બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / Board Exam Stress these 4 tips will help you to overcome exam stress

સ્ટ્રેસને ભગાવો / બોર્ડની પરીક્ષાના કારણે વધી ગયું છે ટેન્શન? મગજને શાંત કરવા અપનાવો આ 4 ટિપ્સ

Arohi

Last Updated: 02:40 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Board Exam Stress: બોર્ડ પરીક્ષા ફક્ત સ્ટૂડન્ટ્સ માટે જ નહીં પરંતુ તેમના ભાઈ-બહેનો, માતા-પિતા સહિત આખા પરિવાર માટે સ્ટ્રેસનું કારણ બની શકે છે આ સ્ટ્રેસને દૂર કરવું જરૂરી છે.

અમુક વિદ્યાર્થીઓ પરીક્ષાના સ્ટ્રેસને સહન નથી કરી શકતા. જ્યારે અમુક વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ સરળ હોય છે. જો તમને પરીક્ષાના સ્ટ્રેસથી બચવું મુશ્કેલ લાગી રહ્યું છે તો યાદ રાખો કે સ્ટ્રેસ ફક્ત પરેશાન જ કરે છે અને તમને તમારૂ બેસ્ટ આપવાથી રોકે છે. 

પરીક્ષાના સ્ટ્રેસને દૂર કરવા અપનાવો આ ટિપ્સ 
થોડા સમય પહેલાથી શરૂ કરી દો તૈયારી

પરીક્ષા શરૂ થવાના થોડા સમય પહેલાથી જ અભ્યાસ શરૂ કરી દો. તેનાથી તમને સ્ટ્રેસ નહીં થાય અને સ્લેબસ પુરો કરી શકાશે. તમારા સ્લેબસને તમે નાના અને મેનેજેબલ સેશનમાં વહેચી લો. જેનાથી તમે તેને સરળતાથી પુરો કરી શકો. બધા વિષયો માટે એક સ્લોટ બનાવો અને આ સુનિશ્ચિત કરો કે તમે બધાને સમાન સમય આપો. પોતાની તૈયારીને જાણવા માટે મોક ટેસ્ટ, પ્રેક્ટિસ પેપરને સોલ્વ કરો. 

પોતાને ફ્રેશ રાખવાનો પ્રયત્ન કરો 
પોતાના મન અને શરીરને શાંત રાખવા માટે ઉંડો શ્વાસ લઈને વ્યાયામ કરો. ઘીરે અને ઉંડા શ્વાસ લો. પોતાના નાકથી શ્વાસ લો અને પોતાના મોંઢાથી શ્વાસ છોડો. દરરોજ ધ્યાન લગાવવા માટે અમુક સમય કાઢો. પોતાના વિચારોમાં કોઈ નકારાત્મક વિચાર ન લાવો. 

યોગનો અભ્યાસ સ્ટ્રેસને ઓછો કરવા અને આરામને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. પોતાની દિનચર્યામાં યોગ મુદ્રાઓ શામેલ કરો. જેમ કે ચાઈલ્ડ પોઝ, સીટિડ ફોરવર્ડ પોઝ, દરેક પોઝમાં આગળ વધતી વખતે પોતાના શ્વાસ પર ધ્યાન આપો જેનાથી તમને થોડુ સારૂ લાગે.

પોતાને પ્રિપેર રાખો 
પરીક્ષાની તૈયારી વખતે લાસ્ટ સમયની એન્ઝાઈટીને ઓછી કરવા માટે પ્રિપેર રહેવું જરૂરી છે. ફોકસ અને પ્રોડક્ટીવિટીને વધારવા માટે અભ્યાસની સામગ્રી, નોટ્સ અને સંસાધનોને સંભાળીને મુકો. જ્યારે તમારી વસ્તુઓ વધારે અવ્યવસ્થિત રહેતી હોય તો ધ્યાન વધારે ભટકે છે. સારી રીતે વસ્તુઓને ઓર્ગેનાઈઝ કરવાથી તમારો સમય બચે છે. જેનાથી તમે બ્રેક લઈ શકો છો અને બર્નઆઉટથી બચી શકો છો. 

વધુ વાંચો: ભારતના 84 ટકા લોકોને ઉઠતાંવેંત મોબાઈલ જોઈએ, 55 ટકા લોકોને ખબર જ નથી ફોન કેમ મચેડે છે: રિપોર્ટ

એક્ટિવ લર્નિંગનો પ્રયત્ન કરો 
કોઈ પણ વિષયને ગોખી નાખવાનો પ્રયત્ન ન કરો. આ આદત છોડી દો. તેની જગ્યા પર તમારે એક્ટિવ લર્નિંગ કરવું જોઈએ. નોટ્સ લેવા, બીજાને શિખવાડવા અને પોતાની સાથે પ્રશ્ન ઉત્તર કરવાના માધ્યમથી તમે વધુ સારી રીતે મહેનત કરી શકશો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ