બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Bright conditions to start a long-delayed sea plane

ગુજરાત / ફરી સી-પ્લેન સેવા શરૂ કરવાનો પ્લાન, તો બીજી બાજુ રાજ્ય સરકાર હસ્તક હવાઈસેવાના ખર્ચ આંકડા આવ્યા બહાર

Kishor

Last Updated: 05:39 PM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબા સમયથી બંધ હાલતમાં રહેલ સી પ્લેન શરૂ થાય તેવા ઉજળા સંજોગો વર્તાઈ રહ્યા છે. આ મામલે ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાના પ્રશ્ન પર જવાબ આપી સરકાર આ દિશામાં પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.

  • રાજ્યમાં ફરી શરૂ થશે સી-પ્લેનની સેવા 
  • રાજ્ય સરકારે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં લેખિત જવાબ રજૂ કર્યો 
  • ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાના પ્રશ્ન પર સરકારનો જવાબ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી પ્લેનની સેવા પ્રવાસીઓ માટે શરૂ કરી હતી. પરંતુ આ પ્લેન સેવા લાંબા સમયથી બંધ હાલતમાં છે જેને લઈન સી પ્લેન માટે કેવડીયા વોટર એરોડ્રામ છે એ કોડીની કિંમતનું બન્યું છે. ત્યારે પ્રવાસીઓ આ સેવા ફરી શરૂ થાય તેવી માંગ સાથે કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ મામલો આજે વિધાનસભા ગૃહમાં ગાજયો હતો. જેમાં સરકારે આગામી સમયમાં આ સેવા શરૂ કરવા પ્રયત્નશીલ હોવાનું સબંધિત વિભાગના મંત્રી દ્વારા સતાવાર રીતે નિવેદન આપવામાં આવ્યું છે.

આજથી ગુજરાત વિધાનસભાના બે દિવસીય ટૂંકા સત્રની શરૂઆત, કુલ આટલા બિલ રજૂ  કરાશે, ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચાશે! | two days short session of the  Gujarat Legislative ...


 
સી-પ્લેન પુનઃ શરૂ કરવાનું સરકારનું આયોજન

રાજ્યમાં ફરી શરૂ સી પ્લેનની સેવા શરૂ થશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ અંગે રાજ્ય સરકારે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં લેખિત જવાબ રજૂ કર્યો છે. ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ સી પ્લેન સેવાનો પ્રશ્ન વિધાનસભાના ફ્લોર પર મુકતા આજે આ મુદ્દો ડ્રો માં સામેલ થયો હતો અને તેના પર સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો.સી પ્લેન પુનઃ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું  છે. આગામી સમયમાં નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે પુર્ણ થયા બાદ અમદાવાદથી કેવડિયા અગાઉના રૂટ પ્રમાણે જ સી પ્લેન સેવા શરૂ કરી દેવામાં આવશે.

31 ડિસેમ્બર 2020ના રોજ થઈ હતી શરૂઆત
નોંધનીય છે કે સરદાર પટેલની જન્મ જયંતિ 31 ડિસેમ્બર 2020ના રોજ પીએમ મોદીએ કેવડીયાથી અમદાવાદની સી પ્લેન સેવાની શરૂઆત કરાવી હતી. જે થોડા સમય ચાલ્યા બાદ મેન્ટેનન્સના નામે આ સેવા બંધ કરવામાં આવી  હતી. એ મુદ્દો ટાંકવો પણ મહત્વનો રહ્યો છે કે આગાઉ પણ સત્તાવાર રીતે નિવદેન અપાયા બાદ પણ આ કામગીરી શરૂ થઈ નથી.

2019મા ખરીદેલ વિમાન અંગે અપાઈ માહિતી

આ ઉપરાંત રાજ્ય સરકારે વર્ષ 2019મા ખરીદેલ વિમાન અંગે પણ માહિતી આપી હતી. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આ મામલે પ્રશ્ન વિધાનસભામાં મુક્યો હતો. જેની પસંદગી થયા બાદ આ પ્રશ્ન પર સરકારના સબંધિત વિભાગના જવાબદાર દ્વારા જવાબ આપવામા આવ્યો હતો.  તેમાં રાજ્ય સરકારે 197,90,22,366 ની કિંમતનું વિમાન ખરીદ્યું હોવાનું અને વિમાનના મેઇન્ટેનન્સ માટે છેલ્લા બે વર્ષમાં 20,80,68,929 રૂપિયાનો ખર્ચ કર્યો હોવાની માહિતી આપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ