કેમ ભઈ.! /
હોટલમાં જઈ ચા પીનારા ગ્રાહકો અને સંચાલકો પર તૂટી પડ્યા PSI, વડોદરામાં સિટી પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ
Team VTV06:03 PM, 19 Mar 23
| Updated: 06:05 PM, 19 Mar 23
વડોદરા સિટી પોલીસના PSI કે.પી.ડાંગરે યાકુતપુરાના સરસિયા તળાવ પાસેની હોટેલમાં સંચાલક અને ગ્રાહકોને માર માર્યાનો વીડિયો વાયરલ થયો છે.
વડોદરા સિટી પોલીસના PSIની દાદાગીરી
હોટેલમાં સંચાલકો અને ગ્રાહકોને માર્યો માર
PSI કે.પી.ડાંગરે હોટેલમાં જઈ માર્યો માર
વડોદરામાં સિટી પોલીસના PSIની દાદાગીરી સામે આવી છે. PSI હોટલમાં જઈ હોટલ સંચાલક અને ગ્રાહકોને માર મારતાનો વીડિયો વાયરલ થયો છે. PSIએ હોટેલમાં જઇને ગ્રાહકોને લાકડી વડે માર મારતાનો વીડિયો સામે આવ્યો છે.
PSIની દાદાગીરીનો વીડિયો થયો વાયરલ
PSI કે.પી.ડાંગરે યાકુતપુરાના સરસિયા તળાવ પાસેની હોટેલમાં જઇ પોતાનો રોફ બતાવ્યો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. 14 માર્ચના રોજે રાત્રે 12 વાગ્યા આસપાનો બનાવ બન્યાની વિગતો છે. મદાર હોટેલમાં જઇને ચા પીનારા ગ્રાહકો PSI પર તૂટી પડ્યા હતાં. PSIની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હોટેલ સંચાલક કુતબુદ્દીને પોલીસ સમક્ષ રજૂઆત કરી PSIના વર્તન સામે ન્યાયની માગ કરી છે. PSI કે પી ડાંગર સહિત અન્ય પોલીસકર્મીએ પણ ગ્રાહકોને લાઠી મારી છે.
14 માર્ચે ઘટના બની હતી
14 માર્ચના રોજ રાત્રે 12 વાગ્યે આજુ બાજુની આ ઘટના હોવાની વિગતો છે. મદાર હોટેલમાં ચા પી રહેલા ગ્રાહકો અને સંચાલકને માર મારીને ભગાડ્યા હતા. જેના CCTV પણ વાઇરલ થઈ રહ્યાં છે. PSIના વર્તન અંગે સોશિયલ મીડિયામાં લોકો ટીકા ટીપ્પણી પણ કરી રહ્યાં છે.
હોટેલના સંચાલકનું નિવેદન
હોટેલના સંચાલક કુતબુદ્દીનએ કહ્યું કે, છે કે, પીએસઆઈના વર્તન અંગેની સમગ્ર બાબત સીસીટીવી કેમેરામાં કેદ થયેલી છે. તેમણે ઉમેર્યું કે, અમે પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે તેમજ છતાં ન્યાય નહીં મળે તો અદાલત તરફ વળીશું.