મોદી સરકારે સેમિકંડક્ટર અને ડિસપ્લે ઉત્પાદનને મોટી સહાય આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટની આજે મળેલી બેઠકમાં સેમિકંડક્ટર અને ડિસપ્લે ઉત્પાદન યોજનામાં ફેરફારને મંજૂરી આપવામાં આવી છે. આને કારણે 2 લાખ લોકોને સીધી અને 8 લાખ લોકોને પરોક્ષ રોજગારી મળશે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી.
Cabinet approved modifications in “Programme for Development of Semiconductors & Display Manufacturing Ecosystem”. 50% incentives for semiconductor fabs across technology nodes as well as for compound semiconductors, packaging & other semiconductor facilities: Union Min A Thakur pic.twitter.com/eQQHi49klj
સેમીકન્ડક્ટર સુવિધાઓ માટે 50 ટકા ઇન્સેન્ટિવ
અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટે સેમીકન્ડક્ટર્સના વિકાસ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના કાર્યક્રમમાં સુધારાને મંજૂરી આપી દીધી છે. ટેક્નોલોજી નોડ્સ તેમજ કમ્પાઉન્ડ સેમીકન્ડક્ટર, પેકેજિંગ અને અન્ય સેમીકન્ડક્ટર સુવિધાઓ માટે 50 ટકા ઇન્સેન્ટિવ આપવામાં આવશે. તેનાથી 2 લાખ લોકોને સીધી રોજગારી મળશે અને 8 લાખ લોકોને પરોક્ષ રોજગારી મળશે.
મોદી કેબિનેટના બીજા બે મોટા નિર્ણય
(1) સોલર પીવી મોડ્યુલ માટે PLI સ્કીમને મંજૂરી
(2) નેશનલ લોજિસ્ટિક પોલિસીને મંજૂરી
Cabinet approves National Logistics Policy: Union Minister Anurag Thakur
14 ક્ષેત્રો માટે PLI સ્કીમ
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકાર 14 ક્ષેત્રોમાં PLI સ્કીમ લાવી છે. ઉલ્લેખનીય છે કે PLI એટલે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેટીવ.