બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood news sunny has taken dharmendra to us for treatment

બોલિવૂડ / ધર્મેન્દ્રની તબિયત લથડી: અમેરિકા લઈને પહોંચ્યા સની દેઓલ, 15થી 20 દિવસ સુધી ચાલશે સારવાર

Arohi

Last Updated: 09:57 AM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dharmendra Health Update: સની દેઓલ તેમના પિતા અને એક્ટર ધર્મેન્દ્રને મેડિકલ ટ્રીટમેન્ટ માટે US લઈને ગયા છે. એક રિપોર્ટ અનુસાર સની દેઓલ પિતાની સાથે USમાં લગભગ 15-20 દિવસ સુધી રોકાશે.

  • અચાનક લથડી ધર્મેન્દ્રની તબિયત
  • અમેરિકા લઈને પહોંચ્યા સની દેઓલ
  • અમેરિકામાં 15-20 દિવસ સુધી ચાલશે સારવાર 

સની દેઓલ તેમના પિતા અને એક્ટર ધર્મેન્દ્રને મેડિકલ ટ્રીટમેન્ટ માટે US લઈને ગયા છે. એક રિપોર્ટ અનુસાર સની દેઓલ પિતાની સાથે USમાં લગભગ 15-20 દિવસ સુધી રોકાશે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કોઈ ગભરાવવાની વાત નથી અને ધર્મેન્દ્રને એજ-રિલેટેડ પ્રોબ્લેમ્સના કારણે ટ્રીટમેન્ટ માટે US લઈ જવામાં આવ્યા છે. 

ધર્મેન્દ્રની ઉંમર 87 વર્ષની છે. રિપોર્ટ અનુસાર જ્યાં સુધી USમાં ધર્મેન્દ્રની ટ્રીટમેન્ટ ચાલશે ત્યાં સુધી સની દેઓલ ત્યાં તેમની સાથે રહેશે. 

300 ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે ધર્મેન્દ્ર 
ધર્મેન્દ્ર થોડા દિવસો પહેલા રિલીઝ થયેલી ફિલ્મ રોકી અને રાનીની પ્રેમ કહાનીમાં શબાના આઝમીની સાથે જોવા મળ્યા હતા. તે ઉપરાંત ધર્મેન્દ્રની પાસે પાઈપલાઈનમાં બીજા પણ પ્રોજેક્ટ્સ છે. ધરમેન્દ્રએ 1960માં ફિલ્મ 'દિલ ભી તેરા, હમ ભી તેરે'થી કરિયરની શરૂઆત કરી હતી. તે અત્યાર સુધી લગભગ 300 ફિલ્મમાં કામ કરી ચુક્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Dharmendra Sunny Deol Treatment US બોલિવુડ ન્યૂઝ Dharmendra Health Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ