બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / સુરત / builders and jewelers were caught in IT search operation in Surat

દરોડા / સુરતમાં બિલ્ડર અને જ્વેલર્સને ત્યાં સર્ચ ઑપરેશન યથાવત, 1 કરોડની રોકડ સહિત જ્વેલરી સીઝ કરાઈ

Kiran

Last Updated: 08:53 AM, 6 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડમાં IT વિભાગે 40માંથી 30 સ્થળેથી 1 કરોડ રોકડ સહિત જ્વેલરી સીઝ કરાયા, લેપટોપ તેમજ હાર્ડ ડિસ્ક કબ્જે કર્યા

  • બિલ્ડર અને જ્વેલર્સને ત્યાં સર્ચ ઑપરેશન યથાવત
  • 40માંથી 30 જગ્યાઓ પર ITનું સર્ચ ઑપરેશન પૂર્ણ
  • 1 કરોડની રોકડ અને જ્વેલરી સીઝ કરવામાં આવી

સુરત શહેરમાં 3 ડિસેમ્બરે સંગીની બિલ્ડર ગ્રુપ પર આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.  શહેરના 2 બિલ્ડર ગ્રુપ ઉપરાંત ફાયનાન્સર અને ભાગીદારોને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં 40 પૈકી 30 સ્થળે કામગીરી પૂર્ણ થઈ છે. સાથે સાથે 1 કરોડ રોકડ, જ્વેલરી અને 10 બેન્ક લોકર સીઝ કરાયા છે. આ સ્થળોએથી 80થી 100 કરોડના ડોક્યુમેન્ટ મળ્યા છે, સાથે સાથે લેપટોપ, કોમ્પ્યુટર અને હાર્ડડિસ્ક સહિતની વસ્તુઓ આવકવેરા વિભાગ દ્વારા કબ્જે લેવામાં આવ્યા છે.



 

બિલ્ડર અને જ્વેલર્સને ત્યાં સર્ચ ઑપરેશન યથાવત

આવક વેરા વિભાગ દ્વારા સંગીની ડેવલપર અને અરિહંતને ત્યાં ઘર અને ઓફિસમાં તપાસ યથાવત રાખવામાં આવી છે.  તપાસ દરમિયાન ડોક્યુમેન્ટના આધારે દરોડાને સફળ બનાવવા માટે અધિકારીઓએ બિલ્ડરોના નાના ભાગીદારો અને કર્મચારીઓને પણ સાણસામાં લીધા છે. કેટલીક જગ્યાએ મહત્વના કાગળો મળી આવ્યા હોવાનું અધિકારીઓ દ્વારા જણાવમાં મળ્યું છે. દરોડા દરમિાયન અંદાજે રૂપિયા 100 કરોડના ડોક્યુમેન્ટ જપ્ત કરાયા છે જેને આઇટી વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

40માંથી 30 જગ્યાઓ પર ITનું સર્ચ ઑપરેશન પૂર્ણ

આવેકવેરા વિભાગે સપાટો બોલાવતા અરિહંત ગ્રુપ, મહેન્દ્ર ચંપક ગ્રુપ અને અશેષ દોશીને ત્યાં પણ સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, બેનામી સંપત્તિ કે આવક કરતા વધુ સંપત્તિની ચકાસણી કરવામાં આવી રહી છે. મહત્વનું છે અગાઉ અમદાવાદમાં પણ અનેક જગ્યાએ આવકવેરા વિભાગ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સુરતમાં સવારથી જ આવેકવેરા વિભાગ ધામા નાખતા ઉદ્યોગકારો અને વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ