈલેક્ટ્રિક વાહન જ બનાવશે. તેમણે કહ્યું કે અમે નવા વાહનો લાવી રહ્યાં છીએ જે સંપૂર્ણપણે ઈથેનોલથી ચાલશે. બજાજ, TVS અને હીરો સ્કૂટર 100% ઈથેનોલ પર ચાલશે.

કઈ રીતે સસ્તું પડશે આ વાહન?
ગડકરીએ સસ્તી ગાડીનો દાવો કરતાં કહ્યું કે ઈથેનોલનો ભાવ 60 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે પેટ્રોલનો ભાવ 120 રૂપિયા પ્રતિ લીટર છે. પરંતુ આ વાહન 40% વીજળી પણ ઉત્પન્ન કરશે એટલે કે તેની કિંમત 15 રૂપિયા પ્રતિ લીટર કહેવાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ