બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / સ્પોર્ટસ / વિશ્વ / broke out during african cup football match in cameroon

BIG NEWS / કૈમરૂનમાં ફૂટબૉલ મેચ જોવા લોકો થયા બેકાબૂ, નાસભાગમાં 6 લોકોના મોત, 40ને ગંભીર ઈજા

Pravin

Last Updated: 02:29 PM, 25 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૈમરૂનમાં આયોજીત આફ્રિકી કપ ફૂટબૉલ ટૂર્નામેન્ટની એક મેચ દરમિયાન સ્ટેડિયમની બહાર મચેલી ભાગદોડમાં સોમવારે ઓછામાં ઓછા 6 લોકોના મોત થઈ ગયાં છે.

  • 50 વર્ષમાં પહેલી વખત મેજબાની કરી
  • નાસભાગ થતાં બની મોટી દુર્ઘટના
  • ફૂટબોલ ટૂર્નામેન્ટની મેચ દરમિયાન પડાપડી

કૈમરૂનમાં આયોજીત આફ્રિકી કપ ફૂટબૉલ ટૂર્નામેન્ટની એક મેચ દરમિયાન સ્ટેડિયમની બહાર મચેલી ભાગદોડમાં સોમવારે ઓછામાં ઓછા 6 લોકોના મોત થઈ ગયાં છે. એક સ્થાનિક અધિકારી આ અંગેની જાણકારી આપી છે. આ ઘટના બાદ મહાદ્વિપના સૌથી મોટા આયોજનની મેજબાની માટે મધ્ય આફ્રિકી દેશની ક્ષમતા પર સાવાલો ઊભા થઈ રહ્યા છે. તો વળી કૈમરૂનના મધ્ય વિસ્તારના ગવર્નર નાસેરી પૉલ બીયાએ કહ્યું કે, આ ઘટનામાં હજૂ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, અમે હજૂ આપને હાલમાં કુલ સંખ્યા બતાવાની સ્થિતીમાં નથી. મેચ જોવા માટે યાઉંદેના ઓલેમ્બે સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોની વચ્ચે નાસભાગ મચી જવાના કારણે આ દુર્ઘટના ઘટી હતી.

તો વળી આ ઘટનાને લઈને મેસ્સાસ્સી હોસ્પિટલ માટે અધિકારીઓએ જણાવ્યું કે, લગભગ 40 લોકો ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, હોસ્પિટલ પાસે આ તમામની સારવાર કરવાની ક્ષમતા નથી. નર્સ ઓલિંગા પ્રુડેંસે કહ્યું કે, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને એક વિશેષ હોસ્પિટલમાં મોકલવા પડશે. ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, ભાગદોડમાં કેટલાય બાળકો પણ દબાઈ ગયાં છે. તેમણે કહ્યું કે, સ્ટેડિયમના મેનેજમેન્ટ દ્વારા દરવાજા બંધ કરી દીધા અને લોકોને અંદર જતાં રોકવામાં આવ્યા, તેના લીધો ભાગદોડ મચી ગઈ.

લોકોએ બળજબરીપૂર્વક સ્ટેડિયમમાં જવાની કોશિશ કરી

ફુટબોલ ટૂર્નામેન્ટના અધિકારીઓએ જણાવ્યું કે, લગભગ 50,000 લોકોએ મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવવાની કોશિશ કરી હતી. સ્ટેડિયમમાં 60,000 લોકોના બેસવાની ક્ષમતા છે. પણ કોરોના વાયરસના સંક્રમણને જોતા સ્ટેડિયમની ક્ષમતા 80 ટકાથી વધારે લોકોને અંદર આવવાની મંજૂરી આપવામાં આવી નથી. 

કેમરૂન પહેલી વાર કરી રહ્યું છે આ ટૂર્નામેન્ટની મેજબાની

તો વળી આફ્રિકી કપનું સંચાલન કરનારા 'આફ્રિકી ફુટબોલ પરિસંઘ' એક નિવેદનમાં કહ્યું હતું કે, આ ઘટનાની જાણકારી છે. તેમણે કહ્યું કે, અમે સ્થિતીની તપાસ કરી રહ્યા છે અને જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ. કૈમરૂન 50 વર્ષમાં પહેલી વાર આ ટૂર્નામેન્ટની મેજબાની કરી રહ્યું છે. તેને 2019માં આ ટૂર્નામેન્ટની મેજબાની કરી હતી. પણ કૈમરૂનની તૈયારીઓને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરતા તેની મેજબાની મિસ્ત્રને સોંપવામાં આવી હતી. આ અગાઉ રવિવારે યાઓંડે એક નાઈટક્લબમાં શ્રેણીબંધ વિસ્ફોટ બાદ આગ લાગવાથી લગભગ 17 લોકો માર્યા ગયા હતાં. ત્યાર બાદ કૈમરૂનના રાષ્ટ્રપતિ પૉલ બિયાએ લોકોને સાવધાન રહેવા કહ્યું હતું. કારણ કે, દેશ સૌથી મોટી ફુટબોલ ટૂર્નામેન્ટની મેજબાની કરી રહ્યું છે. કૈમરૂન સોમવારે મૈચ 2.1થી જીતીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ