બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / BRTS revenues break past 13-year record, hit 2022 revenue figures, fast travel likes

પરિવહન સેવા / BRTSની આવકે છેલ્લાં 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો, વર્ષ 2022ની તોતિંગ કમાણીનો આંકડો આવ્યો સામે, ઝડપી મુસાફરી ગમી

Vishal Khamar

Last Updated: 11:18 PM, 6 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMTS દાયકાઓથી શહેરીજનોને નોકરી-ધંધાના સ્થળે કે શાળા-કોલેજ પહોંચાડી રહી છે. જોકે તેની સામે BRTSએ છેલ્લાં લગભગ સવા દાયકામાં લોકચાહના મેળવી છે.

  • AMTS-BRTS અને મેટ્રો રેલવે - એમ જાહેર પરિવહન સેવાક્ષેત્રે ત્રણ વિકલ્પ ઉપલબ્ધ
  • છેલ્લાં ૧૩ વર્ષમાં તંત્રને ૨૦૨૨માં ઐતિહાસિક રૂ. ૮૧.૧૧ કરોડની આવક
  • BRTSએ છેલ્લાં લગભગ સવા દાયકામાં લોકચાહના મેળવી છ

 શહેરીજનો માટે હાલમાં AMTS-BRTS અને મેટ્રો રેલવે - એમ જાહેર પરિવહન સેવાક્ષેત્રે ત્રણ વિકલ્પ ઉપલબ્ધ છે. AMTS દાયકાઓથી શહેરીજનોને નોકરી-ધંધાના સ્થળે કે શાળા-કોલેજ પહોંચાડી રહી છે. જોકે તેની સામે BRTSએ છેલ્લાં લગભગ સવા દાયકામાં લોકચાહના મેળવી છે. BRTS તેની નિયમિતતા, સ્વચ્છતા અને ઝડપ માટે પેસેન્જર્સમાં વખણાતી હોઈ તેનો ઉપયોગ કરનારા પણ વધતા જાય છે, જેના કારણે તંત્ર દ્વારા મળેલા સત્તાવાર આંકડાને તપાસતા છેલ્લા વર્ષ ૨૦૨૨માં આવક અને પેસેન્જર્સની દૃષ્ટિએ નવો રેકોર્ડ નોંધાયો છે. મ્યુનિસિપલ કોંગ્રેસના ઉપનેતા અને દરિયાપુરના કોર્પોરેટરને મળેલી માહિતીના આધારે આ વર્ષે તંત્રને કુલ ૬.૨૩ કરોડ પેસેન્જર્સથી રૂ. ૮.૧૧ કરોડથી વધુની આવક 
થઈ હતી. 


BRTSને લોકોએ હવે જાહેર પરિવહન સેવાક્ષેત્રનો અનિવાર્ય વિકલ્પ માની લીધો છે. AMTS કરતાં આ સર્વિસ થોડીક મોંઘી હોવા છતાં તેમાં બસનું સમયપત્રક મહદ્ અંશે જળવાઈ રહે છે અને તેના સ્વતંત્ર કોરિડોરના કારણે જે તે બસસ્ટેશનથી નીકળેલી બસ સડસડાટ કોરિડોરમાં દોડીને પેસેન્જર્સને તેના ગંતવ્ય સ્થાને ઝડપભેર પહોંચાડી રહી છે. 
આજની તારીખમાં મ્યુનિસપલ સત્તાવાળાઓ દ્વારા BRTS કોરિડોરમાં રોજ કુલ ૩૩૧ બસ દોડાવાઈ રહી છે, જેનો રોજના બે લાખથી વધુ પેસેન્જર લાભ ઉઠાવી રહ્યા છે. આટલી જબ્બર સંખ્યામાં પેસેન્જર હોઈ મ્યુનિસિપલ તંત્રને દૈનિક રૂ. ૨૬ લાખથી વધુની આવક થાય છે. BRTSનો પ્રારંભ ઓક્ટોબર-૨૦૦૯માં થયો હતો. તે વખતે આ બસસર્વિસ ચંદ્રનગર (વાસણાથી) આરટીઓના સીમિત રૂટ પર દોડી હતી. શરૂઆતના વર્ષમાં એટલે કે ૨૦૦૯માં સીમિત રૂટ અને બસની સંખ્યાના કારણે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર - ૨૦૦૯ એમ ત્રણ મહિનામાં માત્ર ૧૭.૬૨ લાખ પેસેન્જર્સ નોંધાઈને ફક્ત રૂ. ૮૨.૧૭ લાખની આવક થઈ હતી. 

દરિયાપુરના કોર્પોરેટર અને મ્યુનિસિપલ કોંગ્રેસના ઉપનેતા નીરવ બક્ષીને તંત્ર દ્વારા અપાયેલી માહિતીને તપાસતાં વર્ષ ૨૦૧૦માં કુલ ૪.૩૧ કરોડ પેસેન્જર્સથી રૂ. ૧૨ કરોડની આવક, વર્ષ ૨૦૧૧માં ૪૩.૧૨ લાખ પેસેન્જર્સથી રૂ. ૨૫.૮૯ કરોડની આવક તંત્રને થઈ હતી. જેમ જેમ BRTSમાં નવી બસનો કાફલો ઉમેરાતો ગયો અને તેનો વ્યાપ શહેરમાં વધતો ગયો તેમ તેમ તેમાં પેસેન્જર્સની સંખ્યા અને આવકમાં પણ ઉલ્લેખનીય વૃદ્ધિ થતી ગઈ. વર્ષ ૨૦૧૯માં ૪.૯૫ કરોડ પેસેન્જર્સથી સત્તાવાળાઓને રૂ. ૬૪.૭૨ કરોડની આવક થઈ હતી. 
આ રીતે BRTSની લોકપ્રિયતાનો ગ્રાફ ઉત્તરોત્તર ઊંચે ચડતો જતો હતો, પરંતુ અચાનક કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે તેને પણ ગ્રહણ લાગ્યું હતું. એપ્રિલ-૨૦૨૦ અને મે-૨૦૨૦માં સમગ્ર દેશવ્યાપી લોકડાઉનથી BRTSનાં પૈડાં પણ થંભી ગયાં હતાં.
તા. ૧ જૂન-૨૦૨૦થી લોકડાઉનમાં તબક્કાવાર અનલોક જાહેર કરાતાં BRTS બસ પણ ડેપોમાંથી બહાર આવીને કોરિડોરમાં દોડતી થઈ હતી.   જોકે કોરોનાના ગ્રહણના કારણે BRTSના રૂટ ખાસ્સા એવા પ્રભાવિત થયા હતા. પરિણામે તે વર્ષ દરમિયાન તંત્રના ચોપડે માત્ર  ૧.૯૭ કરોડ પેસેન્જર નોંધાઈને રૂ. ૨૫.૧૬ કરોડની આવક તંત્રને થવા પામી હતી. 
વર્ષ ૨૦૨૦-૨૧માં પણ કોરોનાની માઠી અસરથી BRTSને ૧૮ માર્ચ, ૨૦૨૧થી બંધ કરવી પડી હતી, જેના કારણે પુનઃ BRTSમાં મુસાફરી કરતા પેસેન્જર્સ ગભરાતા હતા અને પરિણામે ઓછા પેસેન્જર નોંધાઈને તંત્રને આવકમાં પણ સારો એવો ફટકો પડ્યો હતો. વર્ષ ૨૦૨૦-૨૧માં ૨.૭૮ કરોડ પેસેન્જર્સે BRTSની મુસાફરી કરતાં મ્યુનિસિપલ તિજોરીમાં રૂ. ૩૬ કરોડ ઠલવાયા હતા. 
જોકે ગત ૨૦૨૨ના વર્ષ દરમિયાન કોરોનાની ભીતિ લગભગ ગાયબ થઈ જતાં સામાન્ય જનજીવન રાબેતા મુજબ થયું હતું અને તેનો ફાયદો BRTSને પણ થયો હતો. વર્ષ ૨૦૨૨ દરમિયાન ૬.૨૩ કરોડથી વધુ પેસેન્જર્સનો નવો રેકોર્ડ નોંધાયો 
હતો. BRTSની ૧૩ વર્ષની સફર દરમિયાન તે વર્ષે મ્યુનિસિપલ સત્તાધીશોને આવકમાં બખ્ખેબખ્ખાં થઈને રૂ. ૮૧.૧૧ કરોડથી વધુ નાણાં મળ્યાં હતાં.

પેસેન્જર્સ માટે અત્યારે ૧૯૫ બસસ્ટેશન - કેબિન ઉપલબ્ધ
આજની સ્થિતિએ તંત્ર દ્વારા BRTSના બે લાખથી વધુ પેસેન્જર્સ માટે ૧૪૩ બસસ્ટેશન અને બાવન કેબિન મળીને કુલ ૧૯૫ બસસ્ટેશન- કેબિનનો લાભ અપાઈ રહ્યો છે તેમજ આ બસસર્વિસ ૧૮ રૂટ પર ૯૦ કિ.મી.નો કોરિડોર મળીને કુલ ૧૮૦ કિ.મી.નો શહેરમાં વ્યાપ ધરાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ