બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Boards with the names of bootleggers were put up in Dedana village of Amreli

વાસ્તવિકતા / દારૂબંધી છતાંય ખૂબ ફૂલ્યો ફાલ્યો દારૂનો ધંધો, અમરેલીના ડેડાણા ગામે બુટલેગરોના નામની યાદી સાથે લાગ્યા બોર્ડ

Malay

Last Updated: 12:04 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amreli News: અમરેલીના ડેડાણા ગામે બુટલેગરોના નામની યાદી સાથે લાગ્યા બોર્ડ, પોલીસની મહેરબાનીથી ઠેર-ઠેર દારૂ વેચાતો હોવાનો પણ ઉલ્લેખ

  • બુટલેગરો-પોલીસની મિલીભગતથી સ્થાનિકો ત્રાહિમામ!
  • બુટલેગરોના નામ સાથે બોર્ડ મારવામાં આવ્યા
  • આ છે દારૂબંધીની વરવી વાસ્તવિકતા
  • ખુલ્લેઆમ બુટલેગરોને છાવરી રહી છે પોલીસ

Amreli News: ગુજરાતમાં દારૂબંધી છે તે જાણીતી વાત છે અને દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારુની રેલમછેલ ઉડે છે તે પણ જાણીતી વાત છે. જે રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ હોય અને ત્યાં બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચતા હોય તો આમાં ઉપર સુધી સેટિંગ હોય તો જ આ શક્ય બને. વિપક્ષ અને જનતા સતત કહેતી રહે છે કે દારૂબંધી હોવા છતાં દારૂ વેચાઈ રહ્યો છે તેના પર પ્રતિબંધ લગાવો. પણ સત્તાપક્ષ એવું કહેતો રહે છે કે ક્યાંય દારુ વેચાતો નથી. આ વચ્ચે હવે અમરેલીના ખાંભામાં દારૂબંધીની વરવી વાસ્તવિકતા દર્શાવતા દ્રશ્યો સામે આવ્યા છે. 

ડેડાણા ગામે લગાવવામાં આવી બુટલેગરોની યાદી
અમરેલી જિલ્લાના ડેડાણા ગામે બુટલેગરોના નામની યાદી સાથે બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેમાં દારૂ વેચતા 10થી વધુ બુટલેગરોના નામ પણ લખવામાં આવ્યા છે. સાથે જ પોલીસની મહેરબાનીથી ઠેર-ઠેર દારૂ વેચાતો હોવાનો પણ ઉલ્લેખ બોર્ડ પર કરવામાં આવ્યો છે. 

પોલીસની મહેરબાનીથી ઠેર-ઠેર દારૂ વેચાતો હોવાનો પણ ઉલ્લેખ
ડેડાણા ગામે લગાવવામાં આવેલા બોર્ડ પર લખવામાં આવ્યું છે કે, ડેડાણ ગામમાં દારૂની રેલમ છેલમ, પોલીસની મહેરબાન, અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણમાં ઠેર-ઠેર દેશી દારૂના ભઠ્ઠા/હાટડીઓ પોલીસની રહેમ હેઠળ ચાલે છે. 

બોર્ડ પર લખવામાં આવ્યા છે 10થી વધુ લોકોના નામ  
ડેડાણ ગામના જાગૃત નાગરિક દ્વારા આ બોર્ડ પર બુટલેગરોના નામ પણ લખવામાં આવ્યા છે. જેમાં સરપંચના પુત્રનું પણ નામ લખવામાં આવ્યું છે, બોર્ડ પર અલ્તાફખાન અલારખા પઠાન, ફીરોજખાન પઠાણ, રાજુ નાગરીયા, સંગીજખાનને દારૂની ભઠ્ઠીના વેપારી દર્શાવવામાં આવ્યા છે. જ્યારે હકીમ ખાન, વલકુ કાળુલાલ,  નનકુ કાળુલાલ, દેડા ગીડા, સંજય મકવાણા, સામત બોરીયા, કંકીબેન, જમાલ બેલીમ, રફીક લંગડો, રાજુ પરમાર દારૂના વેપારી હોવાનું બોર્ડ પર લખવામાં આવ્યું છે. 

પોલીસે નથી કરી કોઈ કાર્યવાહી 
સ્થાનિકોનું કહેવું છે કે બુટલેગરોના નામ સાથે બોર્ડ મુકાયા છતાં ખાંભા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે ખાંભા પોલીસ નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે. આપને જણાવી દઈએ કે એક વર્ષ પહેલા પણ ડેડાણ ગામમાં દારૂ વેચનારના બોર્ડ લાગ્યા હતા. 

સળગતા સવાલો
- કેમ દારૂની બદી સામે ગ્રામજનોને નથી મળતો પોલીસનો સાથ?
- ગામડાઓમાં વેચાતો બેરોકટોક દારૂ શું ખાંભા પોલીસને નથી દેખાતો?
- શું ખાંભા પોલીસને નથી દેખાતી બુટલેગરોના નામોની યાદી?
- કેમ પોલીસ વારંવાર બુટલેગરોની ભરે છે શરમ?
- શું ખાંભા પોલીસ વધુ એક લઠ્ઠાકાંડ થવાની રાહ જોઇ રહી છે?
- પોલીસ-બુટલેગરોની જગજાહેર મિલીભગત સામે ક્યારે લેવાશે એક્શન?


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ