બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Politics / By election result: BJP won 3 seats out of 7 including 2 seats in tripura and 1 in Uttrakhand, Samajvadi party can win in Ghosi

BIG NEWS / છ રાજ્યોની પેટાચૂંટણીના પરિણામ: UPમાં સપાની સાઇકલ ચાલી, ભાજપને ઝટકો; જોકે આ રાજ્યોમાં મેળવી ભવ્ય જીત

Vaidehi

Last Updated: 04:25 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે કુલ 7 સીટોમાંથી 3 પર જીત મેળવી લીધી છે પરંતુ યૂપીનાં ઘોસીમાં સપાએ બાજી મારી શકે છે.અત્યારસુધી ઘોસીમાં સપાનાં સુધારકરસિંહ 25 હજાર વોટોથી આગળ છે.

  • ભાજપે 7માંથી 3 સીટો પર મેળવી જીત
  • યૂપીનાં ઘોસીમાં ભાજપને લાગી શકે છે ઝટકો
  • સપાનાં સુધારકરસિંહ 25 હજાર વોટથી આગળ

દેશમાં INDIA અને NDA ગઠબંધનનાં શક્તિ પ્રદર્શનની વચ્ચે 6 રાજ્યોની 7 વિધાનસભા સીટો માટેની પેટાચૂંટણીનાં ચોંકાવનારા પરિણામો આવ્યાં છે. ભાજપે કુલ 7માંથી 3 સીટો પર જીત મેળવી છે પરંતુ યૂપીનાં ઘોસીમાં સપા ભાજપથી આગળ ચાલી રહી છે. અત્યાર સુધી ઘોસીમાં સપાનાં સુધારકર સિંહ 25 હજાર વોટથી આગળ ચાલી રહ્યાં છે. તો ભાજપનાં દારાસિંહ ચૌહાણ દ્વિતીય નંબર પર છે. આ સિવાય TMC, કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોર્ચાને પણ એક-એક સીટ મળી છે.

ભાજપની આ સીટો પર જીત
ભાજપ માટે સૌથી સારા સમાચાર ત્રિપુરાથી આવ્યાં છે. ધનપુર અને બોક્સાનગર સીટ પર ભાજપ જીતી ગઈ છે. આ રીતે ભાજપે ત્રિપુરામાં પોતાની સરકાર ટકાવી લીધી છે. બોક્સાનગરથી ભાજપનાં તફજ્જલ હુસૈન અને ધનપુરથી બિંદુ દેબનાથ ચૂંટણીનાં મેદાનમાં ઊતર્યાં હતાં. તો બીજી તરફ ઉત્તરાખંડની બાગેશ્વર સીટ પર પણ ભાજપ જીતી ગઈ છે. અહીં ભાજપની પાર્વતી દાસે કોંગ્રેસ ઉમેદવાર બસંત કુમારને અઢી હજાર વોટથી માત આપી છે. 

ઘોસીની સીટ પર સપા
ઉત્તરપ્રદેશમાં ઘોસીની સીટ પર અખિલેશ યાદવને સફળતા મળતી દેખાઈ રહી છે. સપા કેંડિડેટ સુધારકરસિંહે ભાજપનાં દારાસિંહને પાછળ મૂક્યાં છે. હાલમાં જેટલો અંતર છે એ જોઈને સપાની જીત આ સીટ પર થાય તેવું લાગી રહ્યું છે.

અન્ય પાર્ટીઓની સ્થિતિ
ડુમરી સીટ પર ઝારખંડ મુક્તિ મોર્ચાની બેબી દેવી 15 હજાર વોટથી જીતી ગઈ છે. EDની રેડ અને ભ્રષ્ટાચારનાં આરોપોની વચ્ચે CM હેમંત સોરેન માટે આ મોટી રાહત છે. બંગાળની ધુપગુડી સીટ પર TMCનાં ઉમેદવાર નિર્મલ ચંદ્ર રૉય 4000 વૉટથી જીત્યાં છે.  કોંગ્રેસને માત્ર એક જગ્યાએથી ખુશ ખબર મળી છે. કોંગ્રેસનાં ઉમેદવાર ચાંડી ઓમાને કેરળનાં પુથુપલ્લી સીટ પર વિજય મેળવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ