બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / By risking her life, the mother saved her calf from death you will get emotional after watching the video.

મા તે મા / VIDEO: વાઘે વાછરડાનું ગળું દબાવ્યું અને ગાય દોડી, 5 જ સેકન્ડમાં બચાવી લીધો જીવ, દ્રશ્યો જોઈને રૂંવાડા ઊભા થઈ જશે

Pravin Joshi

Last Updated: 11:39 AM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોવા મળે છે કે આ વાઘ વાછરડાની પાછળ દોડ્યો અને થોડી જ વારમાં તેને પકડી લીધો. પરંતુ કહેવાય છે ને કે માં તે માં. અચાનક ત્યાં વાછરડાની માંની એન્ટ્રી થાય છે અને વાઘના છક્કા છોડાવી દે છે.

  • વાઘે ગાયોના ટોળા પર હુમલો કર્યો 
  • એક વાછરડાને બનાવ્યું શિકાર
  • ગાયે વાછરડાને વાઘના શિકારથી બચાવ્યું

વાઘ ખૂબ જ ખતરનાક પ્રાણી છે. જે કોઈ વાઘના ચુંગાલમાં ફસાઈ જાય તેનું બચવું મુશ્કેલ છે. આ એપિસોડમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યારે વાઘે ગાયોના ટોળા પર હુમલો કર્યો હતો. આ પછી તેણે તે ટોળામાંથી એક વાછરડાને પોતાનો શિકાર બનાવ્યો. તેણે વાછરડાને પકડતાની સાથે જ વાછરડાનો અવાજ સાંભળીને ગાય ત્યાં પહોંચી અને તે પછી શું થયું તે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા છે. 

ગાયે તેના વાછરડાને વાઘ પાસેથી બચાવ્યું

મળતી માહિતી મુજબ આ મામલો ઉત્તરાખંડના પૌડીનો છે. આ ઘટનાનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે ક્યાંયથી એક વાઘ ગાયોના ટોળા પર પહોંચીને હુમલો કરે છે. આ પછી વાઘને જોઈને બધા પ્રાણીઓ આમ તેમ ભાગવા લાગે છે. આ દરમિયાન વાઘે એક વાછરડા પર હુમલો કરી તેને ઝડપી પાડે છે. પરંતુ પછી વાછરડાનો અવાજ સાંભળીને તેની માતા પાછળથી આવે છે. અહીં વાઘ અને વાછરડું બંને નીચે પડી જાય છે અને બીજી જ ક્ષણે ગાય ઝડપથી તેની પાસે પહોંચી જાય છે. વાઘે ગાયનું વિકરાળ સ્વરૂપ જોયું કે તરત જ તે વાછરડાને છોડીને પાંચ સેકન્ડમાં જ ભાગી ગયો અને જંગલમાં નાસી ગયો હતો. 

વાછરડું પણ પોતાનો જીવ બચાવવા વાઘ સાથે લડતું જોવા મળ્યું

વીડિયોમાં જોવા મળેલી બીજી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે વાઘે વાછરડાને પકડી લીધું ત્યારે વાછરડું પણ પોતાનો જીવ બચાવવા વાઘ સાથે લડતું જોવા મળ્યું હતું. જો કે, ત્યાં સુધીમાં બીજી જ ક્ષણે ગાય પણ ત્યાં પહોંચી ગઈ હતી અને ગાયને જોઈને વાઘ ત્યાંથી ભાગી ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ