બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / BJP's pre-plan is ready to win the kingmaker, war may be the issue of reservation in the Lok Sabha elections

મિશન 2024 / લોકસભા ચૂંટણીમાં અનામતનો મુદ્દો બની શકે છે કિંગ મેકર, જંગ જીતવા માટે ભાજપનો પ્રિ-પ્લાન તૈયાર

Dinesh

Last Updated: 02:59 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મરાઠા આરક્ષણની માંગ વચ્ચે ભાજપે જાટ આરક્ષણ મુદ્દે છેડો ફાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે તો તેલંગાણામાં જાહેરાત કરીને ગૃહમંત્રી અમિત શાહે OBC તેમજ ST સમુદાયને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે.

  • લોકસભાની ચૂંટણી પહેલા અનામતનો મુદ્દો મહત્વનો
  • તેલંગણામાં ગૃહમંત્રીની મોટી જાહેરાત
  • અનામત મુદ્દે  રોહિણી કમિશનની રચના 


લોકસભા ચૂંટણી 2024માં અનામત એક મોટા રાજકીય મુદ્દા તરીકે ઉભરી શકે છે. તે કિંગ મેકર પણ સાબિત થઈ શકે છે. મરાઠા આરક્ષણની માંગ વચ્ચે ભાજપે જાટ આરક્ષણ મુદ્દે છેડો ફાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે તો તેલંગાણામાં જાહેરાત કરીને ગૃહમંત્રી અમિત શાહે OBC તેમજ ST સમુદાયને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. ગૃહમંત્રીએ ચૂંટણી બેઠકમાં જાહેરાત કરી છે કે જો પાર્ટી સત્તામાં આવશે તો એક OBC મુખ્યમંત્રી બનશે. 

ટાર્ગેટ 2024
ગૃહમંત્રીએ કહ્યું કે મુસ્લિમ સમુદાયને આપવામાં આવતી 4% અનામત કાપીને ST સમુદાયને આપવામાં આવશે અને મડીગા ST જાતિઓને પણ લાભ મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારએ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે અનામત માટે લાયક તમામ જાતિઓને તેમાં હિસ્સો મળશે. ભાજપના એક મહાસચિવે જણાવ્યું હતું કે, બિન-યાદવ ઓબીસી અને બિનજાતવ દલિતોની મોટાભાગની જાતિઓને અનામત નથી મળી રહી. આ ખામીઓને દૂર કરવા માટે રોહિણી કમિશનની રચના કરવામાં આવી છે. 

ઓબીસી સંમેલન યોજવાની તૈયારી
લોકસભા ચૂંટણી પહેલા યુપીમાં જાતિ ગણતરીની વિપક્ષની માંગનો સામનો કરવા માટે ભાજપ પછાત અને અત્યંત પછાત જાતિઓને પોતાની પક્કડમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. પાર્ટીએ 6 વિસ્તારોના સંગઠન પ્રભારી અને 98 શહેરો અને જિલ્લાઓના પ્રભારીઓની નિમણૂકમાં પછાત અને દલિત કાર્યકરોને 55-60% જવાબદારી સોંપી છે. પાર્ટી ડિસેમ્બરમાં દરેક જિલ્લામાં ઓબીસી સંમેલન યોજવાની પણ તૈયારી કરી રહી છે. 

યુપીમાં સફળ રાજનીતિ
ભાજપ અત્યંત પછાત અને અત્યંત દલિત જાતિઓના બળ પર યુપીમાં ચૂંટણી જીતી રહ્યું છે. 2019 માં તે 15 બેઠકો પર SP-BSP-RLD ગઠબંધનને રોકવામાં અને 64 બેઠકો જીતવામાં સફળ રહી હતી. 2022માં અખિલેશ યાદવે અત્યંત પછાત જાતિઓ સાથે ગઠબંધન કર્યું હતું પરંતુ બિન-યાદવ પછાત અને બિન-જાટવ દલિત જાતિઓએ ભાજપને ટેકો આપ્યો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ