બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / bobby deol first introduced aishwariya to abishek

લવ સ્ટોરી / ચોંકાવનારો ખુલાસો! આ વ્યક્તિના કારણે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે શરૂ થઈ હતી લવ સ્ટોરી, જાણો દિલચસ્પ કિસ્સા વિષે

Khevna

Last Updated: 02:22 PM, 5 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની મુલાકાત બોબી દેઓલને કારણે થઇ હતી. જાણો તેમની ફિલ્મી લવ સ્ટોરી

  • બોબી દેઓલે કરાવી હતી ઐશ્વર્યા અને અભિષેકની મુલાકાત 
  • લગ્નને થયા 15 વર્ષ 
  • ફિલ્મની સ્ટોરી જેવી છે ઐશ્વર્યા-અભિષેકની લવ સ્ટોરી 

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બોલિવુડ ઈંડસ્ટ્રીનાં પોપ્યુલર કપલ્સમાંના એક છે. બંનેની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ છે. જોવા જઈએ તો અભિષેક અને ઐશ્વર્યાની લવ સ્ટોરી કોઈ ફિલ્મ કરતા ઓછી નથી. લગ્નના આટલા વર્ષો બાદ પણ બંને ઘણું સારું બોન્ડિંગ શેર કરે છે. જોકે આ વાત ખૂબ ઓછા લોકો જાણતા હશે કે ઐશ્વર્યા અને અભિષેકની પહેલી મુલાકાત દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનાં પુત્ર બોબી દેઓલે કરાવી હતી. આ ખુલાસો ખુદ અભિષેક બચ્ચને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. 

વિદેશમાં થઇ હતી પહેલી મુલાકાત 
અભિષેક બચ્ચને જણાવ્યું હતું કે ઐશ્વર્યા રાય સાથે તેમની પહેલી મુલાકાત સ્વિઝરલેન્ડમાં થઇ હતી. તે સમયે ઐશ્વર્યા ત્યાં 'ઔર પ્યાર હો ગયા' ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી, જેમાં તેમની સાથે બોબી દેઓલ કામ કરી રહ્યા હતા. ત્યારે અભિષેક બચ્ચન શૂટિંગનું લોકેશન જોવા માટે ત્યાં આવ્યા હતા. 

અભિષેકે કર્યો હતો આ ખુલાસો 
થોડા સમય પહેલા રણવીર ઇલાહબાદિયા સાથે વાતચીત દરમિયાન, અભિષેકે ઐશ્વર્યા સાથે પહેલી મુલાકાત વિષે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મારી પહેલી મુલાકાત ઐશ્વર્યા સાથે ત્યારે થઇ હતી, જ્યારે હું પ્રોડક્શન બોય હતો. મારા પિતા એક ફિલ્મ કરી રહ્યા હતા, જેનું નામ હતું 'મૃત્યુદાતા'. હું આ ફિલ્મ માટે લોકેશન જોવા માટે સ્વિઝરલેન્ડ ગયો હતો. કંપનીને લાગ્યું કે હું ત્યાં મોટો થયો છું અને બોર્ડીંગ સ્કૂલમાં રહ્યો છું, તો હું તેમને સારા લોકેશન્સ બતાવી શકીશ. 

અભિષેક આગળ કહે છે કે હું ત્યાં થોડા દિવસો માટે ગયો હતો. મારા બાળપણનાં મિત્ર બોબી દેઓલ ત્યાં પોતાની પહેલી ફિલ્મ 'ઔર પ્યાર હો ગયા'નું શૂટિંગ કરી રહ્યા હતા. જ્યારે તેમને જાણ થઇ કે હું પણ ત્યાં છું, ઓ તેમણે મને ડીનર પર ઇનવાઈટ કર્યો હતો. ત્યારે પહેલી વાર મેં બોબી અને ઐશ્વર્યાને શૂટ કરતા જોયા હતા અને ત્યારે જ હું ઐશ્વર્યાને મળ્યો હતો. 

15 વર્ષ પહેલા કર્યા હતા લગ્ન 
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને 20 એપ્રિલ, 2007ના રોજ લગ્ન કર્યા હતા. કપલે 2006માં 'ઉમરાવ જાન'નાં શૂટિંગ દરમિયાન એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યું હતું. ત્યાર બાદ વર્ષ 2006માં 'ગુરુ' ફિલ્મનાં પ્રીમિયર બાદ અભિષેકે ન્યૂયોર્કમાં ઐશ્વર્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. 

ક્યારે રિલીઝ થશે અભિષેકની ફિલ્મ?
અભિષેક બચ્ચનનાં વર્ક ફ્રંટની વાત કરીએ તો આજકાલ તેઓ પોતાની નવી ફિલ્મ 'દસવી'ને લઈને ચર્ચામાં છે.આ ઇફીલ્મ 7 એપ્રિલ, 2022નાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં અભિષેકની સાથે સાથે યામી ગૌતમ અને નિમ્રત કૌર જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ