બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / BJP's big statement on Union Minister Narayan Rane's arrest, 27 state ministers make shocking revelations

નિવેદન / કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ પર ભાજપ આકરા પાણીએ, ઉદ્ધવના 27 મંત્રીઓ પર કર્યાં મોટા ખુલાસા

Hiralal

Last Updated: 05:18 PM, 24 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડને લઈને ભાજપનુ મોટું નિવેદન સામે આવ્યું છે.

  • ધરપકડ થયેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના બચાવમાં ઉતર્યો ભાજપ
  • નારાયણ રાણેની ધરપકડને લોકશાહીની હત્યા ગણાવી
  • ધરપકડ બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન-જેપી નડ્ડા

દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપતા ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે નારાયણ રાણેની ધરપકડ લોકશાહીની હત્યા છે. પાત્રાએ કહ્યું કે નારાયણ રાણના મામલો ગંભીર છે. એક બાજુ આ લોકશાહીનો ભંગ છે, લોકશાહીની હત્યા છે. નારાયણ રાણે થોડા વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હશે તે વાત સાચી, તે શબ્દો નહોતા બોલવા જોઈતા. 

સંબિત પાત્રાએ જણાવ્યું કે શું આ કાયદો છે. મહારાષ્ટ્રના મંત્રી કહી રહ્યાં છે કાયદો સર્વોપરી છે. ભાજપના કાર્યાલયો પર પથ્થરમારો કરવો, લોકોના જાન જોખમમાં મૂકવા શું કાયદો છે. આ રીતે કેન્દ્રીય મંત્રી પર 30-40 એફઆઈઆર કરી નાખવી શું કાયદો છે. આજે મહારાષ્ટ્રમાં ઘણા મંત્રી છે. 27 એવા મંત્રી છે જેમની પર કેસ ચાલી રહ્યાં છે આવા કેટલા મંત્રીઓ જેલમાં છે. 

ધરપકડ બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન-જેપી નડ્ડા
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડની આકરી ટીકા કરી.  તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે જીની ધરપકડ બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન છે. આવી કાર્યવાહીથી અમે ન તો ડરીશું અને ન તો દબાઈશું. આ લોકો જન-આશિર્વાદ યાત્રામાં ભાજપને મળતા અપાર સમર્થનથી નારાજ છે. અમે લોકતાંત્રિક રીતે લડતા રહીશું, યાત્રા ચાલુ રહેશે.

સત્તાનો દુરપયોગ, કદી પણ સહન નહીં કરીએ- મહારા્ષ્ટ્ર ભાજપ અધ્યક્ષ 
મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રીની ધરપકડ મહારાષ્ટ્રના ઈતિહાસની પહેલી ઘટના છે. આ સત્તાનો દુરપયોગ છે. અમે તેની સહન નહીં કરીએ. રામદાસ આઠવલેએ જણાવ્યું કે રાણેના કહેવાનો મતલબ ફક્ત એટલે હતો કે ઠાકરે મહારાષ્ટ્રના વિકાસ માટે કંઈ કરતાનથી અને લોકોની સમસ્યાઓ સમજવા માટે તેઓ મુંબઈમાં પોતાના ઘર માતોશ્રીની બહાર ભાગ્યે જ પગ મૂકે છે. 

રત્નાગિરિના ચિપલુનમાંથી પોલીસે નારાયણ રાણેની ધરપકડ કરી
સીએમ ઉદ્ધવ ઠાકરેને થપ્પડ  મારવાનું કહેવા બદલ મહારાષ્ટ્ર પોલીસે રત્નાગિરિના ચિપલુનમાંથી કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરી છે. 

હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે: ડોક્ટર
નારાયણ રાણેની તબિયત તપાસવા સંગમેશ્વર પોલીસ સ્ટેશનમાં આવેલા ડોક્ટર કહે છે કે તેમનું બ્લડ પ્રેશર વધી ગયું છે. વૃદ્ધાવસ્થા અને સુગરના દર્દી હોવાને કારણે, તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે અને ઇસીજી કરવાની પણ જરૂર છે. જોકે, તેનું સુગર લેવલ ચેક થઈ શક્યું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ