બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood filmmaker ag nadiadwala passes away dies at 91 age

નિધન / બોલીવૂડથી ફરી આવ્યા માઠા સમાચાર: જાણીતા ફિલ્મ નિર્માતાનું નિધન, ચાહકો બન્યા ગમગીન

Premal

Last Updated: 06:04 PM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ હંગામા મુજબ, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન એજી નડિયાદવાલાને હાર્ટ એટેક આવ્યો. તેના પુત્ર નિર્માતા ફિરોજ નડિયાદવાલાએ મીડિયાને જણાવ્યું કે નિર્માતાનુ સવારે 1:40 વાગ્યે નિધન થયુ હતુ.

  • ફિલ્મ નિર્માતા એજી નડિયાદવાલાનુ નિધન
  • તેમના પુત્ર નિર્માતા ફિરોજ નડિયાદવાલાએ આપી માહિતી
  • બોલીવુડ અભિનેતા અજય દેવગણે ટ્વિટર પર તેમને શ્રદ્ધાંજલિ આપી

એજી નડિયાદવાલાનુ હાર્ટ એટેકના કારણે થયુ નિધન

એજી નડિયાદવાલા કથિત રીતે 1953થી ઉદ્યોગમાં હતા. લગભગ સાત દાયકા સુધઈ તેમણે પ્રદીપ કુમાર અને દારા સિંહની મહાભારત (1965) જેવી ઘણી લોકપ્રિય પરિયોજનાઓનો ભાગ બન્યા હતા. ફિલ્મ હેરા ફેરી અને વેલકમના નિર્માતા અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલા ઉર્ફ એજી નડિયાદવાલાનુ 22 ઓગષ્ટે નિધન થયુ. તેઓ 91 વર્ષના હતા અને કથિત રીતે હાર્ટ એટેકના કારણે તેમનુ મૃત્યુ થયુ. તેમના નિધન બાદ બોલીવુડ અભિનેતા અજય દેવગણે ટ્વિટર પર તેમને શ્રદ્ધાંજલિ આપી.  

નડિયાદવાલા પરિવાર પ્રત્યે મારી સંવેદના: અજય દેવગણ

અજય દેવગણે યાદ કર્યુ કે તેમના પિતા વીરૂ દેવગણ અને એજી નડિયાદવાલા નજીકના સહયોગી હતા. જેણે બોલીવુડના સ્વર્ણ યુગમાં કામ કર્યુ હતુ. તેમણે એક ટ્વિટ કરતા લખ્યું, શ્રી ગફ્ફરભાઈ નડિયાદવાલાના નિધન પર મારી સંવેદના. મારા પિતા અને તેઓ સિનેમાના સ્વર્ણ યુગ દરમ્યાાન સહયોગી હતા. એજી નડિયાદવાલા સાહેબને શાંતિ પ્રાપ્ત થાય. નડિયાદવાલા પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે.

નડિયાદવાલાએ અનેક ફિલ્મોનું કર્યુ હતુ નિર્માણ 

નડિયાદવાલાએ પ્રિયદર્શનની ફિલ્મ હેરા ફેરીનુ પણ નિર્માણ કર્યુ હતુ. આ ફિલ્મમાં પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીએ અભિનય કર્યો હતો. તેમણે અક્ષય કુમાર અને પરેશ રાવલની સાથે વેલકમમાં પણ સહયોગ કર્યો હતો. જે 2007માં રિલીઝ થઇ હતી. તેમણે 2002ની કોમેડી અવારા પાગલ દીવાનાનુ પણ નિર્માણ કર્યુ હતુ.
 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ