બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / Bollywood films will not be shot in the Maldives from now on? FWICE appeals to producers

BIG NEWS / હવેથી માલદીવમાં નહીં થાય બોલિવુડ ફિલ્મોનું શૂટિંગ? FWICEનો પારો આસમાને, કરી પ્રોડ્યુસર્સને અપીલ

Megha

Last Updated: 12:29 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-માલદીવના વધી રહેલા વિવાદમાં હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી યુનિયન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) એ માલદીવમાં તરત જ ફિલ્મોનું શૂટિંગ બંધ કરવાની અપીલ કરી છે.

  • ભારત-માલદીવના વધી રહેલા વિવાદમાં હવે FWICE એ મોટો નિર્ણય લીધો
  • ફિલ્મ નિર્માતાઓને માલદીવમાં ફિલ્મોનું શૂટિંગ બંધ કરવાની અપીલ કરી 

ભારત અને માલદીવ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ફિલ્મ ઈન્ડસ્ટ્રી યુનિયન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) એ મોટો નિર્ણય લીધો છે. યુનિયને તેના સભ્યો અને ફિલ્મ નિર્માતાઓને માલદીવમાં તરત જ ફિલ્મોનું શૂટિંગ બંધ કરવાની અપીલ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર માલદીવના પ્રધાનો દ્વારા કરવામાં આવેલી તાજેતરની ટિપ્પણીઓની સખત નિંદા કરતા, FWICE એ ફિલ્મ નિર્માતાઓને ભારતમાં એવા સમાન સ્થાનો પસંદ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. 

બૉલીવુડ સેલેબ્સ અને ફિલ્મ મેકર્સના પસંદિતા લોકેશનમાંથી એક એવા માલદીવમાં શું હવે ફિલ્મોની શૂટિંગ નહીં થાય? વિવાદ શરૂ થયો ત્યારથી દરેક લોકોના મનમાં આ સવાલ હતો અને હવે FWICEએ એક પ્રેસ રીલીઝ કરીને તેનો જવાબ આપી દીધો છે. જેમાં ફિલ્મ મેકર્સને માલદીવ જઈને શૂટિંગ ન કરવા માટે અપીલ કરવામાં આવી છે અને સાથે જ એક સલાહ પણ આપવામાં આવી છે. 

વધુ વાંચો: હવે લક્ષદ્વીપ અને અયોધ્યા જવું બનશે સાવ સરળ, શરૂ થવા જઇ રહી છે એરલાઇન્સ, CEOએ કર્યું મોટું એલાન

FWICE દ્વારા બૉયકોટ માલદીવના આ નિર્ણયથી દરેક લોકો ચોંકી ગયા છે, FWICE દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,

'માલદીવના ત્રણ મંત્રીઓ દ્વારા અપમાનજનક નિવેદનને લઈને ભારત અને માલદીવ વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં કામ કરતા લોકો માટેની સંસ્થા FWICE એ આપણાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે માલદીવના મંત્રીઓની આવી ટિપ્પણીની નિંદા કરે છે. આ સાથે જ સંસ્થાએ માલદીવ અને તેના શૂટિંગ સ્થળોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તેના બદલે મેકર્સ ભારતમાં જ આવા સ્થળોએ શૂટિંગ કરવા જાય અને ભારતના પ્રવાસન વિકાસમાં યોગદાન આપવા અપીલ કરે છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ